Home> India
Advertisement
Prev
Next

'કાશ્મીરમાં મેં 30 વર્ષ પહેલા ISIS જેવી ક્રુરતા અને ભયનું વાતાવરણ જોયું હતું'

અમેરિકી કોંગ્રેસમાં કાશ્મીર(Kashmir) મુદ્દે ચાલી રહેલી સુનાવણીમાં ભારત(India)ના કોલમિસ્ટ સુનંદા વશિષ્ઠે(Sunanda Vashisht) કાશ્મીર પર મોટું નિવેદન આપ્યું છે.

'કાશ્મીરમાં મેં 30 વર્ષ પહેલા ISIS જેવી ક્રુરતા અને ભયનું વાતાવરણ જોયું હતું'

વોશિંગ્ટન: અમેરિકી કોંગ્રેસમાં કાશ્મીર(Kashmir) મુદ્દે ચાલી રહેલી સુનાવણીમાં ભારત(India)ના કોલમિસ્ટ સુનંદા વશિષ્ઠે(Sunanda Vashisht) કાશ્મીર પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે 30 વર્ષ પહેલા કાશ્મીરી પંડિતો(Kashmiri Pandit) પર અત્યાચારની આખી કહાની દુનિયાને જણાવી. સુનંદા વશિષ્ઠે પોતાના ભાષણમાં કાશ્મીરને લઈને વ્યક્તિગત અનુભવ જણાવતા અનેક મોટા ખુલાસા કર્યા હતાં. સુનંદાએ  કહ્યું કે 30 વર્ષ પહેલા કાશ્મીરમાં આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (ISIS) જેવી ક્રુરતા અને ભયનો માહોલ જોયો છે. ત્યારે પશ્ચિમી દેશોને ઈસ્લામિક આતંકવાદ વિશે ખબર પણ નહતી. 

રેલવેમાં મળતી સેવા બની મોંઘી : ચા, નાસ્તો અને ભોજનના રેટમાં જંગી વધારો, જાણો કયા ક્લાસમાં કેટલા ભાવ વધ્યા

તેમણે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ માનવાધિકારની વાતો કરતા લોકો પર વ્યંગ કરતા કહ્યું કે ત્યારે માનવતાના રક્ષકો ક્યાં હતાં, જ્યારે મારા દાદા મને અને મારી માતાને મારી નાખવા માંગતા હતાં. જેથી કરીને અમે ઈસ્લામિક ક્રુરતાથી બચી શકીએ. સુનંદાએ દુનિયાને જણાવ્યું કે જ્યારે દુનિયા ISIS આતંકીઓની ક્રુરતા અંગે જાણતી પણ નહતી ત્યારે કાશ્મીર તેનાથી પણ વધુ હેવાનિયત ઝેલી રહ્યું હતું. 

જુઓ LIVE TV

વશિષ્ઠે કહ્યું કે તે સમયે માનવાધિકારની પેરવી કરનારા લોકો ક્યાં હતાં જ્યારે મારા અધિકારો છીનવી લેવાયા હતાં. તેઓ 19 જાન્યુઆરી 1990ની રાતે ક્યાં હતાં જ્યારે કાશ્મીરની મસ્જિદોમાંથી એવા અવાજો બહાર આવ્યાં હતાં કે કાશ્મીરમાં હિન્દુ મહિલાઓને તો ઈચ્છીએ છીએ પરંતુ હિન્દુ પુરુષોને નહીં. તે સમયે માનવતાના રખેવાળો ક્યાં હતાં જ્યારે મારા વૃદ્ધ દાદા મને અને મારી માતાને હેવાનિયતથી બચાવવા માટે ચાકૂ અને જૂની કુહાડીથી મારવા માટે ઊભા થઈ ગયા હતાં. આતંકીઓએ અમારા લોકોને 3 વિકલ્પ આપ્યાં હતાં- ભાગી જાઓ, ધર્મ પરિવર્તન અને અથવા તો મરવા માટે તૈયાર થઈ જાઓ. તે ખોફનાક ધમકીઓ બાદ તે દુર્ભાગ્યપૂર્ણ રાતે ચાર લાખ  કાશ્મીરી હિન્દુઓએ કાશ્મીર છોડીને બેઘર થવું પડ્યું હતું.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More