Home> India
Advertisement
Prev
Next

CAAને સંવૈધાનિક જાહેર કરવાની માંગ, સુપ્રીમે કહ્યું દેશ આકરા સમયમાંથી પસાર થઇ રહ્યો છે

સુપ્રીમ કોર્ટે નાગરિકતા સંશોધન કાયદો (CAA) ને સંવૈધાનિક જાહેર કરવાની માંગ કરતી અરજી પર તત્કાલ સુનવણીનો ઇન્કાર કરી દીધો. કોર્ટે કહ્યું કે, હાલ સ્થિતી દેશ આકરા સમયમાંથી પસાર થઇ રહી છે અને ખુબ જ વધારે હિંસા થઇ રહી છે. ચીફ જસ્ટિસ એસ.એ બોબડે, જસ્ટિસ બી.આર ગવઇ અને જસ્ટિસ સૂર્યકાંતની પીઠે અરજી પર પરેશાની વ્યક્ત કરતા કહ્યું કે, પહેલીવાર કોઇ કાયદાને સંવૈધાનિક જાહેર કરવા માટેની અપીલ કરી રહ્યા છે.

CAAને સંવૈધાનિક જાહેર કરવાની માંગ, સુપ્રીમે કહ્યું દેશ આકરા સમયમાંથી પસાર થઇ રહ્યો છે

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે નાગરિકતા સંશોધન કાયદો (CAA) ને સંવૈધાનિક જાહેર કરવાની માંગ કરતી અરજી પર તત્કાલ સુનવણીનો ઇન્કાર કરી દીધો. કોર્ટે કહ્યું કે, હાલ સ્થિતી દેશ આકરા સમયમાંથી પસાર થઇ રહી છે અને ખુબ જ વધારે હિંસા થઇ રહી છે. ચીફ જસ્ટિસ એસ.એ બોબડે, જસ્ટિસ બી.આર ગવઇ અને જસ્ટિસ સૂર્યકાંતની પીઠે અરજી પર પરેશાની વ્યક્ત કરતા કહ્યું કે, પહેલીવાર કોઇ કાયદાને સંવૈધાનિક જાહેર કરવા માટેની અપીલ કરી રહ્યા છે.

16 દેશોનું પ્રતિનિધિમંડળ પહોંચ્યું કાશ્મીર, સ્થાનિક લોકોએ મોદી સરકારનાં કર્યા ભરપેટ વખાણ

પીઠે કહ્યું કે, તેઓ હિંસા અટક્યા બાદ સીએએની સંવૈધાનિકતાને પડકારતી અરજી પર સુનવણી કરશે. ચીફ જસ્ટિસે કહ્યું કે, આ સમયે એટલી વધારે હિંસા થઇ રહી છે અને દેશ આકરા સમયમાંથી પસાર થઇ રહ્યો છે અને અમારો પ્રયાસ શાંતિ માટે હોવો જોઇએ. આ કોર્ટનું કામ કાયદાની વૈધતા નિર્ધારિત કરવાનું છે, તેને સંવૈધાનિક કે અસંવૈધાનિક જાહેર કરવાનું નહી. જસ્ટિસની આ ટિપ્પણી તેવા સમયે કરી જ્યારે વકીલ વિનીત ઢાંડાએ સીએએને સંવૈધાનિક જાહેર કરવા અને તમામ રાજ્યોને આ કાયદા પર અમલ કરવા માટેનાં નિર્દેશો આપવા માટે દાખલ અરજી પર ઝડપી સુનવણી કરવા માટે અપીલ કરી હતી. આ અરજીમાં અફવા ફેલાવવા માટે કાર્યકર્તાઓ, વિદ્યાર્થીઓ અને મીડિયા હાઉસ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેની અપીલ પણ કરવામાં આવી હતી.

બીજી પૃથ્વી પર જવા માટે તૈયાર છો? નાસાએ શોધી કાઢ્યો આપણી જેવો બીજો ગ્રહ !

સુપ્રીમ કોર્ટ 18 ડિસેમ્બરે સીએએની સંવૈધાનિકતા માટે તૈયાર થઇ ગયું હતું પરંતુ તેણે તેના અમલ પર પ્રતિબંધનો ઇન્કાર કરી દીધો. નાગરિકતા સંશોધન કાયદા હેઠળ 31 ડિસેમ્બર, 2014 સુધી પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા હિંદુ, શીખ, ક્રિશ્ચિયન, પારસી, જૈન અને બૌદ્ધ સમુદાયનાં સભ્યોને ભારતની નાગરિકતા આપવા માટેનું પ્રાવધાન છે.

Big News: દિલ્હીમાંથી ISISના 3 આતંકીઓ પકડાયા

સુપ્રીમ કર્ટે આ કાયદાને પડકારનારી 59 અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ ઇશ્યું કરી હતી અને તેને જાન્યુઆરીનાં બીજા અઠવાડીયામાં સુનવણી માટેની તારીખ આપી હતી. આ કાયદાની યોગ્યતાને પડકારનારા લોકો પૈકી કોંગ્રેસનાં જયરામ રમેશ, તૃણમુલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા, રાજદ નેતા મનોજ ઝા, એઆઇએમઆઇએમનાં નેતા અસદુદ્દીન ઓવૈસી, ઇન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગ, પીસ પાર્ટી, કમ્યુનિસ્ટ પાર્ટી, બિન સરકારી સંગઠન રિહાઇ મંચ અને સિટીઝન્સ અગેન્સ્ટ હેટ, એડ્વોકેટ મનોહરલાલ શર્મા અને કાયદાનાં કેટલાક વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More