Home> India
Advertisement
Prev
Next

રાજીવ ગાંધી હત્યા કેસમાં સજા ભોગવી રહેલ નલિનીને 30 દિવસની પૈરોલ

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યાકાંડમાં ઉંમરકેદની સજા ભોગવી રહેલ નલિની શ્રીહરનને મદ્રાસ હાઇકોર્ટ તરફથી 30 દિવસની પેરોલ આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નલિની શ્રીહરને પોતાના પુત્રીના લગ્ન માટે કોર્ટમાંથી છ મહિનાની પેરોલ માટે અરજી દાખલ કરવામાં આવી હતી, જે અંગે સુનવણી કરતા શુક્રવારે હાઇકોર્ટે નિલીનીની અરજીનો નિકાલ કરતા છ મહિનાનાં બદલે 30 દિવસની પેરોલ જ મંજુર કરી હતી. જો કે કોર્ટે તે વાતનો વિશેષ ખ્યાલ રાખવાનો આદેશ પણ આપ્યો છે કે આ દરમિયાન નલિની ન તો કોઇ રાજનેતાના સંપર્કમાં આવશે અને ન તો મીડિયા સાથે વાતચીત કરે. 

રાજીવ ગાંધી હત્યા કેસમાં સજા ભોગવી રહેલ નલિનીને 30 દિવસની પૈરોલ

નવી દિલ્હી : પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યાકાંડમાં ઉંમરકેદની સજા ભોગવી રહેલ નલિની શ્રીહરનને મદ્રાસ હાઇકોર્ટ તરફથી 30 દિવસની પેરોલ આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નલિની શ્રીહરને પોતાના પુત્રીના લગ્ન માટે કોર્ટમાંથી છ મહિનાની પેરોલ માટે અરજી દાખલ કરવામાં આવી હતી, જે અંગે સુનવણી કરતા શુક્રવારે હાઇકોર્ટે નિલીનીની અરજીનો નિકાલ કરતા છ મહિનાનાં બદલે 30 દિવસની પેરોલ જ મંજુર કરી હતી. જો કે કોર્ટે તે વાતનો વિશેષ ખ્યાલ રાખવાનો આદેશ પણ આપ્યો છે કે આ દરમિયાન નલિની ન તો કોઇ રાજનેતાના સંપર્કમાં આવશે અને ન તો મીડિયા સાથે વાતચીત કરે. 

સીમા નજીક દેખાયુ અમેરિકી જાસુસ વિમાન, રશિયાએ આપ્યો ઉડાવી દેવાનો આદેશ અને પછી...
નલિનીએ પોતાની પુત્રીનાં લગ્ન માટે 6 મહિનાના પેરોલ માટે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. એવામાં મદ્રાસ હાઇકોર્ટે નલિનીની અરજી અંગે કહ્યું હતું કે, કોર્ટેમાં હાજર રહીને પોતાની અરજી અંગે પક્ષ રજુ કરવાનાં અધિકારથી નલિની શ્રીહરને વંચિત કરવામાં આવી શકે નહી. અત્રે ઉલ્લેખનીય છે કે 21 મે, 1991નાં રોજ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની તમિલનાડુમાં એક ચૂંટણીની રેલી દરમિયાન આત્મઘાતી હુમલામાં એક મહિલા હુમલાખોરે હત્યા કરી દીધી હતી. ત્યાર બાદ આ મુદ્દે નલિની શ્રીહરન, મુરુગન, સંતન, પેરારીવલન, જયકુમાર, રવિચંદ્રન અને રોબર્ટ પાયસને દોષી ઠેરવવામાં આવ્યા હતા. નલિની શ્રીહરન 27 વર્ષથી જેલમાં સજા ભોગવી રહી છે. 

ડેમ તુટવા મુદ્દે NCPની માંગ: કરચલાઓ પર દાખલ કરવામાં આવે હત્યાનો કેસ

નિર્મલાએ સૂટકેસને કહ્યું અલવિદા, ચિદમ્બરમે કહ્યું અમારા નાણામંત્રી iPadમાં લાવશે ડોક્યુમેન્ટ
નલિનીને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા મુદ્દે મોતની સજા ફટકારવામાં આવી હતી. તમિલનાડુ સરકારે આજીવન કારાવાસમાં પરિવર્તન કરી દીધું હતું. બીજી તરફ નલિનીએ દાવો કર્યો કે આવા 3700 કેદીઓને તમિલનાડુ સરકારે છોડી મુક્યા હતા, જે દસ વર્ષની સજા કાપી ચુક્યા હોય. જો કે તેની સજા માફ કરવામાં નહી આવી રહી હોવાનો પણ તેણે આરોપ લગાવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More