Home> India
Advertisement
Prev
Next

Coronavirus ના કેસ ફરી વધ્યા, 24 કલાકમાં સામે આવ્યા 41,831 નવા કેસ, 541 લોકોના મોત

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં 24 કલાકમાં કોરોનાથી 39 હજાર 258 લોકો સાજા થયા છે. ત્યારબાદ સાજા થનાર લોકોની સંખ્યા વધીને 3 કરોડ 8 લાખ 20 હજાર 521 થઇ ગઇ છે.

Coronavirus ના કેસ ફરી વધ્યા, 24 કલાકમાં સામે આવ્યા 41,831 નવા કેસ, 541 લોકોના મોત

નવી દિલ્હી: Coronavirus Today: દેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેર યથાવત છે. ગત 24 કલાકમાં કોરોના વાયરસના 41 હજાર 831 નવા કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 541 લોકોના મોત થઇ ગયા છે. દેશમાં અત્યાર સુધી આ જીવલેણ બિમારીથી 4 લાખ 24 351 લોકોના મોત થયા છે. જાણો દેશમાં કોરોનાની તાજા સ્થિતિ શું છે. 

ગત 24 કલાકમાં કોરોનાથી 39 હજાર 258 લોકો સાજા થયા
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં 24 કલાકમાં કોરોનાથી 39 હજાર 258 લોકો સાજા થયા છે. ત્યારબાદ સાજા થનાર લોકોની સંખ્યા વધીને 3 કરોડ 8 લાખ 20 હજાર 521 થઇ ગઇ છે. દેશમાં અત્યાર સુધી કોરોનાના 3 કરોડ 16 લાખ 55 હજાર 824 કેસ સામે આવી ગયા છે. 

Tokyo Olympics 2020:બોક્સિંગમાં ભારતને મળી વધુ એક નિરાશા, સતીશ કુમારની ક્વાર્ટર ફાઇનલમાં હાર

કેરલમાં 5 દિવસોની અંદર એક લાખ કેસ
કેરલમાં ગત 24 કલાકની અંદર કોરોનાના 20 હજાર 624 નવા કેસ નોંધાયા છે, જેથી ગત પાંચ વર્ષોમાં કુલ નવા કેસ એક લાખથી વધુ થઇ ગયા છે. આ સતત પાંચમો દિવસ છે. જ્યારે રાજ્યમાં 20,000 થી વધુ કેસ નોંધાયા છે. અહીં 16,865 લોકો સાજા થયા છે, જ્યારે કુલ મૃત્યું સંખ્યા 16 હજાર 781 થઇ ગઇ છે. 

Weather Update: Delhi માં વાતાવરણ બન્યું રંગીન, આજે આવી રહેશે અન્ય રાજ્યોની સ્થિતિ

દેશમાં રસીકરણની સ્થિતિ
કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે દેશમાં લોકોને અત્યાર સુધી કોરોનાની રસીના 46 કરોડ 72 કરોડ લાખ 59 હજાર 775 ડોઝ આપવામાં આવ્યા છે. ગઇકાલે રસીના કુલ 53 લાખ 72 હજાર 302 ડોઝ આપવામાં આવ્યા છે, જેમાં 38 લાખ 22 હજાર 241 લોકોએ પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More