Home> India
Advertisement
Prev
Next

રાફેલ ડીલ: કોંગ્રેસે કરી JPCની માગ, સરકારે પૂછ્યું- ચર્ચાથી કેમ ભાગી રહ્યા છો?

કોંગ્રેસ સભ્ય 11 ડિસેમ્બરે સંસદના શીતકાલીન સત્ર શુત્ર હોવાના પછી ગૃહમાં આ મુદ્દો ઉઠાવતા રહ્યાં છે અને મામલાની તપાસ સંસદની સંયુક્ત સંસદીય સમિતિથી કરવવાની માગ કરી રહ્યાં છે.

રાફેલ ડીલ: કોંગ્રેસે કરી JPCની માગ, સરકારે પૂછ્યું- ચર્ચાથી કેમ ભાગી રહ્યા છો?

નવી દિલ્હી: લોકસભામાં કોંગ્રેસે સોમવારે ફરી એકવાર રાફેલ ડીલ મુદ્દો ઉઠાવ્યો છે અને તેમાં કથિત રીતે કૌભાંડ આચર્યાનો આરોપ લગાવ્યો છે. તેના પર સરકારે સામે આક્ષેપ કર્તા કહ્યું કે કોંગ્રેસ પાર્ટી વારંવાર ખોટુ બોલવાની જગ્યાએ આ મુદ્દા પર ચર્ચામાં ભાગ લે અને ચર્ચાથી ભાગે નહીં. કોંગ્રેસ સભ્ય 11 ડિસેમ્બરે સંસદના શીતકાલીન સત્ર શુરૂ થયા પછી ગૃહમાં આ મુદ્દો ઉઠાવતા હતો અને મામલે તપાસ સંસદની સંયુક્ત સંસદીય સમિતિથી કરવવાની માગ કરી રહ્યા છે.

સોમવારે ઝીરો અવર્સ અને ગ્રાન્ટની પૂરક માંગની બીજી બેંચ પર ચર્ચા દરમિયાન લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ આ મુદ્દાને ઉઠાવ્યો હતો અને રાફેલ માલમે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) દ્વારા તપાસની માગ કરી હતી.

વધુમાં વાંચો: અમે મહાત્મા ગાંધીના દેશને જિયા ઉલ હકનું પાકિસ્તાન બનવા દેવા માંગતા નથી: મહેબુબા મુફ્તી

રાજનાથ સિંહ
આ મુદ્દા પર ગૃહ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે સતત અને વારંવાર ખોટુ બોલવાથી કોઇ વાત સાચી ક્યારે થતી નથી. તેમણે કહ્યું કે કોંગ્રેસ આ વિષય પર (રાફેલ) કેટલું પણ ખોટુ કેમ ના બોલે, તે ક્યારે પણ સાચું નથી બની શકતું. રાજનાથ સિંહે કહ્યું કે આ વિષય પર અમે સદનમાં ચર્ચા કરવા તૈયાર છીએ, કોંગ્રેસ પાર્ટી ચર્ચાથી કેમ ભાગી રહી છે. તે જણાવે.

વધુમાં વાંચો: UP: વેપારીને જેલમાં બોલાવીને ઢોર માર મારનાર બાહુબલી નેતાને બચાવવા CCTV ફૂટેજ હટાવાયા

નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે રાફેલ મુદ્દા પર તાત્કાલીક ચર્ચા કરવામાં આવે. તેમની પાર્ટી ખોટુ બોલી રહી છે. તેવામાં આ મુદ્દા પર અત્યારે ચર્ચા શરૂ કરવામાં આવે. ખડગેજી ચર્ચા શરૂ કરે અને અમે જવાબ આપવા તૈયાર છે. ભાજપના સભ્યો પણ રાફેલ મુદ્દે ચર્ચાની માગ કરી હતી. ત્યારે કૉંગ્રેસના સભ્યો ચેરમેનના મુદ્રા સામે તેમના હાથમાં પોસ્ટર લઇને ‘અમને જોઇએ જેપીસી’, ‘પ્રધાનમંત્રી જવાબ આપો’ના સુત્રોચાર કરી રહ્યા હતા.

