Home> India
Advertisement
Prev
Next

Corona Vaccine: સ્વાસ્થ્ય મંત્રીએ લોકોની શંકાઓ દૂર કરી, કહ્યું- રસી સંપૂર્ણ રીતે સુરક્ષિત અને અસરકારક

સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને (Health Minister Dr. Harsh Vardhan) સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા  COVID-19 વેક્સિનને લઈને સંકોચ સંબંધિત મુદ્દાના સમાધાન માટે તૈયાર કરેલા પોસ્ટર જારી કર્યા છે. સ્વાસ્થ્ય મંત્રીએ લોકોને આ પોસ્ટરોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અને તેને એક વ્યાપક અભિયાન બનાવવાનો આગ્રહ કર્યો છે. 

Corona Vaccine: સ્વાસ્થ્ય મંત્રીએ લોકોની શંકાઓ દૂર કરી, કહ્યું- રસી સંપૂર્ણ રીતે સુરક્ષિત અને અસરકારક

નવી દિલ્હીઃ દેશમાં કોરોના રસીકરણ (Corona vaccination) ની શરૂઆત થઈ ચુકી છે. આ વચ્ચે દેશમાં ઘણા લોકોના મનમાં વેક્સિન લગાવવાને લઈને શંકાઓ છે. કોરોના વેક્સિન (Corona Vaccine) ને લઈને શંકાઓ દૂર કરવા માટે હવે દેશના સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન (Health Minister Dr. Harsh Vardhan) ખુદ સામે આવ્યા છે. તેમણે લોકોને અપીલ કરી કે તેઓ કોરોના વેક્સિનને લઈને અફવાઓ પર ધ્યાન ન આપે, રસી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને અસરકારક છે. 

સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને (Health Minister Dr. Harsh Vardhan) સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા  COVID-19 વેક્સિનને લઈને સંકોચ સંબંધિત મુદ્દાના સમાધાન માટે તૈયાર કરેલા પોસ્ટર જારી કર્યા છે. સ્વાસ્થ્ય મંત્રીએ લોકોને આ પોસ્ટરોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અને તેને એક વ્યાપક અભિયાન બનાવવાનો આગ્રહ કર્યો છે. 

તેમણે કહ્યું કે, આ રસીકરણ અભિયાન (Corona vaccination) સ્વાસ્થ્ય ક્ષેત્રના દર્પણના રૂપમાં કામ કરી રહ્યું છે. ભૂતકાળમાં ભારત શીતળા અને પોલિયો જેવી ઘાતક બીમારીઓને દૂર કરવામાં સફળ રહ્યું હતું. તેથી મારૂ માનવું છે કે આપણે હવે કોરોના વાયરસના તાબૂતમાં છેલ્લો ઘા કરી રહ્યાં છીએ. સાથે તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો કે રસી સંપૂર્ણ રીતે સુરક્ષિત અને અસરકારક છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યુ કે, સામાન્ય સાઇડ ઇફેક્ટ સામાન્ય રીતે સામે આવે છે અને આ કોઈપણ  વેક્સિનેશનમાં જોવા મળે છે. 

આ પણ વાંચો- PM મોદી લેશે કોરોનાની રસી, રસી અંગે સવાલ ઉઠાવનારાઓને જડબાતોડ જવાબ

મંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલા પોસ્ટર અને ચોપાનિયાએ માન્યતા વધારવા માટે #Largest Vaccination Drive નો ઉપયોગ કર્યો. કેન્દ્રીય મંત્રીએ પોસ્ટર જારી કરતા કહ્યું કે, જાન્યુઆરીના મહિનામાં, મારૂ માનવું છે કે આપણે સંતોષકારક કામ કર્યું છે. તમામ ડોક્ટરો અને ફ્રંટલાઇન કાર્યકર્તાઓએ કોઈપણ બેદરકારી વગર પોતાના દર્દીઓની સુરક્ષા માટે સતત કામ કર્યું છે. 

હર્ષવર્ધને ડોક્ટરો, વૈજ્ઞાનિકો અને સ્વાસ્થ્ય નિષ્ણાંતોની ટીમનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે, રસી- કોવેક્સીન અને કોવિશીલ્ડનો ઉપયોગ કરવો સુરક્ષિત છે. તથા સામાન્ય આડઅસર કોઈપણ પ્રક્રિયામાં થતી હોય છે. 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More