Home> India
Advertisement
Prev
Next

આ કેવી ફંડની ખોટ? કોંગ્રેસે લોકસભા અને 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ખર્ચ કર્યા 820 કરોડ

ફંડની ખોટ સામે ઝઝૂમી રહેલી કોંગ્રેસ (Congress)એ લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) અને 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં 820 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. કોંગ્રેસે પોતે ચૂંટણી કમિશનને (Election Commission of India) ને સોંપેલા રિપોર્ટમાં આ જાણકારી આપી છે. ચૂંટણી કમિશનના સૂત્રોના હવાલેથી આ જાણકારી સામે આવી છે.  

આ કેવી ફંડની ખોટ? કોંગ્રેસે લોકસભા અને 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ખર્ચ કર્યા 820 કરોડ

નવી દિલ્હી: ફંડની ખોટ સામે ઝઝૂમી રહેલી કોંગ્રેસ (Congress)એ લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) અને 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં 820 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. કોંગ્રેસે પોતે ચૂંટણી કમિશનને (Election Commission of India) ને સોંપેલા રિપોર્ટમાં આ જાણકારી આપી છે. ચૂંટણી કમિશનના સૂત્રોના હવાલેથી આ જાણકારી સામે આવી છે.  

ભાગવતને મળશે ગડકરી, રાજ્યપાલ સમક્ષ BJP રજૂ નહી કરે સરકાર બનાવવાનો દાવો

સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસે ચૂંટણી કમિશનને સોંપેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે વર્ષ 2014ના મુકાબલે કોંગ્રેસે આ વર્ષે 300 કરોડ વધુ ખર્ચ કર્યા છે. લોકસભા ચૂંટણી દરમિયાન 856 કરોડ કોંગ્રેસ પાર્ટીને કેશ અને ચેકના માધ્યમથી દાન મળ્યું હતું. 

અત્રે ઉલ્લેખનીય છે કે 2018-19માં કોંગ્રેસ ફક્ત 126 કરોડ ફંડ એકઠું કરી શકી હતી. રિપોર્ટ અનુસાર કોંગ્રેસે પબ્લિસિટી પર 626 કરોડ અને ઉમેદવારો પર 194 કરોડ ખર્ચ કર્યા. 

જમ્મૂ કાશ્મીરમાં ભારે હિમવર્ષા, શ્રીનગરમાં ટ્રાન્સપોર્ટ અને ટેલીફોન સેવાઓ ઠપ

કુલ મળીને 86 કરોડ રૂપિયા ચૂંટણીના હવાઇ ખર્ચ ઉમેદવારો અને સ્ટાર કેમ્પેનર પર પાર્ટીએ ખર્ચ કર્યા. તો બીજી તરફ રાહુલ ગાંધી (Rahul Gandhi)ની હવાઇ યાત્રા પાછળ લગભગ 40 કરોડ ખર્ચ કરવામાં આવ્યા હતા.

જોકે ભાજપ (BJP)એ હજુ સુધી લોકસભામાં ચૂંટણી ખર્ચનો રિપોર્ટ મોકલ્યો નથી. કોંગ્રેસે પણ ચૂંટણી કમિશનને મોડો રિપોર્ટ મોકલ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More