Home> India
Advertisement
Prev
Next

AIIMS Server Down: 'સાઇબર એટેક હોઈ શકે છે', દિવસભર સર્વર ડાઉન રહ્યાં બાદ દિલ્હી AIIMSનું નિવેદન

Delhi AIIMS Cyber Attack: દિલ્હી એમ્સનું સર્વર આજે સવારે 7 કલાકથી ડાઉન છે. હોસ્પિટલમાં તમામ ઓનલાઇન સેવાઓ ઠપ પડી છે. અહીં મેન્યુઅલ મોડમાં કામ કરવામાં આવી રહ્યું છે. 

AIIMS Server Down: 'સાઇબર એટેક હોઈ શકે છે', દિવસભર સર્વર ડાઉન રહ્યાં બાદ દિલ્હી AIIMSનું નિવેદન

નવી દિલ્હીઃ Cyber security incident at AIIMS: દિલ્હીમાં AIIMS ખાતે વપરાતું નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટરનું ઈ-હોસ્પિટલ સર્વર સવારે 7 વાગ્યાથી ડાઉન છે, જેનાથી OPD અને સેમ્પલ કલેક્શન સેવાઓને અસર થઈ છે. AIIMSના અધિકારીઓએ જણાવ્યું કે આ તમામ સેવાઓ હાલમાં 'મેન્યુઅલ મોડ' પર કામ કરી રહી છે. દિલ્હી AIIMS એ પોતાના નિવેદનમાં કહ્યું છે કે આખો દિવસ સર્વર ડાઉન રહ્યા બાદ આ રેન્સમવેર એટેક હોઈ શકે છે.

AIIMS એ એક નિવેદનમાં જણાવ્યું છે કે AIIMS ખાતે કાર્યરત નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC)ની એક ટીમે માહિતી આપી છે કે તે રેન્સમવેર એટેક હોઈ શકે છે. યોગ્ય કાયદા અમલીકરણ અધિકારીઓ આની તપાસ કરશે. AIIMSના અધિકારીએ જણાવ્યું કે સર્વર બંધ થવાને કારણે સ્માર્ટ લેબ, બિલિંગ, રિપોર્ટ જનરેશન અને એપોઇન્ટમેન્ટ સિસ્ટમ સહિતની OPD અને IPD ડિજિટલ હોસ્પિટલ સેવાઓને અસર થઈ છે.

આ પણ વાંચોઃ Madhya Pradesh: પ્રેમમાં દગો મળ્યો તો ખોલી ચાની દુકાન, નામ રાખ્યું 'M બેવફા ચા વાળો

સેવાઓ બહાલ કરવામાં લાગ્યા અધિકારી
એક અન્ય અધિકારીએ કહ્યું કે ઓપીડી અને સેમ્પલ કલેક્શન સેવાઓ મેન્યુઅલ મોડમાં શરૂ કરવામાં આવી છે. એમ્સે નિવેદનમાં કહ્યું કે ડિજિટલ સેવાઓ ફરી શરૂ કરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે અને ભારતીય કમ્પ્યૂટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (સીઈઆરટી-વન) તથા એનઆઈસીની મદદ લેવામાં આવી રહી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં આ પ્રકારના હુમલા રોકવા માટે એમ્સ અને એનઆઈસી યોગ્ય સાવચેતી રાખશે. સાંજે સાડા સાત કલાક સુધી હોસ્પિટલ સેવાઓ મેન્યુઅલ મોડ પર આપવામાં આવી રહી છે. 

આ માટે સંવેદનશીલ છે મામલો
એમ્સના સર્વરમાં રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, પૂર્વ પ્રધાનમંત્રી અને અન્ય મંત્રીઓ સહિત ઘણી હસ્તિઓનો હેલ્થકેર રેકોર્ડ સાથે જોડાયેલો સંવેદનશીલ ડેટા સેવ રહે છે. તેને લઈને ગોપનીય જાણકારી લીક થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ હોસ્પિટલમાં સેવાઓ મેન્યુઅલ મોડ પર ચાલી રહી છે. એમ્સ તરફથી દિલ્હી પોલીસના સાયબર સેલને સર્વર હેલ થવાની માહિતી મેળવવાના સંબંધમાં ફરિયાદ આપવામાં આવી છે. નેશનલ ઇનફોર્મેટિક્સ સેન્ટર દ્વારા એમ્સનું સર્વર સંચાલિત થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More