Home> India
Advertisement
Prev
Next

Chandrayaan-3: વિક્રમ લેન્ડરના LPDC કેમેરાએ બનાવ્યો ચંદ્રનો વીડિયો, તમે પણ જુવો કેવી દેખાય છે ચંદ્રની સપાટી

Chandrayaan-3 ના વિક્રમ લેન્ડરે ચંદ્રમાની સપાટીનો નવો વીડિયો બનાવ્યો છે. તેને ઈસરોએ પોતાના એક્સ હેન્ડલ પર શેર કર્યો છે. જે કેમેરાએ વીડિયો બનાવ્યો છે, તેનું નામ છે LPDC. એટલે લેન્ડર પોઝિશન ડિટેક્શન કેમેરા. તમે અહીં જુઓ એલપીડીસીએ બનાવેલ વીડિયો અને તસવીરો..

Chandrayaan-3: વિક્રમ લેન્ડરના LPDC કેમેરાએ બનાવ્યો ચંદ્રનો વીડિયો, તમે પણ જુવો કેવી દેખાય છે ચંદ્રની સપાટી

નવી દિલ્હીઃ ISRO એ પોતાના એક્સ હેન્ડલ પર ચંદ્રની સપાટીનો વીડિયો જારી કર્યો છે. આ વીડિયો વિક્રમ લેન્ડર પર લાગેલા LPDC સેન્સરે બનાવ્યો છે, જેનું નામ લેન્ડર પોઝિશન ડિટેક્શન કેમેરા (Lander Position Detection Camera) છે. 

LPDC વિક્રમ લેન્ડરના નિચેના ભાગમાં લાગેલો છે. આ એટલા માટે લગાવવામાં આવ્યો છે જેથી વિક્રમ પોતાના માટે લેન્ડિંગની યોગ્ય અને સપાટ જગ્યા શોધી શકે. આ કેમેરાની મદદથી જોઈ શકાય છે કે વિક્રમ લેન્ડર કોઈ ખાડાવાળી જગ્યા પર લેન્ડ તો કરી રહ્યું નથી. કે કોઈ ખાડા એટલે કે ક્રેટરમાં તો જઈ રહ્યું નથીને. 

આ કેમેરાને લેન્ડિંગથી થોડે પહેલા ફરી ઓન કરી શકાય છે. કારણ કે હાલ જે તસવીરો આવી છે, તેને જોઈને લાગે છે કે આ કેમેરો ટ્રાયલ માટે ઓન કરવામાં આવ્યો હતો. જેથી વીડિયો કે તસવીરોથી ખ્યાલ આવી શકે કે તે કેટલો યોગ્ય રીતે કામ કરી રહ્યો છે. ચંદ્રયાન-2માં પણ આ સેન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે સારી રીતે કામ કરી રહ્યો હતો. 

LPDC નું કામ વિક્રમ માટે લેન્ડિંગની યોગ્ય જગ્યા શોધવાનું છે. તે પેલોડની સાથે લેન્ડર હઝાર્ડ ડિટેક્શન એન્ડ એવોયડેન્સ કેમેરા, લેઝર અલ્ટીમિટર, લેઝર ડોપલર વેલોસિટીમીટર અને લેન્ડર હોરીજોન્ટલ વેલોસિટી કેમેરા મળીને કામ કરશે. જેથી લેન્ડરને સુરક્ષિત જગ્યાએ ઉતારી શકાય.

વિક્રમ લેન્ડર જે સમયે ચંદ્રની સપાટી પર ઉતરશે, તે સમયે તેની ગતિ 2 મીટર પ્રતિ સેકેન્ડની આસપાસ હશે. પરંતુ હોરીઝોન્ટલ ગતિ 0.5 મીટરપ્રતિ સેકેન્ડ હશે. વિક્રમ લેન્ડર 12 ડિગ્રી ઝુકાવવાળા ઢાળ પર ઉતરી શકે છે. આ ગતિ, દિશા અને સમતલ જમીન શોધવામાં દરેક યંત્ર વિક્રમ લેન્ડરની મદદ કરશે. આ દરેક યંત્ર લેન્ડિંગથી આશરે 500 મીટર પહેલા એક્ટિવ થઈ જશે. 

fallbacks

ત્યારબાદ વિક્રમ લેન્ડરમાં લાગેલા ચાર પેલોડ્સ કામ કરવાનું શરૂ કરશે. આ છે રંભા. તે ચંદ્રની સપાટી પર સૂરજથી આવનાર પ્લાઝ્મા કણોના ઘનત્વ, માત્રા અને ફેરફારની તપાસ કરશે. ચાસ્ટે, તે ચંદ્રની સપાટીની ગરમી એટલે કે તાપમાનની તપાસ કરશે. ઇલ્સા, તે લેન્ડિંગ સાઇટની આસપાસની ભૂકંપીય ગતિવિધિઓની તપાસ કરશે. લેઝર રેટ્રોરિપ્લેક્ટર એરે, તે ચંદ્રના ડાયનામિક્સને સમજવાનો પ્રયાસ કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More