Home> India
Advertisement
Prev
Next

દેશમાં દરેક વયસ્કને Corona vaccine આપવાની સલાહને કેન્દ્ર સરકારે નકારી

મીડિયા સાથે વાત કરતા સ્વાસ્થ્ય સચિવે કહ્યું કે, દેશના 50 જિલ્લા ચિંતાનું કારણ બનેલા છે. તેમાંથી 30 જિલ્લા મહારાષ્ટ્રના છે, છત્તીસગઢમાં 11 જિલ્લા છે અને 9 જિલ્લા પંજાબના છે. 

દેશમાં દરેક વયસ્કને Corona vaccine આપવાની સલાહને કેન્દ્ર સરકારે નકારી

નવી દિલ્હીઃ દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના બધા લોકોને કોરોના વેક્સિન (Corona vaccine) લગાવવાની સલાહને કેન્દ્ર સરકારે નકારી દીધી છે. આ પહેલા પણ સરકારે સ્પષ્ટ કર્યુ હતુ કે દેશમાં બધા લોકોને હાલ કોરોના વેક્સિન આપવાનો કોઈ પ્લાન નથી. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યુ કે, ઘણા લોકો કહી રહ્યાં છે કે આખરે દેશમાં દરેકને વેક્સિન કેમ આપવામાં આવી રહી નથી. વેક્સિનેશન અભિયાનના બે લક્ષ્ય છે- મૃત્યુઆંક રોકવો અને હેલ્થકેર સિસ્ટમને બચાવવી. વેક્સિન આપવાનો તે અર્થ નથી કે જેને ઈચ્છા હોય તેને રસી આપવામાં આવે પરંતુ અમે તેના વેક્સિનેશન પર વિચાર કરી રહ્યાં છીએ, જેને તેની જરૂર છે. 

મીડિયા સાથે વાત કરતા સ્વાસ્થ્ય સચિવે કહ્યું કે, દેશના 50 જિલ્લા ચિંતાનું કારણ બનેલા છે. તેમાંથી 30 જિલ્લા મહારાષ્ટ્રના છે, છત્તીસગઢમાં 11 જિલ્લા છે અને 9 જિલ્લા પંજાબના છે. કેન્દ્ર સરકારે આ બધા જિલ્લામાં કોરોનાનો સામનો કરવાની તૈયારીઓ પર નજર રાખવા માટે ટીમો મોકલવાનો નિર્ણય કર્યો છે. આ વચ્ચે નીતિ આયોગના સભ્ય વીકે પોલે કહ્યુ કે, દેશમાં મહામારીની અસર વધી છે. પહેલા સરકાર તરફથી ચેતવણી આપવામાં આવી હતી કે સ્થિતિ ભલે સુધરી હોય, પરંતુ કોરોનાને ગંભીરતાથી લેવો જોઈએ. પરંતુ હવે સ્થિતિ ફરી બગડી છે અને પાછલા વર્ષ કરતા પણ ઝડપી કેસ વધી રહ્યાં છે. 

છત્તીસગઢ બન્યું ચિંતાનો વિષય
હેલ્થ સેક્રેટરીએ કહ્યું કે, મહારાષ્ટ્ર, પંજાબ સહિત ઘણા રાજ્યોમાં સંકટ વધ્યું છે, પરંતુ નાનું રાજ્ય હોવા છતાં છત્તીસગઢ ચિંતાનું કારણ બન્યું છે. તેમણે કહ્યું, છત્તીસગઢ અમારા માટે ચિંતાનો વિષય છે. નાનું રાજ્ય હોવા છતાં દેશભરના કુલ કેસોમાં છ ટકા છત્તીસગઢથી છે અને 3 ટકા મોત આ રાજ્યમાં નોંધાયા છે. બીજી લહેરમાં કોરોનાનો કહેર છત્તીસગઢમાં વધ્યો છે. 

આ પણ વાંચોઃ Corona: આગામી 30 દિવસ ખતરનાક, કોરોના પર સ્વાસ્થ્ય મંત્રાલયની ચેતવણી

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More