Home> India
Advertisement
Prev
Next

કોંગ્રેસમાં જોડાવાની શરતો, ડ્રગ્સ અને દારૂથી દૂર રહેવું પડશે, પાર્ટી વિરુદ્ધ બોલવાનું નહીં

નવેમ્બરમાં કોંગ્રેસ પાર્ટી સદસ્યતા અભિયાન શરૂ કરવા જઈ રહી છે. અગાઉના મેમ્બરશિપ ફોર્મમાં કેટલીક નવી શરતો ઉમેરવામાં આવી છે. આ મુજબ કોંગ્રેસના સભ્ય બનવા માટે તમારે ડ્રગ્સ, દારૂથી દૂર રહેવું પડશે. તેમજ પાર્ટી સામે કોઈ ટીકા પણ નહીં થાય.

કોંગ્રેસમાં જોડાવાની શરતો, ડ્રગ્સ અને દારૂથી દૂર રહેવું પડશે, પાર્ટી વિરુદ્ધ બોલવાનું નહીં

નવી દિલ્હીઃ કોંગ્રેસ (Congress) ના સભ્ય બનવા માટે કોઈપણ વ્યક્તિએ દારૂ (Liquor) અને માદક પદાર્થો (Drugs) થી દૂર રહેવાનો સંકલ્પ લેવો પડશે અને તે એફિડેવિડ આપવું પડશે કે તે જાહેર મંચો પર  ક્યારેય પાર્ટીની નીતિઓ તથા કાર્યક્રમોની આલોચના નહીં કરે. 

સભ્ય ફોર્મમાં લખી છે શરતો
દેશની સૌથી જૂની પાર્ટીના સભ્ય સંબંધી અરજી પત્રમાં આ શરતોને સામેલ કરવામાં આવી છે. તે અનુસાર કોંગ્રેસનું સભ્ય પદ લઈ રહેલા લોકોએ તે જાહેરાત કરવી પડશે કે તે કાયદાકીય મર્યાદાથી વધુ સંપત્તિ રાખશે નહીં અને કોંગ્રેસની નીતિઓ અને કાર્યક્રમોને આગળ વધારવા માટે ફિઝિકલ એફર્ટ અને જમીની મહેનત કરવાથી શરમ અનુભવશે નહીં. 

આ પણ વાંચોઃ PM મોદીએ સાત વેક્સીન નિર્માતાઓ સાથે યોજી બેઠક, સીરમ સહિત આ કંપનીના પ્રતિનિધિ રહ્યા હાજર

નવેમ્બરથી શરૂ થશે સદસ્યતા અભિયાન
પાર્ટીએ એક નવેમ્બરથી શરૂ થઈ રહેલા સદસ્યતા અભિયાન માટે તૈયાર અરજી પત્રમાં 10 આવા બિંદુઓનો ઉલ્લેખ કર્યો, જેના વિશે સભ્ય બનવા ઈચ્છુક લોકોએ પોતાની મંજૂરી આપવી પડશે. 16 ઓક્ટોબરે યોજાયેલી કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠકમાં તે નિર્ણય લેવામાં આવ્યો કે સંગઠાન્મતક ચૂંટણી પહેલા પાર્ટી આગામી એક નવેમ્બરથી આગામી વર્ષે 31 માર્ચ સુધી સભ્ય અભિયાન ચલાવશે. 

સામાજિક ભેદભાવની પ્રવૃત્તિથી દૂર રહેવાની સ્થિતિ
આ અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તમામ નવા સભ્યોએ પ્રતિજ્ઞા લેવી પડશે કે તેઓ કોઈપણ પ્રકારની સામાજિક ભેદભાવની પ્રવૃત્તિમાં સામેલ થશે નહીં, પરંતુ સમાજમાંથી તેને દૂર કરવા માટે કામ કરશે. તેના સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે કે, 'હું નિયમિત ખાદી પહેરું છું, હું દારૂ અને ડ્રગ્સથી દૂર રહું છું, હું સામાજિક ભેદભાવ અને અસમાનતા કરતો નથી, પરંતુ તેમને સમાજમાંથી દૂર કરવામાં માનું છું અને હું પક્ષ દ્વારા સોંપેલ કાર્યને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More