Home> India
Advertisement
Prev
Next

PM મોદીની સુરક્ષામાં ચૂક? કોંગ્રેસ વર્કર્સે ચોપર પાસે ઉડાવ્યા કાળા ફૂગ્ગા

પીએમ મોદીના ઉડાન ભરવાના લગભગ 5 મિનિટ બાદ આ કાળા ફૂગ્ગા હવામાં છોડવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે પીએમ મોદીના પ્રવાસ પહેલાં જ કોંગ્રેસના વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી હતી અને તેના લીધે જિલ્લા પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા કરી હતી. પીએમ મોદીના આગમન સાથે કેટલાક કોંગ્રેસ કાર્યકર્તા એરપોર્ટ તરફ આગળ વધી રહ્યા હતા.

PM મોદીની સુરક્ષામાં ચૂક? કોંગ્રેસ વર્કર્સે ચોપર પાસે ઉડાવ્યા કાળા ફૂગ્ગા

Narendra Modi Security: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આંધ્ર પ્રદેશ પ્રવાસ દરમિયાન તેમની સુરક્ષામાં ચૂકનો મામલો સામે આવ્યો છે. પ્રધાનમંત્રીના હેલિકોપ્ટર તરફ કોંગ્રેસ કાર્યકર્તાઓએ કાળા ફૂગ્ગા ઉડાવી વિરોધ કર્યો. પીએમ મોદીનું હેલિકોપ્ટર જ્યારે ગન્નાવરમ એરપોર્ટથી ઉડાન ભરી રહ્યું હતું ત્યારે ત્યાંથી થોડા અંતરે કોંગ્રેસ કાર્યકર્તાએ કાળા ફૂગ્ગા ઉડાવ્યા જે પીએમના ચોપર નજીક આવી ગયા. જોકે પોલીસનું માનવું છે કે આ પીએમ મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો નથી અને એરપોર્ટ પરથી લગભગ 5 કિમી દૂર આ ફૂગ્ગા ઉડાવ્યા હતા અને પોલીસે આ મામલે 4 લોકોની ધરપકડ કરી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર પીએમ મોદીના ઉડાન ભરવાના લગભગ 5 મિનિટ બાદ આ કાળા ફૂગ્ગા હવામાં છોડવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે પીએમ મોદીના પ્રવાસ પહેલાં જ કોંગ્રેસના વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી હતી અને તેના લીધે જિલ્લા પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા કરી હતી. પીએમ મોદીના આગમન સાથે કેટલાક કોંગ્રેસ કાર્યકર્તા એરપોર્ટ તરફ આગળ વધી રહ્યા હતા જેમાંથી 3ની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ પીએમ મોદીના રવાના થયા બાદ એરપોર્ટ પાસેથી લગભગ 5 કિમી દૂર સૂરમપલ્લીથી આ કાળા ફૂગ્ગા હવામાં ઉડાવ્યા હતા. 

પોલીસે કોંગ્રેસ કાર્યકર્તા રાજીવ, રવિ પ્રકાશની આ મામલે ધરપકડ કરવામાં આવી છે અને તેમના ઉપર વિભિન્ન કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ બલૂન એક નિર્માણધીન બિલ્ડીંગના ધાબા પરથી ઉડાવ્યા હતા પરંતુ ત્યાં સુધી પીએમ મોદીનું હેલિકોપ્ટર એરપોર્ટ પરથી ઉડાન ભરી ચૂક્યું હતું. હવામાં પીએમ મોદીના હેલિકોપ્ટર પાસે ઉડતા બલૂન વીડિયો સ્પષ્ટ જોઇ શકાય છે. 

કૃષ્ણા જિલ્લાના ડીસીપી વિજય પાલે જણાવ્યું કે અત્યાર સુધી આ મામલે 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ કેસની તપાસ કરી રહી છે અને બાકી લોકોને પણ જલદી જ પકડી પાડવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More