Home> India
Advertisement
Prev
Next

Maharashtra Unlock: વેક્સિનના બંને ડોઝ લઈ ચુકેલા લોકોને હવે મુંબઈ એરપોર્ટ પર નેગેટિવ RT-PCR રિપોર્ટની જરૂર નથી

Maharashtra Unlock Update: મહારાષ્ટ્ર સરકારે મંગળવારે કહ્યું કે, જે ઘરેલુ યાત્રીઓએ કોરોના રસીના બંને ડોઝ લીધા છે તો તેને મુંબઈ એરપોર્ટ પર આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટની જરૂર નથી. 

Maharashtra Unlock: વેક્સિનના બંને ડોઝ લઈ ચુકેલા લોકોને હવે મુંબઈ એરપોર્ટ પર નેગેટિવ RT-PCR રિપોર્ટની જરૂર નથી

મુંબઈઃ Maharashtra Unlock Update: મહારાષ્ટ્ર સરકારે મંગળવારે કહ્યું કે, જે ઘરેલુ યાત્રીઓએ કોરોના રસીના બંને ડોઝ લઈ લીધા છે તેને મુંબઈ એરપોર્ટ પર પ્રવેશ કરવા માટે નેગેટિવ RTPCR રિપોર્ટની જરૂર નથી. મહત્વનું છે કે સરકારે પહેલા જારી કરેલા દિશાનિર્દેશો અનુસાર મુંબઈ એરપોર્ટમાં ઘરેલુ ઉડાનોથી આવનારા દરેક પ્રવાસીઓ માટે આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ જરૂરી હતો.  RT-PCR રિપોર્ટ મુંબઈ પહોંચ્યાના 48 કલાકે પહેલાનો જરૂરી હતો. 

આ પહેલા આજે BMC કમિશનર ઇકબાલ સિંહ ચહલે મહારાષ્ટ્રના મુખ્ય સચિવને પત્ર લખ્યો હતો અને ભલામણ કરી હતી કે મુંબઈ આવનારા રસીકરણ કરાવેલા તમામ લોકોને આરટી-પીસીઆર ટેસ્ટથી છૂટ આપવામાં આવે. 

આ પણ વાંચોઃ કોરોનાને કારણે Kanwar Yatra 2021 રદ્દ, ઉત્તરાખંડ સરકારનો મોટો નિર્ણય  

એક દિવસ પહેલા રાજ્યની સ્થિતિને લઈને સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી હતી. રાજેશ ટોપેએ મુખ્યમંત્રી ઠાકરેને લોકોને રાહત આપવા માટે અથવા તો પ્રતિબંધોને સંપૂર્ણ પણે હટાવી લેવા અથવા ફરી ત્રીજી લહેરની આસંકા વચ્ચે લૉકડાઉન (Maharashtra Lockdown) ને વધુ કડક કરવાની વાત કરી છે. રિપોર્ટ પ્રમાણે ટોપેએ વર્ચ્યુઅલ બેઠકમાં મુખ્યમંત્રી ઠાકરેને આ મામલા પર જલદી નિર્ણય લેવાનું કહ્યું છે.

રાજેશ ટોપેએ કહ્યુ હતુ કે મુખ્યમંત્રીને મહામારી અને લૉકડાઉનની વર્તમાન સ્થિતિ વિશે માહિતી આપી. ટોપેએ કહ્યુ કે, તેમણે મુખ્યમંત્રી ઠાકરેને રાજ્યમાં કેટલાક પ્રતિબંધોને કારણે સામાન્ય જનતાને થનારી સમસ્યાઓ વિશે માહિતી આપી છે. આ સિવાય તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે રાજ્યમાં કોવિડ-19 કેસની સંખ્યા પર ચિંતા વ્યક્ત કરી છે. આ પ્રકારે આવનારા દિવસોમાં બધા પાસા પર વિચાર કરી બાદમાં મુખ્યમંત્રી દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More