Home> India
Advertisement
Prev
Next

કોરોનાની ભયજનક સ્થિતિ, છેલ્લા 24 કલાકમાં 57 હજારથી વધારે કેસ, 764ના મોત

દેશમાં કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા 17 લાખની આસપાસ પહોંચી ગયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સૌથી વધારે 57,118 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ 16,95,988 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં સાજા થયેલા સંક્રમિત દર્દીઓની સંખ્યા 10,94,374 સુધી પહોંચી ગઇ છે.

કોરોનાની ભયજનક સ્થિતિ, છેલ્લા 24 કલાકમાં 57 હજારથી વધારે કેસ, 764ના મોત

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા 17 લાખની આસપાસ પહોંચી ગયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સૌથી વધારે 57,118 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ 16,95,988 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં સાજા થયેલા સંક્રમિત દર્દીઓની સંખ્યા 10,94,374 સુધી પહોંચી ગઇ છે.

આ પણ વાંચો:- Exclusive: શ્રીરામ મંદિરના પાયામાં ચાંદીનો કાચબો અને તેની ઉપર શેષનાગ મૂકવામાં આવશે

દેશભરમાં કોરોનાથી અત્યાર સુધી 36511 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાથી 764 લોકોના મોત થયા છે. જો કે, રિકવરી રેટ 64.52 ટકા થઇ ગયો છે.

31 જુલાઇ સુધી દેશભરમાં 1,39,58,659 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ થઇ ગયું છે. છેલ્લા એક દિવસમાં એટલે કે 31 જુલાઇના 5,25,689 સેમ્પલની તપાસ કરી. આ આંકડા ગુરૂવારથી ઓછા છે. દેશમાં કોરોના પોઝિટિવ રેટ 10.86 ટકા છે. ગુરૂવારથી પોઝિટિવ રેટમાં લગભગ 2 ટકાનો વધારો થયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More