Home> India
Advertisement
Prev
Next

Chandrayaan 3 Updates: વાહ! ચંદ્ર પર ઓક્સિજન છે, રોવર પ્રજ્ઞાને અન્ય મહત્વપૂર્ણ તત્વો શોધ્યા, ઈસરોએ આપી માહિતી

ISRO Updates: ચંદ્રયાન-3 મિશનમાં સામેલ પ્રજ્ઞાન રોવરે ચંદ્રમા પરથી પોતાના અને વિક્રમ લેન્ડરના સ્વાસ્થ્યની જાણકારી આપી છે. સાથે પૃથ્વી પર રહેતા લોકોના હાલચાલ પણ જાણ્યા છે. 
 

Chandrayaan 3 Updates: વાહ! ચંદ્ર પર ઓક્સિજન છે, રોવર પ્રજ્ઞાને અન્ય મહત્વપૂર્ણ તત્વો શોધ્યા, ઈસરોએ આપી માહિતી

નવી દિલ્હીઃ Chandrayaan 3 Mission Updates: ભારતના ચંદ્ર મિશન 'ચંદ્રયાન-3' ના વિક્રમ લેન્ડની સાથે ગયેલા પ્રજ્ઞાન રોવરે ચંદ્ર પરથી પોતાના હાલચાલ જણાવ્યા છે. પ્રજ્ઞાન રોવરે એક મેસેજ મોકલ્યો છે, જેમાં તેણે પૃથ્વીવાસીઓના હાલચાલ પણ લીધા છે. રોવરે જણાવ્યું કે તે અને તેનો મિત્ર વિક્રમ લેન્ડર સંપર્કમાં છે અને બંનેનું સ્વાસ્થ્ય સારૂ છે. આ સાથે સંદેશ આપ્યો કે જલદી સારા પરિણામ આવવાના છે. 

ઈસરોનું ટ્વીટ
ચંદ્રયાનના રોવર પ્રજ્ઞાને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સલ્ફર, એલ્યુમિનિયમ, કેલ્શિયમ, આયર્ન, ક્રોમિયમ, ટાઇટેનિયમ, મેંગેનીઝ, સિલિકોન અને ઓક્સિજન શોધી કાઢ્યા હતા. ઈસરોએ કહ્યું કે, ચંદ્રની સપાટી પર હાઈડ્રોજનની શોધ ચાલુ છે.

ISROએ મંગળવારે કહ્યું કે ચંદ્રયાન-3ના રોવર પ્રજ્ઞાન પર લગાવેલા એક સાધને ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીકની સપાટીમાં સલ્ફરની હાજરીની સ્પષ્ટ પુષ્ટિ કરી છે. ઇસરોએ એમ પણ કહ્યું કે સાધનમાં અપેક્ષા મુજબ એલ્યુમિનિયમ, કેલ્શિયમ, આયર્ન, ક્રોમિયમ, ટાઇટેનિયમ, મેંગેનીઝ, સિલિકોન અને ઓક્સિજન પણ મળી આવ્યા છે. ISROએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "વૈજ્ઞાનિક પ્રયોગો પ્રગતિમાં છે... રોવર પર લગાવવામાં આવેલ લેસર ડ્રિવન બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપ (LIBS) સાધને ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીકની સપાટીમાં સલ્ફરની હાજરીની સ્પષ્ટ પુષ્ટિ કરી છે." "અપેક્ષિત રીતે, એલ્યુમિનિયમ, કેલ્શિયમ, આયર્ન, ક્રોમિયમ, ટાઇટેનિયમ, મેંગેનીઝ, સિલિકોન અને ઓક્સિજન પણ મળી આવ્યા હતા," બેંગલુરુમાં ISRO મુખ્યાલયે જણાવ્યું હતું. હાઇડ્રોજનની શોધ ચાલુ રહે છે' LIBS ઇન્સ્ટ્રુમેન્ટને લેબોરેટરી ફોર ઇલેક્ટ્રો-ઓપ્ટિક્સ સિસ્ટમ્સ (LEOS)/ISRO, બેંગલુરુ ખાતે વિકસાવવામાં આવ્યું છે.

પ્રજ્ઞાન રોવરે કર્યો મેસેજ?
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (પૂર્વમાં ટ્વિટર) પર  LVM3-M4/CHANDRAYAAN-3 MISSION નામના એકાઉન્ટથી પ્રજ્ઞાન રોવરનો મેસેજ પોસ્ટ કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું 'હેલો પૃથ્વીવાસીઓ! હું ચંદ્રયાન-3નું પ્રજ્ઞાન રોવર. આશા કરુ છું કે તમે બધા કુશળ હશો. બધાને જણાવવા ઈચ્છુ છું કે હું ચંદ્રના રહસ્યોને ઉજાગર કરવાના મારા રસ્તા પર છું. હું અને મારો મિત્ર વિક્રમ લેન્ડર સંપર્કમાં છીએ. અમારૂ સ્વાસ્થ્ય સારૂ છે. સૌથી સારા પરિણામ જલદી આવી રહ્યાં છે..'

ચંદ્રમાં પર અડધો દિવસ પસાર કરવાની નજીક ચંદ્રયાન-3
નોંધનીય છે કે ચંદ્રયાન-3ના મિશનની લાઇફ એક ચંદ્ર દિવસ બરાબર આંકવામાં આવી છે, જે પૃથ્વીના 14 દિવસ બરાબર થાય છે. તેનું ચંદ્રમાના દક્ષિણી ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ બુધવાર (23 ઓગસ્ટ) એ સાંજે 6.04 કલાકે કરાવવામાં આવ્યું હતું. આ પ્રકારે તે ચંદ્ર પર અડધો દિવસ પસાર કરવાની નજીક છે. આ દરમિયાન ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરોએ લેન્ડર અને રોવરની મદદથી ચંદ્રમા વિશે ઘણી મહત્વની જાણકારીઓ ભેગી કરી છે.

આ પણ વાંચોઃ ચોમાસાની પેટર્નમાં ફેરફાર, ઓગસ્ટમાં પડ્યો ઓછો વરસાદ, હવે સપ્ટેમ્બરમાં શું થશે? જાણો

ઈસરો પ્રમુખ એસ સોમનાથ સહિત ઘણા ભારતીય વૈજ્ઞાનિકો પહેલાથી આશા વ્યક્ત કરી ચુક્યા છે કે ચંદ્રયાન-3 વધુ એક ચંદ્ર દિવસમાં પણ કામ કરી શકે છે. તે માટે તેણે ચંદ્રમાની રાત્રે વધુ ઠંડા તાપમાનમાં બચીને રહેવું પડશે. જાણકાર જણાવે છે કે સૂર્યાસ્ત બાદ ચંદ્રમાના કેટલાક ભાગમાં તાપમાન માઇનસ 203 ડિગ્રી સુધી પહોંચી જાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More