Home> India
Advertisement
Prev
Next

આંધ્ર પ્રદેશ: CIDના APCOના પૂર્વ ચેરમેનના ઘર પર દરોડા, સોના-ચાંદી સહિત 1 કરોડ કેસ જપ્ત

આંધ્ર પ્રદેશ (Andra Pradesh)માં CIDએ ખાજિપેટમાં APCO (State Handloom Weavers Cooperative Society)ના પૂર્વ ચેરમેન ગુજ્જલા શ્રીનિવાસુલુ (Former Chairman Gujjala Srinivasulu)ના આવાસ અને કાર્યાલય પર દરોડા પાડ્યા. તેમના આવાસથી 3 કિલો સોનું, 2 કિલો ચાંદી, 1 કરોડ રૂપિયાથી વધારે કેસ અને સંપત્તિના દસ્તાવેજ જપ્ત કર્યા છે. CIDના અધિકારીઓએ જણાવ્યું કે, 10 લાખ રૂપિયાની જુની નોટ અને 10 લાખના નવી નોટ શ્રીનિવાસુલુના હૈદરાબાદના મકાનથી મળી આવ્યા છે.

આંધ્ર પ્રદેશ: CIDના APCOના પૂર્વ ચેરમેનના ઘર પર દરોડા, સોના-ચાંદી સહિત 1 કરોડ કેસ જપ્ત

હૈદરાબાદ: આંધ્ર પ્રદેશ (Andra Pradesh)માં CIDએ ખાજિપેટમાં APCO (State Handloom Weavers Cooperative Society)ના પૂર્વ ચેરમેન ગુજ્જલા શ્રીનિવાસુલુ (Former Chairman Gujjala Srinivasulu)ના આવાસ અને કાર્યાલય પર દરોડા પાડ્યા. તેમના આવાસથી 3 કિલો સોનું, 2 કિલો ચાંદી, 1 કરોડ રૂપિયાથી વધારે કેસ અને સંપત્તિના દસ્તાવેજ જપ્ત કર્યા છે. CIDના અધિકારીઓએ જણાવ્યું કે, 10 લાખ રૂપિયાની જુની નોટ અને 10 લાખના નવી નોટ શ્રીનિવાસુલુના હૈદરાબાદના મકાનથી મળી આવ્યા છે.

આ પણ વાંચો:- પંજાબમાં BSFએ ઘુસણખોરીનો પ્રયાસ કરતા 5 પાકિસ્તાનીઓને ઠાર માર્યા

સીઆઇડીના અધિકારીઓએ જણાવ્યું કે, કોર્ટની મંજૂરી લઇને શુક્રવારે શ્રીનિવાસુલુના મકાન, ઢામખાનપલ્લે સ્થિત સોસાયટી કાર્યાલય અને સોસાયટીમાં કામ કરતા વ્યક્તિઓના નિવાસ પર એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. શ્રીનિવાસુલુના ઘર અને કાર્યાલય પર અચાનક એક સાથ દરોડા મારવાના કારણે પૂર્વ ચેરમેન કંઇપણ છુપાવી શક્યા નહીં. સીઆઇડીએ કહ્યું કે, તેમને આશ્ચર્ય થઇ રહ્યું છે કે 1 કરોડ કેસ રૂપિયા અને સોનું આ પ્રકારે ઘમાં કેમ પડ્યું છે. આ વાતની પણ તપાસ થશે કે ઘરમાં આટલી મોટી રમક કેમ રાખવામાં આવી છે.

આ પણ વાંચો:- મહિલાએ લગાવ્યો 139 લોકો પર બળાત્કારનો આરોપ, જાણો શું છે સમગ્ર કેસ

સોના-ચાંદીની સાથે સંપત્તિના અનેક દસ્તાવેજો પણ મળી આવ્યા છે. સીઆઈડીએ આ તમામ સંપત્તિ અને રોકડ રકમ જપ્ત કરી તેના કબજામાં લીધી છે. શ્રીનિવાસુલુનું કાળું નાણું પોતાના કબજામાં લીધા બાદ સીઆઈડી ટીમે શ્રીનિવાસુલુ અને તેના પરિવારની પણ લાંબા સમયથી પૂછપરછ કરી છે. સીઆઈડીએ જણાવ્યું હતું કે તેમના 25 અધિકારીઓએ શ્રીનુના ખાજાપેટ ખાતેના મકાનો અને પ્રોદ્દુટુર અને કડપામાં રહેતા એકાઉન્ટન્ટ્સ કોનડૈયા અને શ્રીરામુલુના ઘરો પર દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ સોસાયટીની ઓફિસમાંથી કમ્પ્યુટર અને દસ્તાવેજો લીધા હતા. કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો:- દિલ્હીના ધોળા કુવા રિંગરોડ પર એન્કાઉન્ટર, ISISના આતંકીની ધરપકડ

આ પહેલા બુધવારે આંધ્ર પ્રદેશ પોલીસે એક ટ્રેઝરી વિભાગ (Treasury department)ના કર્મચારીના ડ્રાઇવરના સસરાના ત્યાં દરોડા પડ્યા હતા, જ્યાં કોરોડની સંપત્તિનો ખુલાશો થયો હતો. તે દરમિયાન પોલીસને 2.42 કિલો સોનું, 84.10 કિલો ચાંદી, 15,55,560 રૂપિયા કેસ, 49.10 લાખ રૂપિયાનિ ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed deposit) અને નેશનલ સેવિંગ સ્કીમ (National Saving Scheme)ની રસીદ મળી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More