Home> India
Advertisement
Prev
Next

આજના સૌથી મોટા સમાચાર : કેન્દ્ર સરકારે દુકાનો ખુલ્લી રાખવા આપી છૂટ, પણ શરતો લાગુ...

લોકડાઉન (Lockdown) વચ્ચે કેન્દ્ર સરકારે દેશવાસીઓને સૌથી મોટી રાહત આપી છે. અંદાજે એક મહિનાથી બંધ થયેલી દુકાનો આજથી શરતોની સાથે ખોલવાની પરમિશન આપવામાં આવી છે. તો  આ પહેલા જાણી લો કે, આ છૂટ મામલે ક્યાં રાહત મળશે અને કયા નિયમો લાગુ કરાયા છે. 

આજના સૌથી મોટા સમાચાર : કેન્દ્ર સરકારે દુકાનો ખુલ્લી રાખવા આપી છૂટ, પણ શરતો લાગુ...

ઝી મીડિયા/બ્યૂરો :લોકડાઉન (Lockdown) વચ્ચે કેન્દ્ર સરકારે દેશવાસીઓને સૌથી મોટી રાહત આપી છે. અંદાજે એક મહિનાથી બંધ થયેલી દુકાનો આજથી શરતોની સાથે ખોલવાની પરમિશન આપવામાં આવી છે. તો  આ પહેલા જાણી લો કે, આ છૂટ મામલે ક્યાં રાહત મળશે અને કયા નિયમો લાગુ કરાયા છે. 

જે દેશે વાયરસ આપ્યો, એ જ દેશમાંથી મંગાવેલી કોરોના ટેસ્ટ કિટ ખરાબ નીકળી, આપ્યો આવો જવાબ....

લોકડાઉનમાં નિયમો સાથે કરી શકાશે વેપાર
સરકારે ઈકોનોમીને પાટા પર લાવવા માટે નિયમોની સાથે દુકાનો ખોલવાની મંજૂરી આપી છે. ગત 30 દિવસના લોકડાઉન બાદ કેન્દ્ર સરકારે દુકાનો ખોલવા માટે મોટી રોહતા આપી છે. જોકે, હજી લોકડાઉન 3 મે સુધી ચાલુ રહેશે. પરંતુ ગૃહ મંત્રાલયે દુકાનોને ખોલવાને લઈને શુક્રવારે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. 

ગાઈડલાઈન્સના અનુસાર, રહેણાંક વિસ્તારની નજીકની દુકાનો ખુલ્લી રહેશે. સાથે જ આ દુકાનો સંબંધિત રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશોની સ્થાપના અધિનિયમના અંતર્ગત રજિસ્ટ્રેશન થયેલી હોવી જોઈએ. આ ઉપરાંત આ દુકાનોમાં માત્ર 50 ટકા કર્મચારીઓ જ કામ કરશે. દુકાનોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે. આ સાથે જ કર્મચારીઓએ માસ્ક પહેરવુ ફરજિયાત રહેશે. આ ઉપરાંત કર્મચારીઓને લોકડાઉનના બીજા નિયમોને પણ પાળવાના રહેશે. 

ગાઈડલાઈન્સમાં કેટલાક પ્રતિબંધ પણ
જોકે, ગૃહ મંત્રાલયે પોતાની ગાઈડલાઈન્સમાં કેટલાક પ્રતિબંધ પણ લગાવ્યા છે. ગૃહ મંત્રાલયના ગાઈડલાઈન્સ અનુસાર, શોપિંગ મોલ્સ અને શોપિંગ કોમ્પ્લેક્સ નહિ ખૂલે. હોટસ્પોટ અને ક્વોરેન્ટાઈન ઝોનમાં કોઈ પ્રકારની છૂટછાટ આપવામાં આવી નથી. આ સાથે જ નગરપાલિકા વિસ્તારમાં માર્કેટ પરિસરમાં હાલ દુકાનો 3 મે સુધી નહિ ખૂલે.

આ પહેલા ગૃહ મંત્રાલયે પુસ્તકો અને પંખાની દુકાનો ખોલવાની મંજૂરી આપી હતી. હકીકતમાં 1 મહિનાથી ચાલી રહેલા લોકડાઉનને કારણે વેપારીઓને કરોડોનું નુકસાન થઈ ચૂક્યું છે. સાથે જ રોજગાર સંકટ પણ પેદા થયું છે. આવામાં સરકાર તરફથી આપવામાં આવેલી છૂટ ક્યાંકને ક્યાંક ઈકોનોમીને પાટા પર લાવવા માટે મદદરૂપ સાબિત થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More