Home> India
Advertisement
Prev
Next

chandrayaan 2: આ મહિલાઓનો સમગ્ર મિશનમાં છે મહત્વપૂર્ણ રોલ, જાણો કોણ છે આ

લેક્ટ્રોનિક સિસ્ટમ એન્જીનિયર મુથાયાએ આ પહેલાં રિમોટ સેંસિંગ સેટેલાઇટસ દ્વારા ડેટા ઓપરેશન્સમાં મહત્વપૂર્ણ કામ કર્યું છે. ઇસરના ચેરમેન ડો. કે સિવને મીડિયાને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે ઇસરોમાં લિંગભેદ બિલકુલ નથી. દરેક કાબેલ વ્યક્તિને સારું કામ કરવાની તક મળે છે. ચંદ્વયાન-2માં 30 ટકા મહિલા વૈજ્ઞાનિક તેનું ઉદાહરણ છે. 

chandrayaan 2: આ મહિલાઓનો સમગ્ર મિશનમાં છે મહત્વપૂર્ણ રોલ, જાણો કોણ છે આ

નવી દિલ્હી: આ ISRO ની રોકેટ વુમેન છે. જેમણે ચંદ્વ પર ભારતનો દબદબો યથાવત રાખવાના સપનાને સાચું કર્યું છે. આ સપનાને ખાતિર બંનેએ દિવસ રાત એક કરી દીધો. તેમાં પહેલું નામ છે મુથય્યા વનીથાનું જોકે મિશનની પ્રોજેક્ટ ડાયરેક્ટર છે. તો બીજી તરફ રિતુ કરિધલ છે જે ચંદ્વયાન-2 ની મિશન ડાયરેક્ટર છે. 

મુથય્યા વનીથા સેટેલાઇટ કોમ્યુનિકેશનની એક્સપર્ટ છે. તે ચંદ્વયાન-2 મિશન પહેલાં ભારતના પહેલા રિમોટ સેંસિંગ સેટેલાઇટ પ્રોજેક્ટ Cartosat 1 અને Oceansat-2 પ્રોજેક્ટની ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર રહી છે. વનિથા ગત 32 વર્ષથી ઇસરો માટે કામ કરી રહી છે. તે મંગલયાન મિશન સાથે જોડાયેલી રહે છે. 

ચંદ્રની સપાટીથી 2.1 કિમી દૂર વિક્રમ લેન્ડરનો સંપર્ક તુટ્યો, પીએમ મોદીએ વૈજ્ઞાનિકોની હિંમત વધારી

ઉંમરના 40મા પડાવમાં પ્રવેશી ચૂકેલી મુથાયા વનિતા ઇસરોમાં પોતાના કામથી મોટી ઓળખ બનાવી છે. ચંદ્વયાન 2 મિશનમાં તે પહેલી મહિલા પ્રોજેક્ટ ડાયરેક્ટર બની. ઇલેક્ટ્રોનિક સિસ્ટમ એન્જીનિયર મુથાયાએ આ પહેલાં રિમોટ સેંસિંગ સેટેલાઇટસ દ્વારા ડેટા ઓપરેશન્સમાં મહત્વપૂર્ણ કામ કર્યું છે. ઇસરના ચેરમેન ડો. કે સિવને મીડિયાને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે ઇસરોમાં લિંગભેદ બિલકુલ નથી. દરેક કાબેલ વ્યક્તિને સારું કામ કરવાની તક મળે છે. ચંદ્વયાન-2માં 30 ટકા મહિલા વૈજ્ઞાનિક તેનું ઉદાહરણ છે. 

ઈસરો ડાયરીઃ ભારતીય અંતરીક્ષ એજન્સીના ચંદ્રયાન-2 અને અન્ય સિમાચિન્હો 

તો બીજી તરફ ચંદ્વયાન-2 મિશન ડાયરેક્ટર રિતુ કરિધલ મંગલયાન મિશનની ડેપ્યુટી ઓપરેશન્સ ડાયરેક્ટર હતી. તેમણે ચંદ્વયાન 2ના સફળ ટેસ્ટિંગના સમયે એક ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે મોટાભાગે કહેવામાં આવે છે કે Men are from mars and women are from venus (પુરૂષ મંગળ ગ્રહ પરથી આવે છે અને મહિલાઓ શુક્ર ગ્રહથી આવે છે) પછી મંગળ અભિયાનની આ સફળતા બાદ ઘણા લોકો મહિલા વૈજ્ઞાનિકોને 'મંગળની મહિલાઓ' કહેવા લાગ્યા છે. 1997થી ઇસરોની સાથે કામ કરી રહેલી રિતુ કરિધલને 2007માં પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ દ્વારા ઇસરોના પ્રતિષ્ઠિત યંગ સાઇંટિસ્ટ એવોર્ડ પણ મળી ચૂક્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More