Home> India
Advertisement
Prev
Next

Delhi Hit And Run: વધુ એક ભયાનક અકસ્માત, ટક્કર બાદ કારની છત પર યુવકને લઈને 3 કિમી સુધી દોડી કાર

દેશની રાજધાની દિલ્હીમાં હિટ એન્ડ રનનો એક વીડિયો ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. દિલ્હીના પોશ વિસ્તાર કેજી માર્ગ-ટોલ્સ્ટોય માર્ગની રેડ લાઈટ પર કાર સવાર વ્યક્તિએ બાઈક પર સવાર 2 ભાઈઓને ટક્કર મારી, ટક્કર બાદ એક યુવક ઉછળીને પડ્યો જ્યારે બીજો યુવક કારની છત પર પડ્યો.

Delhi Hit And Run: વધુ એક ભયાનક અકસ્માત, ટક્કર બાદ કારની છત પર યુવકને લઈને 3 કિમી સુધી દોડી કાર

દેશની રાજધાની દિલ્હીમાં હિટ એન્ડ રનનો એક વીડિયો ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. દિલ્હીના પોશ વિસ્તાર કેજી માર્ગ-ટોલ્સ્ટોય માર્ગની રેડ લાઈટ પર કાર સવાર વ્યક્તિએ બાઈક પર સવાર 2 ભાઈઓને ટક્કર મારી, ટક્કર બાદ એક યુવક ઉછળીને પડ્યો જ્યારે બીજો યુવક કારની છત પર પડ્યો. કાર સવાર યુવકને લઈને કાર થોભવાની જગ્યાએ ભાગતી રહી. 

પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે તેણે પોતાના સ્કૂટીથી કારનો પીછો કર્યો અને તેનો વીડિયો પણ બનાવ્યો. મોહમ્મદ બિલાલ હોર્ન વગાડીને બૂમો પાડતો રહ્યો પરંતુ આરોપીઓ થોભ્યા નહીં. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કારની છત પર એક યુવક પડ્યો છે. અને ગાડી દોડતી રહે છે. લગભગ 3 કિલોમીટર સુધી ભાગ્યા બાદ દિલ્હી ગેટ પર આરોપીઓ છત પર પડેલા યુવકને નીચે ફેંકીને ભાગી ગયા. કમનસીબે યુવકનું મોત નિપજ્યું છે. 

અકસ્માતનો ભોગ બનેલા યુવકનું નામ દીપાંશુ વર્મા હોવાનું કહેવાય છે. 30 વર્ષના દીપાંશુ વર્માનું મોત થયું જ્યારે તેમની સાથે જે યુવક હતો તે મુકુલ (20 વર્ષ) ગંભીર રીતે ઘાયલ છે. ઘાયલ થયેલો યુવક મુકુલ દીપાંશુની ફોઈનો પુત્ર છે. 

કર્ણાટક ચૂંટણીમાં બજરંગબલીની એન્ટ્રી, રેલીમાં PM મોદીએ લગાવ્યા નારા

2024 ચૂંટણી પહેલા શરદ પવારનો માસ્ટરસ્ટ્રોક? જાણો તેમના રાજીનામાની ઈનસાઈડ સ્ટોરી

દિલ્હી પોલીસેકંઝાવલા કાંડ જેવી આ વારદાતમાં હત્યાનો  કેસ દાખલ કર્યો છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અકસ્માત 29-30 એપ્રિલની મધરાતે 12.55 વાગે થયો હતો. આરોપીઓએ એક વાગે ઘાયલને કારમાંથી નીચે ફેંકી દીધો. અકસ્માતમાં જીવ ગુમાવનારો દીપાંશુ જ્વેલરી શોપ ચલાવતો હતો અને માતાપિતાનો એકનો એક પુત્ર હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More