Home> India
Advertisement
Prev
Next

રાહુલ ગાંધીના ભાષણ સમયે ડાફોળીયા મારી રહ્યા હતા તેમના 3 ‘માનીતા’ નેતા

 આગામી રાજસ્થાન વિધાનસભા ઈલેક્શનને ધ્યાનમાં રાખીને ઉદયપુર પહોંચેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે લોકો સાથે સંવાદ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે યુવાઓ, વેપારીઓ તથા અન્ય ક્ષેત્રના લોકો સાથે વાતચીત કરી હતી. આ પ્રસંગે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ મોજૂદ હતા. જ્યારે રાહુલ ગાંધી પોતાના ભાષણના માદ્યમથી બીજેપી પર નિશાન સાધી રહ્યા હ તા, ત્યારે ક્લિક કરાયેલી એક તસવીર સામે આવી છે. જેમાં જોઈ શકાય છે કે, એક તરફ રાહુલ ગાંધી બહુ જ ગંભીરતાથી ભાષણ કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ તેમની પાર્ટીના નેતાઓનું ધ્યાન ક્યાંક બીજે જ છે.

રાહુલ ગાંધીના ભાષણ સમયે ડાફોળીયા મારી રહ્યા હતા તેમના 3 ‘માનીતા’ નેતા

નવી દિલ્હી/ઉદયપુર : આગામી રાજસ્થાન વિધાનસભા ઈલેક્શનને ધ્યાનમાં રાખીને ઉદયપુર પહોંચેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે લોકો સાથે સંવાદ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે યુવાઓ, વેપારીઓ તથા અન્ય ક્ષેત્રના લોકો સાથે વાતચીત કરી હતી. આ પ્રસંગે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ મોજૂદ હતા. જ્યારે રાહુલ ગાંધી પોતાના ભાષણના માદ્યમથી બીજેપી પર નિશાન સાધી રહ્યા હ તા, ત્યારે ક્લિક કરાયેલી એક તસવીર સામે આવી છે. જેમાં જોઈ શકાય છે કે, એક તરફ રાહુલ ગાંધી બહુ જ ગંભીરતાથી ભાષણ કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ તેમની પાર્ટીના નેતાઓનું ધ્યાન ક્યાંક બીજે જ છે.

fallbacks

ઉદયપુરમાં આયોજિત આ સંવાદ કાર્યક્રમમાં રાહુલ ગાંધી મંચ પરથી નીચે લોકો સાથે વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન મંચ પર રહેલ કોંગ્રેસના નેતા સચિન પાયલટ, રાજસ્થાન કોંગ્રેસના પ્રદેશ પ્રભારી અવિનાશ પાંડે અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોત સાથે બેસેલા હતા. તસવીરમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, બે નેતાઓ અવિનાશ પાંડે અને સચિન પાયલટ પોતપોતાના મોબાઈલમાં વ્યસ્ત છે. સાથે જ  અશોક ગેહલોત પણ સુસ્ત દેખાયા હતા. 

ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ઈલેક્શનને ધ્યાનમાં રાખીને ઉદયપુરમાં લોકો સાથે સવાલજવાબ કર્યા હતા. પહેલા રાહુલ ગાંધી મંચ પર જ સચિન પાયલટની બાજુમાં ખુરશી પર બેસ્યા હતા. પરંતુ વેપારી એસ.મોગરાએ જ્યારે ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલ સવાલ પૂછતા કહ્યું કે, મોદી સરકારે કેટલાક ઉદ્યોગપતિઓને ફાયદો કરાવ્યો છે, તો રાહુલ ગાંધી મંચ પરથી નીચે ઉતર્યા અને કહ્યું કે, પીએમ પોતાની જાતને દુનિયાના સૌથી સમજદાર વ્યક્તિ સમજે છે. તેમણે અનિલ અંબાણીને ફાયદો કરાવ્યો, પરંતુ જ્યારે ખેડૂતોનું દેવુ માફ ન કરી શક્તા હોત તો આ લોકો છુપાવીને વ્યાજ કેમ માફ કર્યું, જણાવે પીએમ મોદી.

તો રાહુલ ગાંધીએ સંવિદા કર્મચારીઓના પક્ષમાં બોલતા કહ્યું કે, કર્મચારીઓના મનમાંથી ભય દૂર કરવી પ્રાથમિકતા છે. જ્યારે કે સંવિધાનિક સંસ્થાઓ અને આર્મી પ્રમુખના રાજનીતિમાં આવવા પર રાહુલને પૂછવામા આવ્યું તો તેમણે કહ્યું કે, રાજનીતિક ફાયદા માટે આર્મી સાથે જોડાયેલ મામલામાં દખલ આપવી ખોટું ગણાશે. 

ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં 7 ડિસેમ્બરના રોજ 200 વિધાનસભા સીટ પર ઈલેક્શન થવાનું છે. તેના માટે કોંગ્રેસ પાયાગત રીતે મજબૂત થવા માંગે છે. સાથે જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ સતત રાજસ્થાનના વિવિધ શહેરોની મુલાકાત કરી રહ્યા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More