Home> India
Advertisement
Prev
Next

મુંબઈમાં Nisarga નો ખતરો ઓછો થયો, 50 કિમી દક્ષિણ તરફ વળ્યું વાવાઝોડું

મુંબઈમાં આવનાર ચક્રવાતી તોફાન નિસર્ગ (Cyclone Nisarg) નો ખતરો ઓછો થયો છે. તોફાન 50 કિલોમીટર દક્ષિણ તરફ જતું રહ્યું છે. તેનાથી મુંબઈના માથે ખતરો ઓછો થયો છે. મુંબઈના વર્સોવા બીચ પર હાઈટાઈટ અને તેજ હવાઓને જોતા એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. અહી આસપાસ રહેનારા લોકોને સિરક્ષિત સ્થાન પર સ્થળાંતર કરવામાં આવ્યા છે. તોફા આજે બપોર સુધી મુંબઈના સમુદ્ર કિનાર ટકરાશે. મોસમ વિભાગે માહિતી આપતા જણાવ્યું કે, તોફાન હજી મુંબઈથી 200 કિલોમીટર દૂર છે. આ વચ્ચે હાઈટાઈટની ચેતવણી જાહેર કરવામાં આવી છે. 6 ફીટ ઊંચી લહેરો ઉઠી શકે છે. પવનની ગતિ હજી 100 થી 110 કિલોમીટર છે, જે 120 કિલોમીટર પ્રતિ કલાક થઈ શકે છે. 

મુંબઈમાં Nisarga નો ખતરો ઓછો થયો, 50 કિમી દક્ષિણ તરફ વળ્યું વાવાઝોડું

ઝી મીડિયા/બ્યૂરો :મુંબઈમાં આવનાર ચક્રવાતી તોફાન નિસર્ગ (Cyclone Nisarg) નો ખતરો ઓછો થયો છે. તોફાન 50 કિલોમીટર દક્ષિણ તરફ જતું રહ્યું છે. તેનાથી મુંબઈના માથે ખતરો ઓછો થયો છે. મુંબઈના વર્સોવા બીચ પર હાઈટાઈટ અને તેજ હવાઓને જોતા એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. અહી આસપાસ રહેનારા લોકોને સિરક્ષિત સ્થાન પર સ્થળાંતર કરવામાં આવ્યા છે. તોફા આજે બપોર સુધી મુંબઈના સમુદ્ર કિનાર ટકરાશે. મોસમ વિભાગે માહિતી આપતા જણાવ્યું કે, તોફાન હજી મુંબઈથી 200 કિલોમીટર દૂર છે. આ વચ્ચે હાઈટાઈટની ચેતવણી જાહેર કરવામાં આવી છે. 6 ફીટ ઊંચી લહેરો ઉઠી શકે છે. પવનની ગતિ હજી 100 થી 110 કિલોમીટર છે, જે 120 કિલોમીટર પ્રતિ કલાક થઈ શકે છે. 

STના ડ્રાઈવર્સને સૂચના, ‘વાવાઝોડું દેખાય તો બસ સેફ જગ્યાએ રોકી દેવાની...’ 

ફ્લાઈટની સંખ્યા ઘટી
વાવાઝોડા નિસર્ગને પગલે અંદાજે 1 લાખ લોકોને સુરક્ષિત જગ્યા પર પહોંચાડી દેવાયા છે. તેમાં કોરોના વાયરસના દર્દીઓ પણ સામેલ છે. તો સાથે જ ફ્લાઈટની ઉડાનમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. 11 ફ્લાઈટ ટેક ઓફ થશે અને 8 ફ્લાઈટ લેન્ડિંગ થશે. રોજ મુંબઈ એરપોર્ટથી અંદાજે 50 વિમાન ઉડાન ભરે છે. અરબ સાગરના ઉપર બની રહેલ ચક્રવાતી તોફાન નિસર્ગ મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોમાં આજે બપોર સુધી દસ્તક આપશે. 

નિસર્ગની અસર : 50 હજારથી વધુ લોકોનું કોરોનાની ગાઈડલાઈન મુજબ સ્થળાંતર કરાયું 

મુંબઈ-ઠાણેમાં વરસાદ
વાવાઝોડા નિસર્ગની અસર દેખાવાની શરૂ થઈ ગઈ છે. મુંબઈ ઠાણેમાં વરસાદ શરૂ થઈ ગયો છે. મોસમ વિભાગના જણાવ્યા અનુસાર, તોફાન અલીબાગથી પહેલા ટકરાશે. ચક્રવાત નિસર્ગ ને જોતા મહારાષ્ટ્રમાં એનડીઆરએફની 20 ટીમ તૈનાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી છે. તોફાનને લઈને હાઈએલર્ટ જાહેર કરવામા આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More