Home> India
Advertisement
Prev
Next

Coronavirus : 15 ઓગસ્ટે લોન્ચ થનારા રસી પર નિષ્ણાંતો શા માટે આશંકા વ્યક્ત કરી રહ્યા છે !

ભારતીય આયુર્વિજ્ઞાન સંશોધન પરિષદ (ICMR) દ્વારા કોરોના વાયરસ (Coronavirus) નું સ્વદેશી વેક્સિન ચિકિત્સકીય ઉપયોગ માટે 15 ઓગષ્ટ સુધીમાં ઉપલબ્ધ કરાવવા માટેની મંશાથી ભારત સરકારને અપીલ કરી છે કે, તેઓ બાયોટેકનાં સહયોગથી વિકસિત કરવામાં આવી રહેલી સંભવિત કોવેક્સીનનાં પરીક્ષણને મંજુરી આપવાની પ્રક્રિયાને ઝડપી બનાવે. જો કે નિષ્ણાંતોનું માનવું છે કે, આ પ્રકારે સમયસીમા યથાર્થવાદી નથી. હાલનાં સમયમાં ક્લિનિકલ ટ્રાયલ માટે 12 સ્થળોની ઓળખ કરવામાં આવી છે અને આઇસીએમઆરએ હોસ્પિટલ અને મુખ્ય સંશોધકોને તે સુનિશ્તિ કરવા માટે કહ્યું કે, વિષય અનુસંધાને ઉમેદવારી 7 જુલાઇ પહેલા ચાલુ થઇ જાય.

Coronavirus : 15 ઓગસ્ટે લોન્ચ થનારા રસી પર નિષ્ણાંતો શા માટે આશંકા વ્યક્ત કરી રહ્યા છે !

નવી દિલ્હી : ભારતીય આયુર્વિજ્ઞાન સંશોધન પરિષદ (ICMR) દ્વારા કોરોના વાયરસ (Coronavirus) નું સ્વદેશી વેક્સિન ચિકિત્સકીય ઉપયોગ માટે 15 ઓગષ્ટ સુધીમાં ઉપલબ્ધ કરાવવા માટેની મંશાથી ભારત સરકારને અપીલ કરી છે કે, તેઓ બાયોટેકનાં સહયોગથી વિકસિત કરવામાં આવી રહેલી સંભવિત કોવેક્સીનનાં પરીક્ષણને મંજુરી આપવાની પ્રક્રિયાને ઝડપી બનાવે. જો કે નિષ્ણાંતોનું માનવું છે કે, આ પ્રકારે સમયસીમા યથાર્થવાદી નથી. હાલનાં સમયમાં ક્લિનિકલ ટ્રાયલ માટે 12 સ્થળોની ઓળખ કરવામાં આવી છે અને આઇસીએમઆરએ હોસ્પિટલ અને મુખ્ય સંશોધકોને તે સુનિશ્તિ કરવા માટે કહ્યું કે, વિષય અનુસંધાને ઉમેદવારી 7 જુલાઇ પહેલા ચાલુ થઇ જાય.

ધર્મ ચક્ર દિવસ પર પીએમનું સંબોધન, 2020ને લઈને હું આશાવાદ છું, આ આશા યુવાઓ પાસેથી મળે છે

ભારતનાં પહેલા સ્વદેશી સંભવિત કોવિડ 19 કોવેક્સિનને ડીસીજીઆઇનાં માનક પર પરીક્ષણનાં હાલમાં અનુમતી મળી છે. કોવૈકસીનને હૈદરાબાદની કંપની ભારત બાયોટેક દ્વારા આઇસીએેમઆર અને રાષ્ટ્રીય વિષાણુ વિજ્ઞાન સંસ્થા (NIV)સાથે મળીને વિકસિત કરી છે. તે ઉપરાંત કેડિલા હેલ્થકેર લિમિટેડનો હિસ્સો જાયડસે શુક્રવારે નિવેદ બહાર પાડીને કહ્યું કે, આ અધિકારીઓને કોવિડ 19 રસી માટે માનવીય પરીક્ષણની પરવાનગી મળી છે. 

Kanpur Shootout Case: હિસ્ટ્રીશીટર વિકાસ દૂબેને શોધવા 25 ટીમ કામે લાગી, 500 નંબર ટ્રેસ કરાયા

જાયડસે કહ્યું કે, સંભવિત વૈકસિન આઇકોવ-ડીનું જાનવરો પર અભ્યાસમાં મજબુત પ્રતિરોધક ક્ષમા દેખાણી અને તેના કારણે ઉત્પાદીત એન્ટીબોડી વાયરસને સંપુર્ણ નિષ્ક્રિય કરવામાં સક્ષમ હતા. આઇસીએમઆરનાં મહાનિર્દેશક ડોક્ટર બલરામ ભાર્ગવે 12 સ્થળો પર મુખ્ય સંશોધખોને લખેલા પત્રમાં કોવૈક્સિનમાં દેશમાં વિકસિત પ્રથમ રસી હોવાનો ઉલ્લેખ કરતા તેને હાઇપ્રાયોરિટી ધરાવતી યોજના ગણાવી હતી. જેના પર સરકાર પોતે સીધી નજર રાખી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More