Home> India
Advertisement
Prev
Next

બાયોટેકનો દાવો, કોરોના વાયરસના નવા સ્ટ્રેનના મ્યૂટેશનને ખતમ કરનારી વેક્સિન 6 સપ્તાહમાં બની જશે

કોરોના વાયરસના બદલાયેલા રૂપને લઈને લોકોના મનમાં અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે. તેમાં એક સવાલ તે પણ છે કે શું કોરોનાની હાલની વેક્સિન કોવિડ-19ના બદલાયેલા સ્વરૂપ સામે લડવા માટે સક્ષમ છે કે નહીં?

બાયોટેકનો દાવો, કોરોના વાયરસના નવા સ્ટ્રેનના મ્યૂટેશનને ખતમ કરનારી વેક્સિન 6 સપ્તાહમાં બની જશે

નવી દિલ્હીઃ કોરોના વાયરસના નવા સ્ટ્રેન (બદલાયેલુ રૂપ)એ વિશ્વમાં ડર ઉભો કરી દીધો છે. ઘણા દેશોએ પોતાની સરહદો સીલ કરવાનો નિર્ણય લીધો છે. ભારતે પણ કોરોના વાયરસના આ નવા ખતરાનો સામનો કરવા માટે રણનીતિ તૈયાર કરી લીધી છે. આ વચ્ચે બાયોટેક (BioNTech)એ સારા સમાચાર આપ્યા છે. બાયોટેકે દાવો કર્યો છે કે તે કોરોના વાયરસ મ્યૂટેશનને ખતમ કરનારી વેક્સિન છ સપ્તાહમાં બનાવી શકે છે. તેથી લોકોએ ડરવાની જરૂર નથી. 

હકીકતમાં કોરોના વાયરસના બદલાયેલા રૂપને લઈને લોકોના મનમાં અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે. તેમાં એક સવાલ તે પણ છે કે શું કોરોનાની હાલની વેક્સિન કોવિડ-19ના બદલાયેલા સ્વરૂપ સામે લડવા માટે સક્ષમ છે કે નહીં? પરંતુ નિષ્ણાંતો પ્રમાણે હાલની વેક્સિન કોરોનાના આ બદલાયેલા સ્વપૂરથી લડવામાં સક્ષમ છે. 

આ પણ વાંચોઃ કૃષિ મંત્રી વાતચીત માટે તૈયાર પરંતુ કિસાનોએ ટાળ્યો નિર્ણય, કોંગ્રેસ ખખડાવશે રાષ્ટ્રપતિ ભવનનો દરવાજો  

સીએસઆઇઆરના ડીજી ડોક્ટર શેખર માંડેનું કહેવુ છે કે, સામાન્ય રીતે માનવામાં આવે છે કે વેક્સિન વાયરસથી કોઈપણ ઉત્પરિવર્તન સામે લડવા માટે છે, કારણ કે આ સામાન્ય ઉત્પરિવર્તન છે. શરીરમાં પેદા થનારા એન્ટીબોડી સંપૂર્ણ વાયરસ વિરુદ્ધ હોય છે. સિદ્ધાંત રૂપમાં વેક્સિન ઉત્પરિવર્તિત વાયરસ વિરુદ્ધ પ્રભાવી હશે. 

કોરોના વાયરસની વેક્સિન બનાવનારી કંપનીઓ હજુ સુધી તે વાતનો સ્પષ્ટ જવાબ આપી શકી નથી કે શું તેની રસી વાયરસના બદલાયેલા સ્વરૂપ સામે લડવામાં સક્ષમ છે? BioNTech કંપનીના સહ-સંસ્થાપક ઉગર સાહિનનું કહેવુ છે કે વૈજ્ઞાનિક રૂપથી તે વાતની સંભાવના ખુબ વધુ છે કે આ વેક્સિનની પ્રતિરક્ષા ક્ષમતા વાયરસના બદલાયેલા સ્વરૂપનો પણ સામનો કરી શકે છે. 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More