Home> India
Advertisement
Prev
Next

Covaxin: દેશભરમાંથી 50 લોકોને દેશી કોરોના રસીનો પહેલો ડોઝ અપાયો, PGI રોહતકના પરિણામોએ કર્યો આશાનો સંચાર

ભારતની પહેલી કોરોના વાયરસ રસી Covaxin ની હ્યુમન ટ્રાયલ પૂરપાટ ઝડપે ચાલી રહી છે. પીજીઆઈ રોહતકમાં હ્યુમન ટ્રાયલ ફેઝ 1નો પહેલો પાર્ટ પૂરો થઈ ગયો છે. દેશભરમાંથી 50 લોકોને આ રસીનો પહેલો ડોઝ અપાયો છે. શનિવારે પીજીઆઈ રોહતકના વૈજ્ઞાનિકોએ બીજા તબક્કાની તૈયારી શરૂ કરી દીધી. તેમણે વધુ 6 લોકોને રસીનો ડોઝ આપ્યો છે. ટ્રાયલ ટીમમાં પ્રિન્સિપાલ ઈન્વેસ્ટિગેટર ડો.સવિતા શર્માએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે વેક્સિન ટ્રાયલના પ્રાથમિક પરિણામો 'ઉત્સાહવર્ધક' છે.

Covaxin: દેશભરમાંથી 50 લોકોને દેશી કોરોના રસીનો પહેલો ડોઝ અપાયો, PGI રોહતકના પરિણામોએ કર્યો આશાનો સંચાર

રોહતક: ભારતની પહેલી કોરોના વાયરસ રસી Covaxin ની હ્યુમન ટ્રાયલ પૂરપાટ ઝડપે ચાલી રહી છે. પીજીઆઈ રોહતકમાં હ્યુમન ટ્રાયલ ફેઝ 1નો પહેલો પાર્ટ પૂરો થઈ ગયો છે. દેશભરમાંથી 50 લોકોને આ રસીનો પહેલો ડોઝ અપાયો છે. શનિવારે પીજીઆઈ રોહતકના વૈજ્ઞાનિકોએ બીજા તબક્કાની તૈયારી શરૂ કરી દીધી. તેમણે વધુ 6 લોકોને રસીનો ડોઝ આપ્યો છે. ટ્રાયલ ટીમમાં પ્રિન્સિપાલ ઈન્વેસ્ટિગેટર ડો.સવિતા શર્માએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે વેક્સિન ટ્રાયલના પ્રાથમિક પરિણામો 'ઉત્સાહવર્ધક' છે.

દેશમાં બનેલી કોરોનાની સસ્તી અને પ્રભાવી દવા લોન્ચ માટે તૈયાર

દિલ્હી એમ્સ સામે આવી મુશ્કેલી
Covaxinની સૌથી મોટી ટ્રાયલ દિલ્હી એમ્સમાં ચાલી રહી છે. પહેલા તબક્કામાં અહીં 100 વોલેન્ટિયર્સ પર ટ્રાયલ કરવાની છે. સૂત્રોના જણાવ્યાં મુજબ એમ્સમાં ટ્રાયલમાં ભાગ લેવા માટે લગભગ 3500 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાંથી 50 ટકાથી વધુ અન્ય રાજ્યના લોકો છે. દિલ્હીમાં રહેતા મોટાભાગના વોલેન્ટિયર્સના શરીરમાં પહેલેથી જ કોરોના વિરુદ્ધ એન્ટીબોડી હાજર છે. જેનો અર્થ એ છે કે તેઓ ટ્રાયલ માટે યોગ્ય નથી. એમ્સમાં શુક્રવારે એક વ્યક્તિને વેક્સિનનો ડોઝ અપાયો હતો. તેને કોઈ પણ પ્રકારનું રિએક્શન થયું નહીં. તેને બે કલાક બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ. 

વોલેન્ટિયર્સે ડાયરીમાં લખવાની રહેશે દરેક પ્રકારની સમસ્યા
ડોક્ટરે જણાવ્યું કે વોલેન્ટિયર્સને એક ડાયરી અપાઈ છે જેને તેમણે મેઈન્ટેન કરવાની છે. જો તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી થાય તો તેમણે તે વિશે ડાયરીમાં લખવાનું છે. તેમણે કહ્યું કે વોલેન્ટિયરને ફોલોઅપ માટે સાત દિવસ બાદ ફરીથી બોલાવવામાં આવશે. પરંતુ આ દરમિયાન જો કોઈ પણ મુશ્કેલી થાય તો તેઓ ગમે ત્યારે આવી શકે છે. એટલું જ નહીં વેક્સિન ટીમના લોકો ફોન દ્વારા પણ તેમને સંપર્કમાં રહેશે અને રોજેરોજ હાલચાલ જાણશે. રસી અપાયા બાદ તેમના સેફ્ટી રિપોરટ્ પણ એથિક્સ સમિતિને મોકલવામાં આવશે. સમિતિના રિવ્યૂ બાદ આ ટ્રાયલને આગળ વધારવામાં આવશે. 

આ એક વિટામીન આગળ જીવલેણ કોરોના પાંગળો બની જાય છે? રસપ્રદ તારણ 

15 જુલાઈથી શરૂ થઈ હતી ટ્રાયલ
ભારતમાં બનેલી પહેલી કોરોના રસી Covaxinના ફેઝ 1 ટ્રાયલની 15 જુલાઈથી શરૂઆત થઈ હતી. એમ્સ પટણા એ પ્રથમ ઈન્સ્ટિટ્યૂટ હતી જ્યાં આ વેક્સિનનો ફેઝ 1ની ટ્રાયલ સૌ પ્રથમ શરૂ થઈ. Covaxin એક 'ઈનએક્ટિવેટેડ' વેક્સિન છે. તે એવા કોરોના વાયરસના પાર્ટિકલ્સમાંથી બનેલી છે કે જેમને ખતમ કરી દેવાયા હતાં જેથી કરીને તે ઈન્ફેક્ટ ન કરી શકે. તેના ડોઝથી શરીરમાં વાયરસ વિરુદ્ધ એન્ટીબોડીઝ બને છે. 

જુઓ LIVE TV

ઝાયડસ કેડિલાની વેક્સિનની પણ ટ્રાયલ ચાલુ
Covaxin ઉપરાંત ઝાયડસ કેડિલાની ZyCoV-D ને પણ ફેઝ 1 અને ફેઝ 2 ટ્રાયલ માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) દ્વારા મંજૂરી મળેલી છે. ટ્રાયલના પહેલા ફેઝમાં ઝાડયસ કેડિલા 1000 પાર્ટિસિપેન્ટ્સને ડોઝ આપશે. ડીએનએ પર આધારિત ZyCoV-D અમદાવાદના વેક્સિન ટેક્નોલોજી સેન્ટર (VTC)માં ડેવલપ કરાઈ છે. ભારતની ઓછામાં ઓછી સાત કંપનીઓ Bharat Biotech, Zydus Cadila, Serum Institute, Mynvax Panacea Biotec, Indian Immunologicals અને Biological E  કોરોનાની રસી બનાવવામાં લાગેલી છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More