Home> India
Advertisement
Prev
Next

કોવિડ-19: ભારતમાં સંક્રમિતોની સંખ્યા 21 હજારને પાર, 681 લોકોએ જીવ ગુમાવ્યાં

ભારતમાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓનો આંકડો 21 હજારને પાર પહોંચી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટના આંકડા મુજબ દેશમાં કોવિડ-19 સંક્રમણના કુલ 21,393 કેસ સામે આવ્યાં છે. આ સાથે જ મહામારીના કારણે અત્યાર સુધીમાં 681 લોકોના મોત થયા છે. 

કોવિડ-19: ભારતમાં સંક્રમિતોની સંખ્યા 21 હજારને પાર, 681 લોકોએ જીવ ગુમાવ્યાં

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓનો આંકડો 21 હજારને પાર પહોંચી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટના આંકડા મુજબ દેશમાં કોવિડ-19 સંક્રમણના કુલ 21,393 કેસ સામે આવ્યાં છે. આ સાથે જ મહામારીના કારણે અત્યાર સુધીમાં 681 લોકોના મોત થયા છે. 

કોરોના મહામારીના મૌલાના સાદનું બચવું હવે મુશ્કેલ, બેન્ક ખાતાના સીક્રેટ 'આઉટ'

મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશમાં કોરોના વાયરસ સંક્રમણના અત્યાર સુધી કુલ 4258 દર્દીઓ સાજા થયા છે. કોરોના સંક્રમણના કારણે દેશભરમાં 681 લોકોએ જીવ ગુમાવ્યાં છે. દેશમાં કોરોનાના પોઝિટિવ કેસના મામલે મહારાષ્ટ્ર ટોચ પર છે. જ્યાં સૌથી વધુ 5652 કેસ છે. જ્યારે 269 લોકોએ જીવ ગુમાવ્યાં છે. ગુજરાતમાં કુલ સંક્રમણના 2407 કેસ છે જેમાં 103 લોકોના મોત થયા છે. ત્રીજા સ્થાને 48 મૃત્યુ અને કુલ 2248 કેસ સાથે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીનો નંબર આવે છે. 

અન્ય રાજ્યોની વાત કરીએ તો રાજસ્થાનમાં 1890 કેસ, તામિલનાડુમાં 1629 કેસ, ઉત્તર પ્રદેશમાં 1449 અને મધ્ય પ્રદેશમાં કુલ 1592 સંક્રમણના કેસ સામે આવ્યાં છે. 

દુનિયામાં કોરોનાના દર્દીઓની સંખ્યા 26 લાખને પાર
દુનિયામાં કોરોનાના સંક્રમિતોની સંક્યા હવે વધીને 26,37,681 થઈ ગઈ છે. જ્યાીરે 1,84,220 લોકોએ કોરોનાના કારણે પોતાના જીવ ગુમાવ્યાં છે. આ દરમિયાન 7,17,759 લોકો સાજા થઈને ઘરે પાછા ફર્યા છે. 

સમગ્ર દુનિયામાં અમેરિકા, સ્પેન, ઈટાલી, ફ્રાન્સ, જર્મની અને યુકે સૌથી વધુ કોરોના પ્રભાવિત દેશો છે. અમેરિકામાં તો સંક્રમિતો અને તેનાથી જીવ ગુમાવનારાઓની સંખ્યા નવા રેકોર્ડ બનાવે છે. 

જુઓ LIVE TV

છેલ્લા 24 કલાકમાં 1738 લોકોના મૃત્યુ
કોરોના આમ જોવા જઈએ તો પેદા ચીનમાં થયો પરંતુ હવે દુનિયામાં સૌથી વધુ તબાહી તેણે ચીનથી 11 હજાર કિલોમીટર દૂર અમેરિકામાં મચાઈ છે. અમેરિકામાં અત્યાર સુધીમાં સાડા આઠ લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. અહીં સંક્રમિતોની સંખ્યા 8,48,994 અને મૃતકોની સંખ્યા 47,676 પાર ગઈ છે. રિકવર થનારાઓની સંખ્યા 84,050 છે. 

અમેરિકામાં જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીની જાણકારી મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી 1738 લોકોના મોત થયા છે. જો કે આ અગાઉ એક જ દિવસમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા કરતા તે ઓછી છે. 

એકલા અમેરિકામાં જ  અત્યાર સુધીમાં 42 લાખ ટેસ્ટિંગ થયા છે. ડબલ્યુએચઓના જણાવ્યાં મુજબ વ્યાપક સ્તર અને મોટી સંખ્યામાં પરીક્ષણ કરાવવાની સુવિધા વિક્સિત કરવામાં અમેરિકા સૌથી આગળ છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More