Home> India
Advertisement
Prev
Next

કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કાયદાને ગેર બંધારણીય જાહેર કરવા સુપ્રીમમાં અરજી


સુપ્રીમ કોર્ટમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ શૌરી, વકીલ પ્રશાંત ભૂષણ અને સીનિયર જર્નાલિસ્ટ એન. રામે અરજી દાખલ કરી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કાયદાની માન્યતાને પડકારી છે. 

કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કાયદાને ગેર બંધારણીય જાહેર કરવા સુપ્રીમમાં અરજી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં કોર્ટના તિરસ્કારની બંધારણીય માન્યચા (Constitutional validity of Contempt of Court Act)ને પડકારવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ શૌરી, વકીલ પ્રશાંત ભૂષણ અને સીનિયર જર્નાલિસ્ટ એન. રામે અરજી દાખલ કરી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કાયદાની માન્યતાને પડકારી છે. 

કાયદાને મૌલિક અધિકારની વિરુદ્ધ ગણાવ્યો
અરજીકર્તાઓએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કહ્યું કે, કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ બંધારણના મૌલિક અધિકાર અભિવ્યક્તિની આઝાદીની વિરુદ્ધ છે. અરજીમાં તિરસ્કાર કાયદાની બંધારણીય માન્યતાને પડકાર આપવામાં આવ્યો છે. આમ તો પ્રશાંત ભૂષણ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કોર્ટના તિરસ્કારના બે મામલા પેન્ડિંગ છે. 

અરજીમાં કાયદાની કલમ 2 (C)(1)ને આપ્યો પડકાર
અરજીમાં કહેવામાં આવ્યું છે કે કોર્ટનો તિરસ્કાર કાયદો 1972ની કલમ 2 (સી)(1)ને બિન બંધારણીય જાહેર કરવામાં આવે. અરજીકર્તાઓએ કહ્યું કે, આ કાયદામાં તિરસ્કારની જે જોગવાઈ છે તે બંધારણની પ્રસ્તાવના અને બેસિક ફીચરની વિરુદ્ધ છે. 

અમરસિંહનું સિંગાપુરની હોસ્પિટલમાં નિધન, લાંબા સમયથી હતા બીમાર

કાયદાની આ કલમમાં શું છે?
એક્ટની કલમ 2 (સી)(1)માં જોગવાઈ છે કે જો કોઈપણ લખીને, બોલીને કે ઈશારામાં કામ કરે છે જેનાથી અદાલતની બદનામી થાય છે કે તેની ગરિમા અને પ્રતિષ્ઠા પર આંચ આવે છે તો તે અદાલતનો તિરસ્કાર છે. 

તિરસ્કારનો કાયદો મનમાનીઃ અરજી
કોર્ટમાં અરજી કરવામાં આવી છે કે તિરસ્કારની જોગવાઈ બંધારણના વિચાર અભિવ્યક્તિના મૌલિક અધિકારની વિરુદ્ધ છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, તિરસ્કારનો કાયદો મનમાની છે. અરજીકર્તાઓએ કહ્યું કે, ઉપરોક્ત જોગવાઈ અનુચ્છેદ-14 સમાનતાનો અધિકાર અને અનુચ્છેદ-19 વિચાર અભિવ્યક્તિના અધિકારનું ઉલ્લંઘન છે. 

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More