વધુમાં વાંચો: પૌષ્ટિક આંબળાનું સેવન ક્યારે નુકસાનકારક બની શકે? વાંચો અહેવાલ

ગ્રાન્ટની પૂરક માંગ પર ચર્ચામાં ભાગ લેતા ભાજપના નિશિકાંત દુબેએ કહ્યું કે બોફોર્સ મામલે અને 2જી મામલે પણ જેપીસીની રચના કરવામાં આવી અને ક્લીન ચિટ આપવામાં આવી જ્યારે તેમાં પાછળથી કૌભાંડ પકડાયું હતું. તેમણે આરોપ લગાવ્યો કે હવે અગસ્તા વેસ્ટલેન્ડમાં ‘શ્રીમતી જી’નું નામ આવ્યું છે, તેના પૈસા કોની પાસે ગયા છે.

વધુમાં વાંચો: ટ્રિપલ તલાક બિલ પર રાજ્યસભામાં ખુબ હોબાળો, કાર્યવાહી 2 જાન્યુઆરી સુધી સ્થગિત

દુબેએ કહ્યું કે 11 ડિસેમ્બરથી સંસદનું સત્ર શુરૂ થયું છે. કોંગ્રેસ રાફેલ મામલે સંસદની કાર્યવાહીમાં અવરોધ ઉભો કરી રહી છે. સરકાર ચર્ચા કરવા તૈયાર છે, કોંગ્રેસ તૈયારી કરી નથી આવતું અને માત્ર અવરોધ ઉભો કરવાનું કામ કરી રહી છે. દેશની જનતાને ખબર હોવી જોઇએ. આ પહેલા લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે રાફેલ વિમાન ડીલ ફ્રાંસની સાથે કરવામાં આવી હતી. આ વિમાનનો વધારે કિંમત પર ખરીદવામાં આવ્યા. આ વિમાન યૂપીએ સરકારની સરખામણીએ ત્રણ ગણી વધારે કિંમત પર ખરીદવામાં આવ્યા છે.

વધુમાં વાંચો: રાજ્યસભામાં આજે ટ્રિપલ તલાક બિલ થશે રજુ, જાણો કોણ છે શક્તિશાળી, NDA કે UPA?

તેમણે સવાલ કર્યો કે સરકાર વિમાનની કિંમત કેમ નથી જણાવી રહી. આ બાબતે જાહેર ક્ષેત્રની કંપનીને કરાર શા માટે આપવામાં આવ્યો નથી. તેમણે આરોપ લગાવ્યો કે તેમાં 30 હજાર કરોડ રૂપિયાનું કથિત કૌભાંડ થયું છે. આ મામલે સંયુક્ત સંસદીય સમિતિની તપાસ કરાવવામાં આવી જોઇએ.

વધુમાં વાંચો: દિવસ ફરતા વાર ન લાગે...આ ગરીબ મજૂરનું રાતોરાત ચમકી ગયું ભાગ્ય, કરોડપતિ બની ગયો

ભાજપના રમેશ બિઘૂડીએ રાફેલ મામલે કોંગ્રસ સભ્યોનો વિરોધ કરતા કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને લોકસભામાં પાર્ટીના નેતા મલ્લિકાર્જુન ખડગે ગુહમાં છે અને તેઓ આરોપ લગાવી રહ્યાં છે અને દરવખતે જુદી જુદી કિંમતો જણાવી રહ્યાં છે. તેમને સવાલ કર્યો કે કોંગ્રેસના લોકો આ મુદ્દા પર ચર્ચાથી કેમ ભાગી રહ્યાં છે? કોંગ્રેસ સભ્યોએ પ્રશ્નકાળ દરમિયાન પણ રાફેલ વિમાન ડીલની સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)થી તપાસની માગ કરી અને ગૃહમાં સુત્રોચાર કર્યા હતા.
(ઇનપુટ એજન્સી ભાષા)

દેેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More