Home> India
Advertisement
Prev
Next

દિલ્હી પહોંચ્યો કોરોના, સ્વાસ્થ્ય પ્રધાન હર્ષવર્ધને કહ્યું- ડરવાની જરૂર નથી


આ સિવાય સોમવારે બે નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જેમાં એક દિલ્હી અને એક કેસ તેલંગણાથી સામે આવ્યો છે. તેની ટ્રાવેલ હિસ્ટ્રી છે. એક ઈટાલી અને એક દુબઈથી આવ્યો છે. અત્યાર સુધી ભારતમાં કુલ પોઝિટિલ મામલા પાંચ થઈ ગયા છે. 
 

દિલ્હી પહોંચ્યો કોરોના, સ્વાસ્થ્ય પ્રધાન હર્ષવર્ધને કહ્યું- ડરવાની જરૂર નથી

નવી દિલ્હીઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન હર્ષવર્ધને દેશવાસીઓને અપીલ કરી છે કે કોરોના વાયરસને લઈને ડરવાની જરૂર નથી. સોમવારે પત્રકારો સાથે વાતચીતમાં હર્ષવર્ધને કહ્યું કે, હજુ ભારતમાં ત્રણ પોઝિટિવ મામલા કોરોનાના આવ્યા છે. તે ચીનથી આવ્યા હતા. કેરલમાં દાખલ થયા હતા. ત્રણેય સ્વસ્થ થઈને ઘરે પરત ફરી ચુક્યા છે. 

આ સિવાય સોમવારે બે નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જેમાં એક દિલ્હી અને એક કેસ તેલંગણાથી સામે આવ્યો છે. તેની ટ્રાવેલ હિસ્ટ્રી છે. એક ઈટાલી અને એક દુબઈથી આવ્યો છે. અત્યાર સુધી ભારતમાં કુલ પોઝિટિલ મામલા પાંચ થઈ ગયા છે. 

સ્વાસ્થ્ય પ્રધાન હર્ષવર્ધને કહ્યું કે, અત્યાર સુધી વિશ્વના 66 દેશોની અંદર કોરોના વાયરસના મામલા પોઝિટિવ આવ્યા છે. તેમાંથી 10 દેશોમાં મોત થયા છે. તીનની બહાર 139 મોત થયા છે, જ્યારે ચીનમાં 2912 મોત થયા છે. 

સ્વાસ્થ્ય પ્રધાન હર્ષવર્ધને કહ્યું કે, ચીનની બહાર કોરોનાથી પ્રભાવિત સાઉથ કોરિયા, ઈટાલી, ઈરાન અને જાપાન છે. તેમણે કહ્યું કે, શરૂઆતી સમયમાં કેટલાક દેશોમાં સ્ક્રીનિંગ થઈ રહ્યું હતું. હવે 12 દેશોથી આવતા યાત્રીકોનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. 

તેમાં ચીન, હોંગકોંગ, સિંગાપુર, થાઈલેન્ડ, જાપાન અને દક્ષિણ કોરિયાથી આવતા લોકોનું સ્ક્રીનિંગ થઈ રહ્યું છે. હવે વિયતનામ, ઈન્ડોનેશિયા, મલેશિયા, નેપાળ, ઈરાન અને ઇટાલીથી આવતા દેશોના યાત્રીકોની પણ તપાસ કરવામાં આવી રહી છે. 

કોરોના વાઈરસનો દિલ્હીમાં થયો પગપેસારો, પહેલો કેસ આવ્યો સામે 

હર્ષવર્ધને જણાવ્યું કે, 21 મોટા એરપોર્ટ પર તપાસ કરવામાં આવી રહી છે. આ સિવાય 12 મોટા અને 65 નાના સી પોર્ટ્સ પર તપાસ થઈ રહી છે. એરપોર્ટ પર તપાસમાં પાંચ લાખ 57 હજાર 431ની તપાસ મોટા એરપોર્ટ પર થઈ છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More