Home> India
Advertisement
Prev
Next

ચીનના વિરોધ પર ભારતનો વળતો જવાબ, જમ્મૂ-કાશ્મીર પુનર્ગઠન સંપૂર્ણ રીતે આંતરિક મામલો

વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું, 'ચીને 1963ના કથાકથિત ચીન-પાકિસ્તાન સરહદ સમજૂતી હેઠળ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (Pok)ના ભારતીય ભાગ પર ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે.'

ચીનના વિરોધ પર ભારતનો વળતો જવાબ, જમ્મૂ-કાશ્મીર પુનર્ગઠન સંપૂર્ણ રીતે આંતરિક મામલો

નવી દિલ્હીઃ જમ્મૂ-કાશ્મીરને 2 કેન્દ્રશાસિત રાજ્યો તરીકે બનાવવા પર ચીનના વિરોધ પર ભારતે આક્રમક રીતે પ્રતિક્રિયા આપી છે. ભારતે ગુરૂવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જમ્મૂ-કાશ્મીરનું પુનર્ગઠન સંપૂર્ણ રીતે આંતરીક મામલો છે અને તે આવા મુદ્દા પર અન્ય દેશોની ટિપ્પણી ઈચ્છતું નથી. ભારતે તે પણ કહ્યું કે, ચીનનો જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખના કેટલાક ભાગ પર ગેરકાયદેસર કબજો છે. 

અમારા ભાગ પર ચીને કર્યો છે ગેરકાયદે કબજોઃ ભારત
વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું, 'ચીને 1963ના કથાકથિત ચીન-પાકિસ્તાન સરહદ સમજૂતી હેઠળ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (Pok)ના ભારતીય ભાગ પર ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે.' મહત્વનું છે કે ગુરૂવારથી જમ્મૂ-કાશ્મીર રાજ્ય બે કેન્દ્રશાસિત પ્રદેશો- જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખના રૂપમાં વહેંચાય ગયા છે. મહત્વનું છે કે 5 ઓગસ્ટે કેન્દ્રએ આર્ટિકલ 370 હેઠળ જમ્મૂ-કાશ્મીરને મળેલા વિશેષ દરજ્જાને સમાપ્ત કરવા અને પ્રદેશને બે કેન્દ્ર શાસિત પ્રદેશ  તરીકે પુનર્ગઠનની જાહેરાત કરી હતી. 

શું કહ્યું હતું ચીને
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે ગુરૂવારે પેઇચિંગમાં મીડિયા બ્રિફિંગ દરમિયાન કહ્યું હતું, 'ભારતે એકતરફી રીતે પોતાના ઘરેલૂ કાયદામાં ફેરફાર કર્યો છે અને વહીવટી વહેંચણી ચીનના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન છે.' ચીની પ્રવક્તાએ પોતાના નિવેદનમાં કહ્યું, 'આ ગેરકાયદેસર અને અમાન્ય છે અને કોઈ રીતે ઉપયોગી નથી. તે તથ્યને ન બદલી શકે તે આ વિસ્તાર ચીનના વાસ્તવિક નિયંત્રણમાં છે.'

પત્રકારો, એક્ટિવિસ્ટોની જાસૂસીઃ આઈટી મિનિસ્ટ્રીએ વોટ્સએપ પાસે માગ્યો જવાબ 

આંતરિક મામલા પર ટિપ્પણી ન કરેઃ ભારત
ચીનના નિવેદન પર પ્રતિક્રિયા આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, ચીન આ મુદ્દા પર ભારતના સતત અને સ્પષ્ટ વલણથી સારી રીતે વાકેફ છે. તેમણે કહ્યું, 'પૂર્વવર્તી જમ્મૂ કાશ્મીર રાજ્યના કેન્દ્રશાસિત પ્રદેશો- જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખના રૂપમાં પુનર્ગઠન સંપૂર્ણ રીતે ભારતનો આંતરિક મામલો છે. કુમારે કહ્યું, 'અમે ચીન સહિત અન્ય દેશો પાસે તે અપેક્ષા કરતા નથી કે તે તેવા મુદ્દા પર ટિપ્પણી ન કરે જે ભારતનો આંતરીક મામલો છે, તેજ રીતે જેમ ભારત અન્ય દેશોના આંતરિક મામલા પર ટિપ્પણી કરવાથી બચે છે.'

અમારા સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડતાનું સન્માન કરેઃ ભારત
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ભાર આપીને કહ્યું કે, જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખના કેન્દ્ર શાસિત પ્રદેશ ભારતના અભિન્ન અંગ છે અને ભારત આશા કરે છે કે અન્ય દેશ તેના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડતાનું સન્માન કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More