Home> India
Advertisement
Prev
Next

રાશિફળ 3 ઓગસ્ટ: આ રાશિના જાતકો આજે ખાસ લક્ષ્મીજીને બરફીનો પ્રસાદ ધરાવે

રાશિફળ 3 ઓગસ્ટ: આ રાશિના જાતકો આજે ખાસ લક્ષ્મીજીને બરફીનો પ્રસાદ ધરાવે

આજનું પંચાંગ

તારીખ

3 ઓગસ્ટ, 2018 ગુરૂવાર

માસ

અષાઢ વદ છઠ

નક્ષત્ર

રેવતી

યોગ

ધૃતિ

ચંદ્ર રાશી

મીન (બપોરે 2.25 થી મેષ)

અક્ષર

દચઝથ (અલઈ)

  1. કઈકાલે ગુરૂ ગ્રહે નક્ષત્ર પરિવર્તન કર્યું હતું. આજે સૂર્યદેવ સવારે 9.14થી નક્ષત્ર પરિવર્તન કરશે. સૂર્યદેવ આશ્લેષા નક્ષત્રમાં ભ્રમણ કરશે.
  2. અમૃતસિદ્ધિ યોગ સવારે 6.25 થી બપોરે 2.25 સુધી રહેશે.
  3. પંચક પણ બપોરે 2.25 વાગે પૂર્ણ થશે.
  4. શુક્રવાર છે. દેવીકવચનો પાઠ અવસ્ય કરી શકાય. કનકધારા સ્તોત્રનો પાઠ પણ અવશ્ય કરજો. ઘરમાં જો શ્રીયંત્ર હોય તો તેનું પણ આજે પૂજન અવશ્ય કરજો. અષ્ટલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે.
  5. આજે શક્ય હોય તો ચાંદીની વાટકીમાં માતાજીને ખીર ધરાવજો.
  6. મંત્ર – ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલયે શ્રીમ હ્રીમ શ્રીમ મહાલક્ષ્મયૈ નમઃ

મેષ (અલઈ)

  • પરદેશથી કોઈ સારા સમાચાર પ્રાપ્ત થાય
  • જો કાકા પરદેશ હોય તો તેમના દ્વારા લાભ છે
  • ગૃહકલેશ ન થાય તેની સાવધાની રાખવી
  • બપોર પછી આવેશ યુક્ત ભાષા ન બોલાય તે જોવું

વૃષભ (બવઉ)

  • ભાઈ-બહેન સાથે મુસાફરી સૂચવે છે
  • લાભપ્રદ મુસાફરી રહે તેવું બને દર્શાવે છે
  • સ્ત્રી પાત્રથી આપને લાભ થાય
  • સંતાન સાથે સંબંધો સુધરે

મિથુન (કછઘ)

  • સૂર્યદેવ નક્ષત્ર પરિવર્તન કરી રહ્યા છે..
  • જે આપના માટે ખૂબ સાનુકૂળ વાત છે
  • રાજનીતી સાથે સંકળાયેલાને લાભ
  • મેડીકલ વ્યવસાય સાથે સંકળાયેલાને લાભ

કર્ક (ડહ)

  • સંબંધીઓ સાથે એટલે કે બનેવી, માસી, મામા સાથે મુસાફરી સૂચવે છે
  • અન્યની મદદથી કાર્ય સિદ્ધિ થાય
  • ભાષા ઉપર અવશ્ય કાબૂ રાખજો
  • આપની વાણી આપના માટે દુશ્મનનું ગરજ સારશે

સિંહ (મટ)

  • આરોગ્ય જાળવજો
  • ગેસ અથવા અપચો જેવી બિમારી થઈ શકે
  • જે જાતકો ગેસની બિમારીથી પીડાતા હોય તેમણે વશેષ સાવધાની રાખવી
  • જીવનસાથી સાથે સુમેળ રહેશે

કન્યા (પઠણ)

  • પ્રતિપક્ષ સાથે મનદુખ ન થાય જોવું
  • ભાગીદારી પેઢીમાં સંયમ જાળવવો
  • અગત્યના નિર્ણય બપોર પછી લેવા
  • ઢીંચણની બિમારીથી સાવધાન રહેવું

તુલા (રત)

  • લગ્નોત્સુક યુવક-યુવતી માટે સાનુકૂળતા
  • વેવિશાળની વાત આગળ વધે
  • સગપણ માટે નવી વાત પણ આવી શકે
  • ભાગ્યનો સાથ સારી પેઠે મળી શકે છે

વૃશ્ચિક (નય)

  • સંધ્યા સમય પહેલા સારા સમાચાર મળી શકે
  • જીવનસાથી દ્વારા લાભ મળે
  • ઘરમાં બિન જરૂરી ચર્ચાથી દૂર રહેવું
  • આજે આપે લક્ષ્મીજીને બરફીનો પ્રસાદ ધરાવવો

ધન (ભધફઢ)

  • તુલા અને મેષ રાશી દ્વારા લાભ થઈ શકે છે
  • ભાગ્યનો સાથ 10 વાગ્યા પછી વિશેષ મળી શકે છે
  • પદોન્નતીની શક્યતા નકારી ન શકાય
  • માતાનું આરોગ્ય જાળવવું

મકર (ખજ)

  • આજે હૃદયમાં મૂંઝારો રહે
  • જાત જાતના વિચારોના ઘોડાપૂર ઉમટે
  • પણ હા, નકારાત્મકતા હાવી નહીં થાય
  • મોડી સાંજે આધ્યાત્મિકતા મનને ઘેરી વળે અને શાંતિ વ્યાપી જાય

કુંભ (ગશષસ)

  • આપ તો આમ પણ આધ્યાત્મિક છો
  • એમાં ય આજે વિશેષ ઉમેરો થશે
  • ધનસ્થાન બળવાન બન્યું છે
  • અચાનક ધનલાભ પણ મળી શકે છે

મીન (દચઝથ)

  • યશ, માન, પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
  • ભાષામાં સંયમ અવશ્ય રાખજો
  • જમીન-મકાનના કાર્યમાં હાલ થોભી જજો
  • કોર્ટ કચેરીના કાર્યમાં યારી મળે

 

જીવનસંદેશ – ઉત્તમ અને પ્રેરક વાતો સતત સાંભળવી અને વાંચવી

અમિત ત્રિવેદી 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More