Home> India
Advertisement
Prev
Next

Cyclone Jawad: આવી રહ્યું છે વાવાઝોડું 'જવાદ', આ રાજ્યોમાં મચાવી શકે છે ભારે તબાહી, જાણો ગુજરાત પર શું થશે અસર

ભારત સહિત દુનિયાભરના અનેક દેશોમાં હવામાનનો મૂડ બદલાયેલો છે. ક્યાંક પૂરથી તબાહી છે તો ક્યાંક જ્વાળામુખી ફાટી રહ્યો છે. ભારતના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદથી હાલાત બગડેલા છે.

Cyclone Jawad: આવી રહ્યું છે વાવાઝોડું 'જવાદ', આ રાજ્યોમાં મચાવી શકે છે ભારે તબાહી, જાણો ગુજરાત પર શું થશે અસર

નવી દિલ્હી: ભારત સહિત દુનિયાભરના અનેક દેશોમાં હવામાનનો મૂડ બદલાયેલો છે. ક્યાંક પૂરથી તબાહી છે તો ક્યાંક જ્વાળામુખી ફાટી રહ્યો છે. ભારતના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદથી હાલાત બગડેલા છે. આ બધા વચ્ચે હવામાન ખાતા (IMD) એ અલર્ટ જાહેર કરી છે અને આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં ચક્રવાતી તોફાન જવાદ(Cyclone Jawad) ના મજબૂત થવાના આસાર છે. 

આ રાજ્યોમાં તબાહી મચાવી શકે છે તોફાન
બંગાળની ખાડીમાં બની રહેલા હળવા દબાણના કારણે આંધ્ર પ્રદેશ અને ઓડિશા પર ચક્રવાતી તોફાન જવાદ (Cyclone Jawad) નો સાયો મંડરાઈ રહ્યો છે. ચક્રવાતી  તોફાન જવાદના કારણે આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના કાંઠા વિસ્તારોમાં હવામાન બગડવાની આશંકા છે. હવામાન ખાતાએ આ રાજ્યોમાં પૂરપાટ પવન ફૂંકાવવાની સાથે સાથે  ભારે વરસાદ અંગે અલર્ટ જાહેર કરી છે. 

આંધ્ર પ્રદેશ-ઓડિશા કાંઠે પહોંચશે તોફાન
બંગાળની ખાડીમાં એક ચક્રવાતી સંરચના વિક્સિત થઈ રહી છે જે શનિવારે (4 ડિસેમ્બર) સુધીમાં આંધ્ર પ્રદેશ અને ઓડિશાના કાંઠે પહોંચી શકે છે. ત્યારબાદ આ ચક્રવાતી તોફાન જવાદ (Cyclone Jawad) નું રૂપ લેશે. તેને લઈને સમુદ્રી કાંઠાની આજુબાજુ રહેનારા માછીમારોને અલર્ટ કરી દેવાયા છે અને તેમને સુરક્ષિત સ્થળો પર પહોંચવાનું કહેવાયું છે. 

Analysis: 2024 પહેલા UPA નો 'ખેલા' ખતમ, આગામી ચૂંટણી હવે મોદી Vs મમતા હશે?

પશ્ચિમ બંગાળના આ જિલ્લાઓમાં થશે ભારે વરસાદ
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ ચક્રવાતી તોફાન જવાદ (Cyclone Jawad) ના કારણે પશ્ચિમ બંગાળના પૂર્વ અને પશ્ચિમ મિદનાપુર જિલ્લાઓમાં ચાર ડિસેમ્બરના રોજ ભારે વરસાદ થઈ શકે છે. તે ઉપરાંત ઉત્તર 24 પરગણા, દક્ષિણ 24 પરગણા, ઝારગ્રામ અને હાવડા જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડી શકે છે. 

ગુજરાતમાં બોટ ડૂબી
ચક્રવાતી તોફાન અગાઉ ગુજરાતના ગીર સોમનાથમાં મોડી રાતેથી પવન ફૂંકાઈ રહ્યો છે. જેના કારણે ગીર સોમનાથના નવા બંદરમાં 15 જેટલી બોટ ડૂબી છે. કહેવાય છે કે આ ઘટના બાદ 8 ખલાસી ગૂમ થયા છે. જેમની ભાળ મેળવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. 

મુંબઈ, ગુજરાતમાં પણ ભારે વરસાદની ચેતવણી
બંગાળની ખાડીમાં થઈ રહેલી હલચલના કારણે ભારત મૌસમ વિજ્ઞાન વિભાગ (IMD) એ આજથી ચાર દિવસ સુધી આ રાજ્યોમાં સતત ભારે વરસાદની ચેતવણી બહાર પાડી છે. આ સાથે જ હવામાન વિભાગે મુંબઈમાં પણ ભારે વરસાદની આશંકા જતાવી છે. આ ઉપરાંત ગુજરાત અને ઉત્તર મધ્ય મહારાષ્ટ્રમાં પણ અલગ અલગ જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. 

હાય હાય..પત્ની ભોજનમાં માસિક ધર્મનું લોહી ભેળવી પતિને ખવડાવતી હતી, પછી જે થયું જાણી હચમચી જશો

યુપી અને દિલ્હીમાં વરસાદનું અનુમાન
IMD એ જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સમગ્ર ઉત્તર-મધ્ય ભારતમાં વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે. આ કારણે ઉત્તર પ્રદેશ, દિલ્હી અને હરિયાણામાં પણ આવનારા દિવસોમાં વરસાદ પડી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More