Home> India
Advertisement
Prev
Next

Delhi માં તમામ પ્રાઈવેટ ઓફિસ થશે બંધ; નવી ગાઈડલાઈન્સ જાહેર, હોમ આઈસોલેશનવાળા દર્દીઓ માટે યોગ ક્લાસ

દિલ્હીમાં ખુબ જ ઝડપથી કોરોનાના નવા કેસની સાથે ઓમિક્રોનથી સંક્રમણનો દર પણ બેકાબૂ બની રહ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં સંક્રમણ દર 25 ટકા પહોંચવાથી ચિંતા વધી ગઈ છે. દિલ્હીના એલજી અનિલ બૈજલે ડીડીએમએ સાથે બેઠક પણ કરી. DDMAની બેઠકો અને ચેતવણી બાદ કડકાઈ સતત વધી રહી છે. આ બધા વચ્ચે દિલ્હીની તમામ પ્રાઈવેટ ઓફિસ બંધ થવાનો આદેશ આવ્યો છે. બીજી બાજુ સીએમ કેજરીવાલે પણ આજે પ્રેસ કોન્ફરન્સ કરી.

Delhi માં તમામ પ્રાઈવેટ ઓફિસ થશે બંધ; નવી ગાઈડલાઈન્સ જાહેર, હોમ આઈસોલેશનવાળા દર્દીઓ માટે યોગ ક્લાસ

નવી દિલ્હી: દિલ્હીમાં ખુબ જ ઝડપથી કોરોનાના નવા કેસની સાથે ઓમિક્રોનથી સંક્રમણનો દર પણ બેકાબૂ બની રહ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં સંક્રમણ દર 25 ટકા પહોંચવાથી ચિંતા વધી ગઈ છે. દિલ્હીના એલજી અનિલ બૈજલે ડીડીએમએ સાથે બેઠક પણ કરી. DDMAની બેઠકો અને ચેતવણી બાદ કડકાઈ સતત વધી રહી છે. આ બધા વચ્ચે દિલ્હીની તમામ પ્રાઈવેટ ઓફિસ બંધ થવાનો આદેશ આવ્યો છે. બીજી બાજુ સીએમ કેજરીવાલે પણ આજે પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે કહ્યું કે યોગથી ઈમ્યુનિટી વધે છે. જે લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ હોમ આઈસોલેશનમાં છે તેમના માટે પ્રાણાયામ અને યોગના ક્લાસ શરૂ કરવા જઈ રહ્યા છે. 

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં છેલ્લા બે દિવસમાં કોરોનાના કેસ ઓછા આવ્યા છે. એ સારી વાત છે. હું આશા રાખુ છું કે આવનારા દિવસોમાં પણ આ ટ્રેન્ડ ચાલુ રહેશે. કોરોનાના વધવાની સ્પીડ ઓછી થવાની ચાલુ થશે. પરંતુ જે લોકો કોરોના સંક્રમિત છે, હોમ આઈસોલેશનમાં છે તેમના માટે આજે અમે એક અદભૂત કાર્યક્રમ લઈને આવ્યા છીએ. યોગ- પ્રાણાયામથી ઈમ્યુનિટી વધે છે. હું એ તો નથી કહી શકતો કે યોગ કોરોનાનો તોડ છે પરંતુ તેની સામે લડવા માટે આપણા શરીરની ક્ષમતા વધે છે. જે હોમ આઈસોલેશનમાં છે તેમના માટે અમે ઓનલાઈન યોગ ક્લાસીસ શરૂ કરીશું. 

મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે હોમ આઈસોલેટેડ લોકો ઘરે બેઠા યોગ ઈન્સ્ટ્રક્ટરની સાથે યોગ કરશે. યોગ ઈન્સ્ટ્રક્ટરની એક ખુબ મોટી ટીમ તૈયાર કરવામાં આવી છે. કોરોના સંબંધિત કયા કયા યોગ છે, પ્રાણાયામ છે તે અંગે સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવી છે. હોમ આઈસોલેશનમાં જે લોકો છે તેમને એક લિંક રજિસ્ટ્રેશન માટે મોકલવામાં આવશે. લિંક પર ક્લિક કરીને જણાવી શકો છો કે કેટલા વાગે યોગા કરવા માંગો છો. 

DDMA ની નવી ગાઈડલાઈન, દિલ્હીમાં બંધ થશે પ્રાઈવેટ ઓફિસ
આ બાજુ DDMA ની બેઠકો અને ચેતવણીઓ બાદ અહીં સતત કડકાઈ વધી રહી છે. આ બધા વચ્ચે દિલ્હીમાં તમામ ખાનગી ઓફિસો બંધ થવાનો આદેશ આવ્યો છે. વર્ક ફ્રોમ હોમનું પાલન કરવાનું રહેશે. જો કે જે છૂટની શ્રેણીમાં આવે છે તેમને તેમાંથી બાકાત રખાયા છે. તમામ રેસ્ટોરા અને બાર પણ બંધ થશે. પરંતુ ટેક અવેની મંજૂરી ચાલુ રહેશે. જે પ્રાઈવેટ ઓફિસો અત્યાર સુધી 50 ટકા સ્ટાફ સાથે કામ કરતી હતી તેણે હવે વર્ક ફ્રોમ હોમનું પાલન કરવાનું રહેશે. દિલ્હી સરકારની સરકારી ઓફિસો પણ હાલ 50 ટકા ક્ષમતા સાથે કામ કરે છે. 

દિલ્હીનું કોરોના બુલેટિન સતત ખતરનાક વળાંક લઈ રહ્યું છે જેને કારણે કડકાઈ વધી રહી છે. રેસ્ટોરા અને બારને  બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. અહીં લોકો બેસીને ખાઈ શકશે નહીં. સાપ્તાહિક બજારો વિશે પણ નિર્ણય લેવાયો છે. હવે એક ઝોનમાં એક અઠવાડિયામાં ફક્ત એક જ સાપ્તાહિક બજાર લગાવવાની મંજૂરી અપાઈ છે. બજારમાં કડકાઈથી કોરોના પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે. જ્યારે આ અગાઉ સાપ્તાહિક બજારો પર કોઈ પણ પ્રતિબંધ નહતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More