Home> India
Advertisement
Prev
Next

Corona Cases: કોરોનાના વધી રહેલા કેસે કેન્દ્રની ચિંતા વધારી, દિલ્હી-મહારાષ્ટ્ર સહિત પાંચ રાજ્યોને લખ્યો પત્ર

સ્વાસ્થ્ય સચિવે કહ્યું કે કોરોનાની વધતી સંખ્યા રોકવા માટે પાંચ સૂત્રીય રણનીતિ- ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ, વેક્સીનેશન અને કોરોનાથી સંબંધિત યોગ્ય વ્યવહાર અપનાવવાની જરૂર છે. 

Corona Cases: કોરોનાના વધી રહેલા કેસે કેન્દ્રની ચિંતા વધારી, દિલ્હી-મહારાષ્ટ્ર સહિત પાંચ રાજ્યોને લખ્યો પત્ર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણના કેસ એકવાર પરી વધવાને કારણે ચિંતિત કેન્દ્ર સરકાર એક્શનમાં આવી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે દિલ્હી-મહારાષ્ટ્ર સહિત પાંચ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખી તેને ત્યાં પર કોરોનાના વધતા કેસ અને તેના પ્રચારને અટકાવવા માટે આકરા પગલા ભરવાના નિર્દેશ આપ્યા છે. દેશમાં કોરોનાના દરરોજ નોંધાવા નવા કેસમાં કમીનો ઉલ્લેખ કરતા રાજેશ ભૂષણે કેરલ, દિલ્હી, મહારાષ્ટ્ર, હરિયાણા અને મિઝોરમની સરકારને સંક્રમણના રોકાણ માટે સર્વેલાન્સ સતત બનાવી રાખવા અને કોરોના મેનેજમેન્ટને તત્કાલ પ્રભાવી ઉપાય અપનાવવાનો નિર્દેશ આપ્યો છે. 

સ્વાસ્થ્ય સચિવે આગળ કહ્યુ કે કોરોનાની વધતી સંખ્યાને રોકવા માટે પાંચ સૂત્રીય રણનીતિ- ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ, વેક્સીનેશન અને કોરોના સંબંધિત યોગ્ય વ્યવહાર અપનાવવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ અધિકારીઓને કોરોના વાયરસના નવા સ્વરૂપ 'એક્સઈ'ને લઈને સાવચેતી અને સર્વેલાન્સ વધારવાનો નિર્દેશ આપ્યો છે. માંડવિયાએ નવા સ્વરૂપ એક્સઈ પર દેશના મુખ્ય નિષ્ણાંતોની બેઠકની અધ્યક્ષતા કરી હતી. 

આ પણ વાંચો- તિરુપતિ મંદિરમાં ભાગદોડ જેવી સ્થિતિ ઊભી થઈ, 3 શ્રદ્ધાળુઓ ઘાયલ

કેન્દ્ર સરકારે સર્વેલાન્સનો આપ્યો નિર્દેશ
મંત્રાલય દ્વારા જાહેર એક નિવેદન અનુસાર, તેમણે અધિકારીઓને કહ્યું કે, કોવિડ-19 દર્દીઓની સારવાર માટે જરૂરી દવાઓની ઉપલબ્ધતાની સતત સમીક્ષા કરો. મંત્રીએ રસીકરણ અભિયાનને પૂર્ણ ગતિથી ચલાવવા અને તમામ પાત્ર લોકોનું રસીકરણ કરવા પર ભાર આપ્યો છે. 

બેઠકમાં નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલ, સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ, એમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા, આઈસીએમઆરના ડીજી ડો. બલરામ ભાર્ગવ, ભારતમાં રસીકરણ પર રાષ્ટ્રીય તકનીકી સલાહકાર સમૂહના પ્રમુખ ડો. એનકે અરોડા અને સ્વાસ્થ્ય મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ સામેલ રહ્યા હતા. 

આ પણ વાંચોઃ રોપવે અકસ્માત: દેવઘરમાં રેસ્ક્યૂ વર્ક દરમિયાન ટ્રોલીમાંથી મહિલા પડી ગઈ

ફરી વધી રહ્યાં છે કોરોના કેસ
ભારતમાં કોવિડ-19ના 796 નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમિતોની સંખ્યા વધીને 4,30,36,928 થઈ ગઈ, જ્યારે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 10889 રહી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જાહેર કરેલા આંકડામાં આ માહિતી મળી છે. મંત્રાલયે સવારે જાહેર કરેલા આંકડા પ્રમાણે કોરોનાથી વધુ 19 લોકોના મોત બાદ કુલ મૃત્યુઆંક વધીને 5,21,710 થઈ ગયો છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More