Home> India
Advertisement
Prev
Next

કોરોનાને લઇને CM યોગીએ 377 ધર્મ ગુરૂઓ સાથે કરી વાત, કહ્યું- બિમારી ધર્મ જોઇને આવતી નથી

ઉત્તર પ્રદેશના 31 જિલ્લાઓમાં કોરોના વાયરસનું સંક્રમણ પહોંચી ગયું છે. પ્રદેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા રવિવારે સાંજ સુધી 276 હતી. તેમાંથી અડધા એટલે કે 138 પોઝિટિવ કેસ તબલીગી જમાતના લોકોના છે.

કોરોનાને લઇને CM યોગીએ 377 ધર્મ ગુરૂઓ સાથે કરી વાત, કહ્યું- બિમારી ધર્મ જોઇને આવતી નથી

લખનઉ: ઉત્તર પ્રદેશના 31 જિલ્લાઓમાં કોરોના વાયરસનું સંક્રમણ પહોંચી ગયું છે. પ્રદેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા રવિવારે સાંજ સુધી 276 હતી. તેમાંથી અડધા એટલે કે 138 પોઝિટિવ કેસ તબલીગી જમાતના લોકોના છે. યૂપીમાં કોરોનાના દર્દીઓની સંખ્યા હવે વધુ વધશે કારણ કે ઘણા કોરોના સંદિગ્ધોના સેમ્પલ તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે અને રિઝલ્ટ આવવાના બાકી છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યના 377 ધર્મગુરૂઓને વીડિયો કોન્ફસિંગ દ્વારા કોરોના વાયરસને લઇને ચર્ચા કરી. 

સીએમ યોગીએ ધર્મગુરૂઓ સાથે વાતચીતમાં કહ્યું 'અમે તાત્કાલિક લાભથી ઉપર ઉઠવું પડશે. રામનવમી જેવા મહત્વપૂર્ણ પર્વ પર અયોધ્યામાં કોઇ ભીડ ન થવા દેવી જોઇએ. બિમારી કોઇ ચહેરો કે ધર્મ જોઇને આવતી નથી. જો તબલીગી જમાતવાળી ઘટના ન થઇ હોત તો આપણે કોરોના વાયરસને રોકવામાં ઘણી હદે સફળ રહ્યા હતા. પરંતુ 21 દિવસના લોકડાઉનની સફળતા જ આગળની દિશા નક્કી કરશે. લોકડાઉન ખુલ્યા બાદ પણ સોશિયલ ડિસ્ટેંસિંગ નક્કી કરો. 

આ પહેલાં ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ ગૃહ અવનીશ અવસ્થીએ જણાવ્યું કે દિલ્હીના નિજામુદ્દીન મરકજમાં તબલીગી જમાતના જલસામાં સામેલ થઇને યૂપી પરત ફરેલા 1499 લોકોની અત્યાર સુધી ઓળખ કરવામાં આવી છે. તેમાંથી 305 વિદેશી છે. જમાતના 1205 લોકોને કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. વિદેશી જમાતિઓમાંથી 249ના પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યા છે. તબલીગી જમાતના 1499 લોકોમા6થી 138નો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More