Home> India
Advertisement
Prev
Next

હાઉડી મોદીમાં PM મોદીના 'અબ કી બાર...નિવેદન પર કોંગ્રેસ ભડકી, કહ્યું-આ તો વિદેશ નીતિનો ભંગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હ્યુસ્ટનમાં અભૂતપૂર્વ સફળ  કાર્યક્રમ હાઉડી મોદીમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર રહ્યાં હતાં. ડોનાલ્ડ ટ્રમ્પ માટે તેમણે અબ કી બાર ટ્રમ્પ સરકાર કહ્યું હતું.

હાઉડી મોદીમાં PM મોદીના 'અબ કી બાર...નિવેદન પર કોંગ્રેસ ભડકી, કહ્યું-આ તો વિદેશ નીતિનો ભંગ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હ્યુસ્ટનમાં અભૂતપૂર્વ સફળ  કાર્યક્રમ હાઉડી મોદીમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર રહ્યાં હતાં. ડોનાલ્ડ ટ્રમ્પ માટે તેમણે અબ કી બાર ટ્રમ્પ સરકાર કહ્યું હતું. હવે આ નિવેદન પર ભારતમાં વિપક્ષે સવાલ કરવા માંડ્યા છે. કોંગ્રેસે પીએમ મોદીના આ નિવેદનને વિદેશ નીતિનો ભંગ ગણાવ્યો છે. 

USમાં પણ નમો નમો...રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે કેમ આટલા જરૂરી બની ગયા છે PM મોદી? જાણો 5 પોઈન્ટમાં 

કોંગ્રેસના નેતા અને રાજ્યસભા સાંસદ આનંદ શર્માએ ટ્વીટ કરીને પીએમ મોદી પર તેમના નિવેદન બદલ નિશાન સાધ્યું. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે માનનીય વડાપ્રધાન, કોઈ બીજા દેશની ચૂંટણીઓમાં હસ્તક્ષેપ નહીં કરવાની લાંબા સમયથી ચાલતી આવતી ભારતની વિદેશ નીતિનો તમે ભંગ કર્યો છે. તે  ભારતના દીર્ઘકાલીન રણનીતિક હિતો માટે નુકસાનકારક છે. શર્માએ કહ્યું કે અમે તમને યાદ અપાવવા માંગીએ છીએ કે તમે અમેરિકામાં અમારા વડાપ્રધાન તરીકે છો, અમેરિકી ચૂંટણીના સ્ટાર કેમ્પેઈનર તરીકે નહીં. 

વાત જાણે એમ છે કે ગઈ કાલે હાઉડી મોદી  (Howdy Modi) કાર્યક્રમને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ (Narendra modi) નવો નારો આપ્યો. 'અબકી બાર ટ્રમ્પ સરકાર' (Abki baar Trump sarkar). ભાષણ દરમિયાન વડાપ્રધાન મોદીએ ભારત- અમેરિકાની મિત્રતાને દર્શાવવા માટે લોસ એન્જલસ ટુ લુધિયાણા અને ન્યૂજર્સી ટુ ન્યૂ દિલ્હી જેવા શહેરોના જોડકા બનાવી શબ્દો પ્રયોગ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ન્યૂ જર્સી અને લોસ એન્જલસ અમેરિકાનાં શહેરો છે તો લુધિયાણા અને નવી દિલ્હી ભારતના શહેરો છે. 

'હાઉડી મોદી'ની જબરદસ્ત સફળતા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે આપ્યું એવું નિવેદન, દુશ્મનોના હાજા ગગડી જશે

મોદીએ આટલું કહેતા જ બાજુમાં ઉભેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ  (Donald trump) હસવા લાગ્યા હતા. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, આજે મારી સાથે તે વ્યક્તિવત્વ છે જેને કોઇ પરિચયની જરૂર નથી. તેમનું નામ વિશ્વનાં દરેક વ્યક્તિ જાણે છે. વડાપ્રધાન મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પની તરફ ઇશારો કરતા કહ્યું કે, 2017માં તમે મને પોતાનાં પરિવાર સાથે મળાવ્યો હતો. આજે હું તમને મારા પરિવાર સાથે મુલાકાત કરાવી રહ્યો છું. 

જુઓ LIVE TV

વડાપ્રધાને કહ્યું કે, ટ્રમ્પે મારા માટે જે ઉષ્મા દેખાડી છે, હું તેમને અનેક વખત મળી ચુક્યો છું દરેક વખતે તેમનો વ્વહાર ખુબ જ ઉષ્માસભર હોય છે. હું તેમના નેતૃત્વની પ્રશંસા કરુ છું. ટ્રમ્પનું લક્ષ્ય અમેરિકાને ફરીથી મહાન બનાવવાની છે. તેઓ અમેરિકી અર્થવ્યવસ્થાને મજબુત બનાવી રહ્યા છે. તેમણે અમેરિકા અને વિશ્વ માટે ઘણુ કર્યું છે.

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More