Home> India
Advertisement
Prev
Next

Corona Virus: ફરીથી માથું ઉચકી રહ્યો છે કોરોના, કેન્દ્ર સરકારે તાબડતોબ લીધુ આ મહત્વનું પગલું

દક્ષિણ પૂર્વ એશિયા અને યુરોપના કેટલાક ભાગમાં કોરોના વાયરસ ફરીથી માથું ઉચકી રહ્યો છે.

Corona Virus: ફરીથી માથું ઉચકી રહ્યો છે કોરોના, કેન્દ્ર સરકારે તાબડતોબ લીધુ આ મહત્વનું પગલું

નવી દિલ્હી: દક્ષિણ પૂર્વ એશિયા અને યુરોપના કેટલાક ભાગમાં કોરોના વાયરસ ફરીથી માથું ઉચકી રહ્યો છે તેવો હવાલો આપતા કેન્દ્ર સરકારે રાજ્યોને કહ્યું છે કે તેઓ ઈન્ફ્લૂએન્ઝા જેવી બીમારી અને શ્વાસ સંબંધિત ગંભીર સંક્રમણની ફરીથી નિગરાણી શરૂ કરે જેથી કરીને કોઈ પણ પ્રકારના પ્રાથમિક સંકેત નજરઅંદાઝ ન થાય અને કોવિડ કંટ્રોલમાં રહે. 

નમૂના જીનોમ માટે મોકલાશે
ઈન્ફ્લૂએન્ઝા જેવી બીમારી (ILI) અને શ્વાસ સંબંધિત ગંભીર સંક્રમણ(SARI) ના મામલાઓની તપાસ સરકાર માટે કોવિડ મેનેજમેન્ટના સ્તંભ રહ્યા છે. જો કે હાલમાં તેની તપાસ અટકાવવામાં આવી હતી, કારણ કે ભારતમાં કોવિડ-19ના કેસ ઓછા આવી રહ્યા છે. નિગરાણી વધારવા હેઠળ ILI અને SARI થી પીડિત હોસ્પિટલમાં દાખલ દર્દીઓની કોવિડ તપાસ કરવામાં આવશે અને સંક્રમિતોના નમૂનાઓને જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવશે. 

The Kashmir Files ના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીની સુરક્ષા અંગે સરકારે લીધો મોટો નિર્ણય, ખાસ જાણો

રાજ્યોને લખ્યો પત્ર
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે એક પત્રમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એ સુનિશ્ચિત કરવા કહ્યું છે કે કોવિડના વેરિએન્ટની સમયસર ભાળ મેળવવા માટે પૂરતી સંખ્યામાં નમૂના INSACOG નેટવર્કમાં જમા કરાવો. તેમણે પ્રોટોકોલ મુજબ તપાસ ચાલુ રાખવા, તમામ સાવધાનીઓનું પાલન કરવા અને આર્થિક તથા સામાજિક ગતિવિધિઓને ફરીથી શરૂ કરતી વખતે સતર્કતા ન છોડવા ઉપર પણ  ભાર મૂક્યો. 

સંક્રમણ પર નજર રાખો
ભૂષણે પત્રમાં કહ્યું કે જો કેસના નવા ક્લસ્ટર બની રહ્યા છે તો પ્રભાવી નિગરાણી કરવામાં આવે અને ILI અને SARI કેસની નિયમો હેઠળ તપાસ કરવામાં આવે તથા તેમના પર નજર રાખવામાં આવે. જેથી કરીને કોઈ પણ પ્રકારના પ્રાથમિક સંકેતો નજરઅંદાજ ન થાય તથા કોવિડ સંક્રમણનો પ્રસાર કંટ્રોલમાં રહે. 

કળિયુગી શિક્ષક...અભ્યાસના બહાને વિદ્યાર્થીનીઓ સાથે કરતો ગંદી વાત, સ્ટેથોસ્કોપ લગાડી સતત વક્ષસ્થળને અડતો

જાગૃતતા પેદા કરો
તેમણે કહ્યું કે રાજ્ય મશીનરીએ જરૂરી જાગૃતતા પેદા કરવી જોઈએ અને કોવિડ ઉપયુક્ત વ્યવહારનું પાલન સુનિશ્ચિત કરવું જોઈએ. ભૂષણે પત્રમાં કહ્યું કે દક્ષિણ પૂર્વ એશિયા અને યુરોપના કેટલાક દેશોમાં કોવિડ-19 કેસમાં વધારો થયાને પગલે 16 માર્ચના રોજ સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ જેમાં રાજ્યોને નમૂનાના જીનોમ સિક્વન્સિંગ કરાવવાની અને કોવિડની સ્થિતિની ઊંડી નિગરાણી પર ધ્યાન કેન્દ્રીત કરવાની સલાહ આપવામાં આવી. 

(ઈનપુટ-ભાષા)

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More