Home> India
Advertisement
Prev
Next

Omicron સંકટ વચ્ચે મહત્વના સમાચાર: બે રસી CORBEVAX, COVOVAX અને કોરોના દવા Molnupiravir ને મળી મંજૂરી

કોરોના વાયરસના વધતા કેસ અને ઓમિક્રોનના સંકટ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાની એક દવા અને બે નવી રસીને મંજૂરી આપી દીધી છે.

Omicron સંકટ વચ્ચે મહત્વના સમાચાર: બે રસી CORBEVAX, COVOVAX અને કોરોના દવા Molnupiravir ને મળી મંજૂરી

નવી દિલ્હી: કોરોના વાયરસના વધતા કેસ અને ઓમિક્રોનના સંકટ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાની એક દવા અને બે નવી રસીને મંજૂરી આપી દીધી છે. ભારતમાં હવે બે નવી રસી CORBEVAX અને COVOVAX ને મંજૂરી મળી છે. આ ઉપરાંત કોરોનાની દવા Molnupiravir ને પણ મંજૂરી મળી છે. 

આ અવસરે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને કહ્યું કે ભારતને અભિનંદન! કોવિડ-19 વિરુદ્ધ લડાઈ મજબૂત બનાવવા માટે CDSCO, સ્વાસ્થ્ય મંત્રાલયે એક જ દિવસમાં CORBEVAX રસી, COVOVAX  રસી અને એન્ટી વાયરલ ડ્રગ Molnupiravir ને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ વધુ એક ટ્વીટમાં જણાવ્યું કે CORBEVAX રસી કોવિડ-19 વિરુદ્ધ ભારતની પહેલી સ્વદેશી રીતે વિક્સિત RBD પ્રોટીન સબ યૂનિટ વેક્સીન છે. જેને હૈદરાબાદ સ્થિત  બાયોલોજિકલ-ઈ દ્વારા બનાવવામાં આવી છે. આ એક હેટ્રિક છે! હવે ભારતમાં ત્રીજી કોરોના રસી પણ વિક્સિત થઈ ચૂકી છે. 

તેમણે પોતાની અન્ય એક ટ્વીટમાં લખ્યું કે નેનોપાર્ટિકલ રસી, COVOVAX નું નિર્માણ પુણે સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા  કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે ટ્વીટમાં લખ્યું કે Molnupiravir, એક એન્ટીવાયરલ ડ્રગ હવે દેશમાં 13 કંપનીઓ દ્વારા કોવિડ-19ના વયસ્ક દર્દીઓની સારવાર અને જેમનામાં બીમારી વધવાનું ઉચ્ચ જોખમ છે, તેમના માટે ઈમરજન્સી સ્થિતિમાં મર્યાદિત રીતે ઉપયોગ માટે નિર્મિત કરવામાં આવશે. 

તેમણે એમ પણ કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ કોવિડ-19 વિરુદ્ધ લડતને પોતે આગળ રહીને લીડ કરી છે. આ તમામ એપ્રુઅલ વૈશ્વિક મહામારી વિરુદ્ધ ગ્લોબલ ફાઈટને મજબૂતી આપશે. આપણી ફાર્મા ઈન્ડસ્ટ્રીઝ સમગ્ર વિશ્વની સંપત્તિ છે. સર્વે ભવન્તુ સુખિન:, સર્વે સંતુ નિરામયા!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More