Home> India
Advertisement
Prev
Next

નડ્ડાના કાફલા પર હુમલા બાદ CRPFનો બંગાળ પોલીસને પત્ર, કહ્યું- શાહની સુરક્ષામાં ન થાય ચુક


સીઆરપીએફ તરફથી પશ્ચિમ બંગાળ પોલીસને લખવામાં આવેલા પત્રમાં અમિત શાહની યાત્રા દરમિયાન સુરક્ષાની જડબેસલાક વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું છે. 

નડ્ડાના કાફલા પર હુમલા બાદ  CRPFનો બંગાળ પોલીસને પત્ર, કહ્યું- શાહની સુરક્ષામાં ન થાય ચુક

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના ડાયમંડ હાર્બરમાં ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર થયેલા હુમલા બાદ કેન્દ્રીય એજન્સીએ પશ્ચિમ બંગાળ પોલીસને એડવાઇઝરી જાહેર કરી છે. 19 અને 20 ડિસેમ્બરે પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પ્રવાસ પહેલા સીઆરપીએફે પશ્ચિમ બંગાળ પોલીસને પત્ર લખી નડ્ડાના કાફલા પર થયેલા હુમલા વિશે માહિતી શેર કરી છે. સીઆરપીએફે બંગાળ પોલીસને ભૂલમાંથી શીખ લેતા શાહના પ્રવાસ પર સતર્ક રહેવા અને સહયોગ આપવા માટે કહ્યું છે. 

સીઆરપીએફ તરફથી પશ્ચિમ બંગાળ પોલીસને લખવામાં આવેલા પત્રમાં અમિત શાહની યાત્રા દરમિયાન સુરક્ષાની જડબેસલાક વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું છે. તેમાં તે પણ જણાવવામાં આવ્યું છે કે જેપી નડ્ડાના કાફલા પર જે સમયે હુમલો થયો, તે સમયે પૂરતી સુરક્ષા વ્યવસ્થા નહતી. આ પત્રમાં 9 અને 10 ડિસેમ્બરે જેપી નડ્ડાના કાફલા પર થયેલા હુમલાના સંબંધમાં તમામ અન્ય ડિટેલ્સ શેર કરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત, 2 વર્ષમાં દેશ હશે 'ટોલ નાકા મુક્ત'

10 નવેમ્બરે થયો હતો નડ્ડાના કાફલા પર હુમલો
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળના ડાયમંડ હાર્બર ક્ષેત્રના સિરાકોલમાં 10 નવેમ્બરે કથિત ટીએમસી કાર્યકર્તાઓએ નડ્ડાના કાફલા પર પથ્થર ફેંક્યા, જ્યારે તેઓ એક રેલી સંબોધવા ત્યાં જઈ રહ્યા હતા. ભાજપના સૂત્રોએ દાવો કર્યો હતો કે તેમાં કૈલાશ વિજયવર્ગીય સહિત અન્ય ભાજપના નેતાઓને ઈજા થઈ હતી. 

ત્રણ આઈપીએસ અધિકારીઓ પર કાર્યવાહી
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર પાછલા સપ્તાહે થયેલા હુમલા બાદ ડ્યૂટીમાં કથિત બેદરકારીને લઈને કેન્દ્રએ ત્રણ આઈપીએસ ઓફિસરોને કેન્દ્રીય નિમણૂંક પર આવવાના નિર્દેશ આપ્યા છે. આ ક્રમમાં ભારતીય પોલીસ સેવાના ઓફિસરો ભોલાનાથ પાન્ડેય, રાજીવ મિશ્રા અને પ્રવીણ ત્રિપાઠીને કેન્દ્રીય નિમણૂંક આપવામાં આવી હતી, જેને લઈને મમતા બેનર્જી સરકાર અને કેન્દ્ર વચ્ચે મતભેદ થયા છે. 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More