Home> India
Advertisement
Prev
Next

દિલ્હીથી 'ગૂમ' થયેલા CM 40 કલાક બાદ રાંચીમાં 'પ્રગટ' થયા, શું હવે કલ્પના સોરેનની તાજપોશીની તૈયારી?

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન મંગળવારે બપોરે લગબગ 40 કલાક બાદ રાંચી પહોંચી ગયા છે. તેઓ અચાનક દિલ્હીથી ગાયબ થઈ ગયા હતા. ઈડી કથિત જમીન કૌભાંડ સંલગ્ન મની લોન્ડરિંગ મામલે હેમંત સોરેનની પૂછપરછ કરવા માંગે છે. ઈડી અત્યાર સુધીમાં લગભગ 10 સમન પાઠવી ચૂકી છે. ચર્ચા છે કે ઈડી તેમની  ધરપકડ પણ કરી શકે છે.

દિલ્હીથી 'ગૂમ' થયેલા CM 40 કલાક બાદ રાંચીમાં 'પ્રગટ' થયા, શું હવે કલ્પના સોરેનની તાજપોશીની તૈયારી?

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન મંગળવારે બપોરે લગબગ 40 કલાક બાદ રાંચી પહોંચી ગયા છે. તેઓ અચાનક દિલ્હીથી ગાયબ થઈ ગયા હતા. ઈડી કથિત જમીન કૌભાંડ સંલગ્ન મની લોન્ડરિંગ મામલે હેમંત સોરેનની પૂછપરછ કરવા માંગે છે. ઈડી અત્યાર સુધીમાં લગભગ 10 સમન પાઠવી ચૂકી છે. ચર્ચા છે કે ઈડી તેમની  ધરપકડ પણ કરી શકે છે. જેનાથી બચવા માટે તેઓ કાનૂની રસ્તા શોધી રહ્યા છે અને અચાનક ગાયબ થઈ ગયા હતા. ભાજપે આ મામલે ઝારખંડ મુક્તિ મોરચાના નેતૃત્વવાળી સરકારને ઘેરવાનું શરૂ કરી દીધુ. એટલે સુધી કે હેમંત સોરેન ગૂમ હોવાના પોસ્ટર પણ શેર કર્યા અને ઈનામ સુદ્ધા જાહેર કરી દીધુ. 

હેમંત સોરેને 31 જાન્યુઆરીના રોજ ઈડી સામે હાજર થવાનું છે. રાંચી પહોંચીને જ હેમંત સોરેન એક્ટિવ મોડમાં આવી ગયા. મુખ્યમંત્રી આવાસ પર તમામ વિધાયકો અને સીનિયર નેતાઓ સાથે મુલાકાત કરી છે. આ બેઠકમાં જેએમએમ, કોંગ્રેસ સહિત ગઠબંધનના વિધાયકો સામેલ થયા છે. ખાસ વાત એ પણ છે કે હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેન પણ બેઠકમાં સામેલ થયા છે.  ઈડીની પૂછપરછ પહેલા હેમંત સોરેન સાથી વિધાયકો સાથે આગળના ઘટનાક્રમ વિશે ચર્ચા કરી રહ્યા છે. હેમંત વિધાયકોની સલાહ પણ લઈ રહ્યા છે. એવું કહેવાય છે કે તેઓ આગળના વિકલ્પ શોધી રહ્યા છે. 

કલ્પના સોરેન ચર્ચામાં
જેએમએમ, કોંગ્રેસ અને આરજેડી વિધાયક દળની બેઠકની સૌથી ખાસ વાત એ રહી કે આ બેઠક સીએમ હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેન પણ હાજર જોવા મળ્યા. પીળા રંગની સાડીમાં તેઓ બેઠકમાં પહોંચ્યા. કલ્પના સોરેનને લઈને વિધાયક દળ મોટો નિર્ણય લઈ શકે છે. આ પ્રકારની અટકળો ઘણા સમયથી જોવા મળતી હતી. એવી ચર્ચા છે કે હેમંત સોરેનની અધ્યક્ષતામાં પહેલા રાઉન્ડની બેઠક પૂરી થઈ. આ બેઠક વચ્ચે જ હેમંત સોરેન ઘરેથી બહાર નીકળ્યા. બપોર બાદ બીજા રાઉન્ડની બેઠકમાં કોઈ નિર્ણય લેવાય તેવી શક્યતા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More