Home> India
Advertisement
Prev
Next

રાશિફળ: ભાગ્ય ધીમી પણ મક્કમ ગતિએ સાથ આપી રહ્યું છે, સંબંધોમાં ગૂંચ ઊભી ન થાય તે જોવું

આજે મંગળવાર છે, સાથેસાથે પવિત્ર એકાદશી પણ છે. માટે, ગણેશજીની ઉપાસના તો કરી જ શકાય સાથે સાથે શક્ય હોય અને સ્વાસ્થ્ય સાથ આપતું હોય તો એકાદશીનું વ્રત પણ કરી શકો છો.

રાશિફળ: ભાગ્ય ધીમી પણ મક્કમ ગતિએ સાથ આપી રહ્યું છે, સંબંધોમાં ગૂંચ ઊભી ન થાય તે જોવું

આજનું પંચાંગ

તારીખ

21 ઓગસ્ટ, 2018 મંગળવાર

માસ

શ્રાવણ સુદ 11 (પવિત્રા એકાદશી છે)

નક્ષત્ર

મૂળ

યોગ

વિષ્કુંભ

ચંદ્ર રાશી

ધન (ભ, ધ, ફ, ઢ)

  1. આજે મંગળવાર છે, સાથેસાથે પવિત્ર એકાદશી પણ છે. માટે, ગણેશજીની ઉપાસના તો કરી જ શકાય સાથે સાથે શક્ય હોય અને સ્વાસ્થ્ય સાથ આપતું હોય તો એકાદશીનું વ્રત પણ કરી શકો છો.
  2. રવિયોગ અને કુમારયોગ ચાલી રહ્યા છે જે રાત્રે 12.35 વાગ્યે પૂર્ણ થશે.

મેષ (અલઈ)

  1. કાર્ય પરીવર્તનનો યોગ રચાયો છે
  2. વેપારમાં આરોહ-અવરોહની સ્થિતિ રચાઈ શકે
  3. ઘરમાં કોઈ વડીલ વ્યક્તિથી લાભ થઈ શકે છે

વૃષભ (બવઉ)

  1. ઊચ્ચ વિચારો સાથે દિવસનો પ્રારંભ થાય
  2. કર્મચારી સાથે વૈમનસ્ય સર્જાય
  3. નાના-ભાઈ બહેન સાથે પણ મતભેદ થઈ શકે છે

મિથુન (કછઘ)

  1. બપોર પછી આપને લાભ થઈ શકે છે
  2. મોટાભાઈ સાથે મનભેદ થશે અથવા જો થયો હોય તો આજે સુમેળ પણ થઈ શકે છે
  3. જીવનસાથી સાથે થોડું ઘર્ષણ પણ થઈ શકે છે
  4. પણ આજે કાર્યમાં તમારી પકડ અવશ્ય રહેશે

કર્ક (ડહ)

  1. આરોગ્યનો પ્રશ્ન આજે વિકટ થઈ શકે છે
  2. નોકરીમાં બદલીના યોગ પણ રચાયા છે
  3. સંતાન સંબંધી સમસ્યા પણ થઈ શકે છે

સિંહ (મટ)

  1. તમારું આત્મબળ બળવાન
  2. પરિસ્થિતિનું નિરાકરણ તેની વચ્ચે રહીને આવશે
  3. ભાગેડૂ વૃત્તિ ધરાવતા નહીં, એટલે કે કાર્યને અધવચ્ચેથી તમે મૂકી ન દેશો

કન્યા (પઠણ)

  1. આજે ઘરમાં કોઈ શુભ કાર્ય કરવું હોય તો ટાળજો
  2. પેટની બિમારીથી સાચવવું પડશે
  3. ભાગ્ય ધીમી પણ મક્કમ ગતિએ સાથ આપી રહ્યું છે

તુલા (રત)

  1. સૂક્ષ્મ અભ્યાસથી આપ કાર્ય પાર પાડી શકશો
  2. સંબંધોમાં ગૂંચ ઊભી ન થાય તે જોવું
  3. આજે આપ વધુ પડતા વ્યસ્ત રહો તેવું દર્શાવે છે

વૃશ્ચિક (નય)

  1. કાર્ય અધવચ્ચેથી પડતું મૂકાય અને નવું કાર્ય હાથ પર લેવું પડે તેવી શક્યતા રચાઈ છે
  2. પારિવારીક જીવનમાં સંયમ રાખવો
  3. જીવનસાથીનો સહકાર મળી રહેશે

ધન (ભધફઢ)

  1. ટૂર્સ ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલાને લાભ
  2. રમતગમત ક્ષેત્રે જોડાયેલા જાતકોને લાભ
  3. બાંધકામ ક્ષેત્રે જોડાયેલા વ્યવસાયિકોને પણ લાભ

મકર (ખજ)

  1. પતિ-પત્ની વચ્ચે વૈમનસ્ય સર્જાય
  2. ભાગીદારી પેઢીમાં પણ મતભેદ થઈ શકે છે
  3. પણ છેવટે ઘીના ઠામમાં ઘી ઢળશે, ચિંતાનું કોઈ કારણ નથી
  4. હાડકાની બિમારીથી સાવચેત રહેવું

કુંભ (ગશષસ)

  1. દૈનિક આવકમાં વૃદ્ધિ થઈ શકે છે
  2. રાજનીતિ સાથે જોડાયેલા જાતકોને લાભ
  3. મેડીકલ ક્ષેત્રે જોડાયેલા જાતકોને પણ સાનુકૂળતા

મીન (દચઝથ)

  1. સંતાનનું આરોગ્ય જોખમાઈ શકે છે
  2. વેપારી મિત્રોને સલાહ- માલનો અતિ ભરાવો ન કરે
  3. આજે ઉધારી આપવાથી બચે, પૈસાનું ફસાઈ શકે છે

જ્યોતિષાચાર્ય: અમિત ત્રિવેદી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More