Home> India
Advertisement
Prev
Next

Covid 19 Cases In India: દેશમાં H3N2ના ખતરા વચ્ચે CORONA વકર્યો, 24 કલાકમાં 524 કેસ નોંધાયા

Covid 19 Cases In India: એક તરફ H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસના કેસમાં તેજી જોવા મળી રહી છે. બીજી તરફ કોરોનાના વધતા જતા કેસ સરકાર માટે ચિંતાનો વિષય છે. જોકે લોકો સમજી શકતા નથી કે તેઓ કોરોનાથી કેવી રીતે સંક્રમિત થઈ રહ્યા છે.

Covid 19 Cases In India: દેશમાં H3N2ના ખતરા વચ્ચે CORONA વકર્યો, 24 કલાકમાં 524 કેસ નોંધાયા

Covid 19 Cases In India: દેશમાં ફરી એકવાર કોરોના ચેપના કેસ વધવા લાગ્યા છે. અહીં એક દિવસમાં 500થી વધુ નવા કેસની પુષ્ટિ થઈ છે. લોકો શરદી અને ગળામાં દુખાવાની ફરિયાદ લઈને હોસ્પિટલ પહોંચી રહ્યા છે. એક તરફ H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસના કેસમાં તેજી જોવા મળી રહી છે. બીજી તરફ કોરોનાના વધતા જતા કેસ સરકાર માટે ચિંતાનો વિષય છે. જોકે લોકો સમજી શકતા નથી કે તેઓ કોરોનાથી કેવી રીતે સંક્રમિત થઈ રહ્યા છે.

કોરોનાના વધતા કેસ
સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, 114 દિવસમાં પહેલીવાર એવું બન્યું છે જ્યારે શનિવારે દેશમાં 500થી વધુ નવા કેસ નોંધાયા છે. છેલ્લા 11 દિવસમાં કોરોના કેસની સંખ્યા હવે બમણી થઈ ગઈ છે. જો કે, ચેપને કારણે મૃત્યુઆંકમાં વધારો થયો નથી. જણાવી દઈએ કે કોરોના સંક્રમણને કારણે છેલ્લા 7 દિવસમાં 6 લોકોના મોત થયા છે.

આ પણ વાંચો:
'ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ' એ રચ્યો ઈતિહાસ, જીત્યો બેસ્ટ શોર્ટ ડોક્યુમેન્ટરીનો એવોર્ડ
ઓસ્કર એવોર્ડ જીતવાનું સપનું તૂટ્યું, 'બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર' ની થઈ જાહેરાત
જેતલસરના બહુચર્ચિત સૃષ્ટી હત્યા કેસમાં આજે ફેંસલાનો દિવસ, 34 ઘા મારી કરાઈ હતી હત્યા

fallbacks

ઘણા સંક્રમિત હોવાની પુષ્ટિ

ગયા વર્ષે 18 નવેમ્બર પછી આ પ્રથમ વખત છે જ્યારે શનિવારે દેશમાં કોરોનાના આટલા કેસ નોંધાયા છે. 524 નવા સંક્રમણના કેસની પુષ્ટિ થયા બાદ છેલ્લા 7 દિવસમાં 2,671 નવા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોવિડ સંક્રમણમાંથી સાજા થવાનો દર 98.80 ટકા છે. અને મૃત્યુ દર 1.19 ટકા છે. જોકે, મૃત્યુઆંકમાં કોઈ વધારો થયો નથી.

H3N2 વાયરસના કેસોમાં વધારો

છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં ઈન્ફલ્યુએન્ઝા H3N2 કેસમાં તેજી જોવા મળી રહી છે. આ ચેપને કારણે અત્યાર સુધીમાં 2 મૃત્યુની પુષ્ટિ થઈ છે. તે જ સમયે, આ વાયરસની અસર દિલ્હી એનસીઆર, પંજાબ અને અન્ય રાજ્યોમાં જોવા મળી રહી છે. લોકોને ભીડમાં જવાનું ટાળવા અને માસ્કનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. ઉપરાંત, સમયાંતરે તમારા હાથ ધોવો અને સેનિટાઇઝર ઉપયોગ કરો.

આ પણ વાંચો:
રસોડામાં રાખેલા આ મસાલા આર્થિક સમસ્યાથી અપાવશે મુક્તિ, ગ્રહ દોષ, વાસ્તુ દોષ થશે દુર
રાશિફળ 13 માર્ચ: આ જાતકોને ગ્રહ ગોચર અકલ્પનીય સફળતા અપાવશે, સુખ-સંપત્તિ વધશે

કૂવામાં પડેલો શ્વાન-બિલાડી દોઢ વર્ષ પાણી વગર જીવતો રહ્યો, એંઠવાડો ખાઈને આપી માત

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More