Home> India
Advertisement
Prev
Next

Corona Update: રોકેટ ગતિથી વધી રહેલા કોરોનાના કેસે સરકારની ચિંતા વધારી, જાણો લેટેસ્ટ સ્થિતિ

દેશમાં કોરોનાના નવા કેસ રોકેટ ગતિથી વધી રહ્યા છે. આ ડરામણી સ્પીડ જોઈને કેન્દ્ર અને રાજ્ય સરકારોની ચિંતા વધી ગઈ છે.

Corona Update: રોકેટ ગતિથી વધી રહેલા કોરોનાના કેસે સરકારની ચિંતા વધારી, જાણો લેટેસ્ટ સ્થિતિ

Corona Update: દેશમાં કોરોનાના નવા કેસ રોકેટ ગતિથી વધી રહ્યા છે. આ ડરામણી સ્પીડ જોઈને કેન્દ્ર અને રાજ્ય સરકારોની ચિંતા વધી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 17 હજારથી વધુ નવા દર્દીઓ નોંધાયા છે. જેને પગલે એક્ટિવ કેસની સંખ્યા પણ સતત વધી રહી છે. 

દેશભરમાંથી નોંધાયા આટલા નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 17,336 કેસ નોંધાયા છે. જેને પગલે હવે કોરોનાના કુલ કેસની સંખ્યા 4,33,62,294 પર પહોંચી ગઈ છે. ગઈ કાલના આંકડા સાથે સરખામણી કરીએ તો ગુરુવારે દેશભરમાંથી કોરોનાના નવા 13,313 કેસ નોંધાયા હતા. દેશમાં એક દિવસમાં 13 લોકોના મોત પણ થયા છે. અત્યાર સુધીમાં કોરોનાથી થયેલા કુલ મૃત્યુની સંખ્યા 524954 થઈ ગઈ છે. 

કોરોનાના એક્ટિવ કેસમાં નોંધપાત્ર વધારો
કોરોના સંક્રમણ વધતા એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો થયો છે અને હવે તે 88284 પર પહોંચી ગઈ છે. ગઈ કાલે આ સંખ્યા 83990 હતી. અત્રે જણાવવાનું કે દેશમાં પાંચ રાજ્યો કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક જોવા મળી રહી છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More