Home> India
Advertisement
Prev
Next

TMC નેતા પર ગોળીઓ વરસાવી, કોલકત્તામાં મોત, આરોપ-પ્રત્યારોપનો દૌર શરૂ

પશ્વિમ બંગાળ (West Bengal) ના દક્ષિણ 24 પગરણા જિલ્લામાં કેટલાક બદમાશોએ ટીએમસી (TMC) ના યુવા નેતા મોહરમ શેખ (Mohram Sheikh) ની હત્યા કરી દીધી છે. મામલો ગત રાતનો છે જ્યારે શેખ પાર્ટી ઓફિસથી ઘરે પરત ફરી રહ્યા હતા. 

TMC નેતા પર ગોળીઓ વરસાવી, કોલકત્તામાં મોત, આરોપ-પ્રત્યારોપનો દૌર શરૂ

કલકત્તા: પશ્વિમ બંગાળ (West Bengal) ના દક્ષિણ 24 પગરણા જિલ્લામાં કેટલાક બદમાશોએ ટીએમસી (TMC) ના યુવા નેતા મોહરમ શેખ (Mohram Sheikh) ની હત્યા કરી દીધી છે. મામલો ગત રાતનો છે જ્યારે શેખ પાર્ટી ઓફિસથી ઘરે પરત ફરી રહ્યા હતા. 

'ગુંડાઓએ વરસાવી ગોળીઓ'
આ મામલો હવે રાજધાની કોલકત્તા (Kolkata) માં પણ બબાલ મચી છે. જોકે શેખને કેટલાક હત્યારા આરોપીએ રોક્યા અને તેમના પર અંધાધૂધ ફાયરીંગ શરૂ કરી દીધું. શેખને એકદમ નજીકથી ટાર્ગેટ બનાવવામાં આવ્યા. તેના પર જ્યારે ઘણા રાઉન્ડ ગોળીઓ ચાલી તો આસપાસનો વિસ્તાર ધણધણી ઉઠ્યો. 

CCTV માં કેદ થઇ ઘટના
આ ઘટના ઘટનાસ્થાળે લાગેલા એક સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઇ. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે શેખના ઘરની નજીક એક વ્યક્તિ ઉભો છે ત્યારે એક ઓટો અચાનક રોકાઇ છે. પછી અચાનક ત્યાં ફાયરિંગ શરૂ થઇ જાય છે ત્યારબાદ હુમલાવરો ફરાર થઇ જાય છે. 

IPL મેગા ઓક્શન માટે થઇ મોટી ભવિષ્યવાણી, આ ધાકડ પ્લેયર પર લાગશે 20 કરોડની બોલી

કલકત્તામાં મોત
ત્યારબાદ સ્થાનિક લોકોએ લોહીથી લથબથ યુવા નેતાને કેનિંગ હોસ્પિટલમાં મોકલ્યા. સ્થિતિ વધુ ગંભીર થતાં તેમને કલકત્તાના એસએસકેએમ હોસ્પિતલ લઇ જવામાં આવ્યા, જ્યાં રાત્રે 2 વાગે શેખએ દમ તોડી દીધો. ત્યારબાદ કેટલાક વિસ્તારમાં તણાવ જોવા મળી રહ્યો છે. કેસને લઇને રાજકારણ શરૂ થઇ ગયું છે. ટીએમસી આ હત્યાકાંડની પાછળ ભાજપનો હાથ ગણાવી રહ્યું છે તો બીજેપીનું કહેવું છે કે ટીએમસી (TMC) ના આંતરિક કલેશનું કારણ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More