Home> India
Advertisement
Prev
Next

Corona Vaccination: આજે સ્વાસ્થ્ય મંત્રી સહિત આ દિગ્ગજ નેતાઓએ મૂકાવી કોરોના રસી 

દેશમાં કોરોના રસીકરણ (Corona Vaccination) ના ત્રીજા તબક્કાની શરૂઆત થઈ ગઈ છે. આ તબક્કામાં 60 વર્ષથી ઉપરના વડીલો અને 45 વર્ષથી 59 વર્ષ સુધીના ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓને રસી આપવામાં આવી રહી છે. આ તબક્કાના લોકોમાં આવનારા સરકારના મંત્રીઓ પણ રસી મૂકાવી રહ્યા છે. આ જ ક્રમમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને પણ કોરોનાની રસી મૂકાવી. 

Corona Vaccination: આજે સ્વાસ્થ્ય મંત્રી સહિત આ દિગ્ગજ નેતાઓએ મૂકાવી કોરોના રસી 

નવી દિલ્હી: દેશમાં કોરોના રસીકરણ (Corona Vaccination) ના ત્રીજા તબક્કાની શરૂઆત થઈ ગઈ છે. આ તબક્કામાં 60 વર્ષથી ઉપરના વડીલો અને 45 વર્ષથી 59 વર્ષ સુધીના ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓને રસી આપવામાં આવી રહી છે. આ તબક્કાના લોકોમાં આવનારા સરકારના મંત્રીઓ પણ રસી મૂકાવી રહ્યા છે. આ જ ક્રમમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને પણ કોરોનાની રસી મૂકાવી. 

ડો.હર્ષવર્ધને મૂકાવી રસી
ત્રીજા તબક્કાની શરૂઆત થતા જ રસી પર સવાલ ઉઠાવનારા લોકોના મોઢા પર તાળા વાગી ગયા. સોમવારે સૌથી પહેલા પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ કોરોનાની રસી લીધી. ત્યારબાદ સરકારના કેટલાક મંત્રીઓ પણ રસી મૂકાવી ચૂક્યા છે. આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધન  (Dr Harsh Vardhan) અને તેમના પત્નીએ  દિલ્હી હાર્ટ એન્ડ લંગ ઈન્સ્ટિટ્યૂટમાં રસી મૂકાવી. પ્રધાનમંત્રી અને કેન્દ્રીય મંત્રીઓ દ્વારા ત્રીજા તબક્કામાં જ રસી લગાવવાને લઈને રસી પ્રત્યે વિશ્વાસનો સંદેશ ગણવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત સરકાર તરફથી વિપક્ષની ચેતવણી (પીએમ અને ભાજપવાળા પહેલા મૂકાવે રસી) નો જવાબ પણ આપવામાં આવી રહ્યો છે. 

જી કિશન રેડ્ડીએ પણ લીધો પહેલો ડોઝ
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ મંગળવારે હૈદરાબાદની ગાંધી હોસ્પિટલમાં કોરોના રસીનો પહેલો ડોઝ લીધો. 

ફારુક અબ્દુલ્લાએ પણ લીધી રસી
નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ પણ જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર AIIMS માં કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો. 

TRS સાંસદે મૂકાવી રસી
તેલંગણા રાષ્ટ્ર સમિતિ (TRS) સાંસદ કે.કેશવ રાવે પણ રસી પર ભરોસો વ્યક્ત કર્યો છે. અને હૈદરાબાદની એક હોસ્પિટલમાં રસી મૂકાવી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More