Home> India
Advertisement
Prev
Next

PM મોદીએ સીતારામ કેસરીને ગણાવ્યા ઓબીસી, અનવરે કહ્યું કે વણીક હતા

કોંગ્રેસ પ્રવક્તા મનીષ તિવારીએ છત્તીસગઢમાં મોદીના ભાષણ અંગે એક ન્યૂઝ રિપોર્ટને ટેગ કરતા કેસરી દલિત નહી પરંતુ બિહારના ઓબીસી વાણીયા હતા

PM મોદીએ સીતારામ કેસરીને ગણાવ્યા ઓબીસી, અનવરે કહ્યું કે વણીક હતા

નવી દિલ્હી : કોંગ્રેસે પાર્ટીના પૂર્વ અધ્યક્ષ સીતારામ કેસરીને દલિત ગણાવતા શોષિત સમુદાયમાંથી આવતા હોવા અંગેના નિવેદન માટે વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું અને કહ્યું કે, કેસરી દલિત નહી પરંતુ અન્ય પછાત વર્ગમાંથી આવતા હતા. કોંગ્રેસ પ્રવક્તા મનીષ તિવારીએ છત્તીસગઢમાં મોદીના ભાષણ પર એક ન્યૂઝ રિપોર્ટને ટેગ કરતા ટ્વીટ કર્યું, કૈસરી દલિહ નહી પરંતુ બિહારનાં ઓબીસી બનિયા હતા. તેમણે કહ્યું કે, કેસરીને તમામ પાસેથી સન્માન મળ્યું. તિવારીએ જણાવ્યું કે, 1996-1998 વચ્ચે તેમનાં કાયદા મુદ્દે સમાવિષ્ય હોવાનાં કારણે હું આ દાવા સાથે કહી શકું છું. 

વડાપ્રધાન મોદીએ છત્તીસગઢમાં ચૂંટણી પ્રચાર દરમિયાન દાવો કર્યો કે, કોંગ્રેસે સોનિયા ગાંધી માટે રસ્તા બનાવવા માટે પાર્ટીનાં તત્કાલીન અધ્યક્ષ કેસરીને હટાવી દીધા હતા. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલે પણ મોદીનાં નિવેદન પર નિશાન સાધ્યું હતું. 

સુરજેવાલે ભાજપના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, કલરાજ મિશ્ર અને કેશુભાઇ પટેલનું નામ લખતા ટ્વીટ કર્યું. નવા અસત્ય પીરસવું મોદીજીની આદત બની ગઇ છે. પોતાની જાતને જુઓ અને જણાવો કે તમે આ કદ્દાવર નેતાઓની સાથે કેવું વર્તન કર્યું. કોંગ્રેસ નેતા તારિક અનવરે પણ કહ્યું કે, દિવંગત નેતા કેસરી બનિયા સમુદાય સાથે સંબંધ ધરાવે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More