Home> India
Advertisement
Prev
Next

ઈસરોની ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગની તૈયારીઓ, મંદિર પહોંચી વૈજ્ઞાનિકોની ટીમ 

Chandrayaan 3: 14 જુલાઈના રોજ ઈસરો ફરી એકવાર ચંદ્રયાન 3ને લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ પહેલા ઈસરોના વૈજ્ઞાનિકોની એક ટીમ ચંદ્રયાન-3ના લઘુ મોડલ સાથે પૂજા અર્ચના કરવા માટે તિરુપતિ વેંકટચલપતિ મંદિર પહોંચી હતી. અત્રે જણાવવાનું કે ચંદ્રયાન-3 14 જુલાઈના રોજ ભારતીય સમય મુજબ બપોરે 2.35 વાગ્યે સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્ર શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવશે

ઈસરોની ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગની તૈયારીઓ, મંદિર પહોંચી વૈજ્ઞાનિકોની ટીમ 

Chandrayaan 3: 14 જુલાઈના રોજ ઈસરો ફરી એકવાર ચંદ્રયાન 3ને લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ પહેલા ઈસરોના વૈજ્ઞાનિકોની એક ટીમ ચંદ્રયાન-3ના લઘુ મોડલ સાથે પૂજા અર્ચના કરવા માટે તિરુપતિ વેંકટચલપતિ મંદિર પહોંચી હતી. અત્રે જણાવવાનું કે ચંદ્રયાન-3 14 જુલાઈના રોજ ભારતીય સમય મુજબ બપોરે 2.35 વાગ્યે સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્ર શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવશે. ઈસરોએ આ અંગે જાહેરાત કરી હતી. 

14 જુલાઈએ લોન્ચ થશે
ISRO ચાર વર્ષ બાદ એકવાર ફરીથી શુક્રવારે પૃથ્વીના એકમાત્ર ઉપગ્રહ ચંદ્રમા પર પહોંચવા માટે પોતાના ત્રીજા મિશન સાથે તૈયાર છે. મિશન હેઠળ 43.5 મીટર લાંબુ રોકેટ 14 જુલાઈના રોજ બપોરે 2.35 વાગે બીજા લોન્ચ પેડથી લોન્ચ કરવામાં આવનાર છે. ગુરુવારે તેનું કાઉન્ટડાઉન શરૂ થશે. મંગળવારે જ લોન્ચિંગનું રિહર્સલ પૂર્ણ કરવામાં આવ્યું હતું. 

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગની તૈયારી
ચંદ્રયાન-3ને ફેટ બોય એલવીએમ-એમ 4 રોકેટ પૃથ્વીની કક્ષામાં લઈને જશે. જે સૌથી લાંબી એટલે કે 43.5 મીટર અને સૌથી વજનદાર 640000 કિગ્રાવાળું રોકેટ છે. ઈસરો ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરાવવાના મિશનમાં જો સફળ થઈ જશે તો અમેરિકા, ચીન અને પૂર્વ સોવિયેત સંઘ બાદ આ યાદીમાં સામેલ થનારો ભારત ચોથો દેશ બની જશે. ચાર વર્ષ પહેલા એટલે કે 2019માં ભારત ચંદ્રયાન-2ની સપાટી પર સુરક્ષિત રીતે ઉતારવામાં નિષ્ફળ રહ્યું હતું. તેનાથી ઈસરોની ટીમ ખુબ નિરાશ પણ થઈ હતી. ત્યારે ભાવુક થયેલા તત્કાલીન પ્રમુખ કે.સિવનને ગળે લગાવીને સાંત્વના આપતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીર આજે પણ લોકોને યાદ છે. 

24-25 ઓગસ્ટે ચંદ્ર પર ઉતર્યા બાદ 14 દિવસ રોવર લેન્ડર ચારેય બાજુ 360 ડિગ્રી ફરશે અને વિવિધ પરીક્ષણો પણ કરશે. ચંદ્રની સપાટી પર રોવરના પૈડાના જે નિશાન પડશે તે ફોટા પણ લેન્ડર મોકલશે. 

ISRO ની તૈયારીઓ પૂરી
દેશના મહત્વકાંક્ષી ચંદ્ર મિશન હેઠળ ચંદ્રયાન-3ને ફેટબોય LVM3-M4 રોકેટ લઈને જશે. 14 જુલાઈના રોજ શ્રીહરિકોટાથી થનારા આ લોન્ચિંગ માટે ઈસરોએ જોરશોરથી તૈયારીઓ કરી છે. ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ ઓગસ્ટના અંતમાં નિર્ધારિત છે. વૈજ્ઞાનિક અહીં સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્રમાં આકરી મહેનત કર્યા બાદ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ ટેક્નોલોજીમાં મહારથ હાંસલ કરવાના લક્ષ્યને સાંધી રહ્યા છે. આ મિશન ભાવિ આંતરગ્રહીય મિશનો માટે પણ સહાયક સાબિત થઈ શકે છે. 

શું ફેરફાર કરાયા છે આ વખતે
- આ વખતે ચંદ્રયાન-3ના લેન્ડરના ગાઈડન્સ સોફ્ટવેરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઓર્બિટરી મદદતી મળતી તસવીરોનો ચોક્કસ આંકડો પણ સોફ્ટવેર પાસે ઉપલબ્ધ ઙશે. 
- લેન્ડરમાં ચારેય બાજુ લગાવેલા ચાર એન્જિન (થ્રસ્ટર) હશે પરંતુ ગઈ વખતે વચ્ચે જે પાંચમુ એન્જિન હતું તેને હટાવી દેવાયું છે. આ સિવાય ફાઈનલ લેન્ડિંગ ફક્ત  બે એન્જિનથી જ થઈ શકશે. જેથીથી કરીને બે અન્ય એન્જિન ઈમર્જન્સીમાં કામ આવી શકે. આ વખતે ઓર્બિટરની જગ્યાએ પ્રપલ્સન મોડ્યૂલ છે જે ચંદ્રની પરિક્રમા કરશે. 

જુલાઈમાં જ કેમ થશે લોન્ચ
તમને પણ એમ થતું હશે કે જુલાઈમાં જ કેમ લોન્ચ કરાઈ રહ્યું છે તો તેનો જવાબ તમે જણાવીએ કે આ એ જ સમય છે જ્યારે પૃથ્વી અને ચંદ્ર એકબીજાની સૌથી વધુ નજીક હોય છે. અગાઉ ચંદ્રયાન-3 પણ 22 જુલાઈ 2019ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. 

શુક્રવારનું આ મિશન ચંદ્રયાન-2ની તર્જ પર થશે જ્યાં વૈજ્ઞાનિક અનેક ક્ષમતાઓનું પ્રદર્શન કરશે. જેમાં ચંદ્રમાની કક્ષા પર પહોંચવું, લેન્ડરનો ઉપયોગ કરીને ચંદ્રમાની સપાટી પર યાનને સુરક્ષિત ઉતારવું, અને લેન્ડરમાંથી રોવર બહાર નીકળીને ચંદ્રમાની સપાટી અંગે અભ્યાસ કરવો વગેરે સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More