Home> India
Advertisement
Prev
Next

મોદી સરકારની ખેડૂતોને મોટી ભેટ, શેરડીના પાક પર હવે પ્રતિ ક્વિન્ટલ આટલા રૂપિયા મળશે

ખેડૂતો (Farmers) ને હવે તેમની શેરડીના પાક માટે વધુ પૈસા મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની અધ્યક્ષતામાં આજે થયેલી કેબિનેટ બેઠકમાં શેરડીના ખેડૂતો માટે મોટો નિર્ણય લેવાયો છે.

મોદી સરકારની ખેડૂતોને મોટી ભેટ, શેરડીના પાક પર હવે પ્રતિ ક્વિન્ટલ આટલા રૂપિયા મળશે

નવી દિલ્હી: ખેડૂતો (Farmers) ને હવે તેમની શેરડીના પાક માટે વધુ પૈસા મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની અધ્યક્ષતામાં આજે થયેલી કેબિનેટ બેઠકમાં શેરડીના ખેડૂતો માટે મોટો નિર્ણય લેવાયો છે. સરકારે નાણાકીય વર્ષ 2020-21 માટે શેરડીની FRP (Fair & Remunerative Price) ને વધારીને પ્રતિ ક્વિન્ટલ 285 રૂપિયા માટે મંજૂરી આપી દીધી છે. અત્રે જણાવવાનું કે FRP એ મૂલ્ય હોય છે જે કિંમતે ખાંડની મીલો ખેડૂતો પાસેથી શેરડી ખરીદે છે. આ ઉપરાંત Sugar Year દર વર્ષે 1 ઓક્ટોબરથી શરૂ થઈને આગામી વર્ષ 30 સપ્ટેમ્બર સુધી ચાલે છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે શેરડીના ખેડૂતો માટે FRP વધારીને 285 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નિશ્ચિત કરવામાં આવ્યું છે. જે 10% રિકવરીના આધાર પર છે. 

SBIના 44 કરોડ ખાતાધારકો માટે આવ્યા ખુશીના સમાચાર, તમને ચોક્કસપણે થશે ફાયદો

ખેડૂતોને મળશે શેરડીનો વધુ ભાવ
ગત વર્ષ ખરીદ ભાવમાં વધારો ન થવાના કારણે શેરડીના ખેડૂતો ખુબ નારાજ થયા હતાં. પરંતુ આ વર્ષે મોદી સરકારના આ નિર્ણય બાદ હવે ખેડૂતોને તેમના શેરડીના પાક પર 285 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ મળશે. અત્રે જણાવવાનું કે FRP ઉપરાંત રાજ્ય સરકાર પણ પોતાના તરફથી ખેડૂતો માટે શેરડીના ભાવ નક્કી કરે છે. જેને SAP (State Advised Price) કહે છે. ગત વર્ષ 2019-20 માટે ઉત્તર પ્રદેશ સરકારે શેરડીના SAP 325 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કર્યા હતાં. 

Gold: સોનાના જૂના દાગીના વેચવા જશો તો તમને લાગશે મોટો ઝટકો! જાણો કઈ રીતે 

સુગર મીલોની મુશ્કેલીઓ વધશે
કેબિનેટ દ્વારા FRP વધારવાના નિર્ણયથી ખેડૂતોનું ચોક્કસપણે ભલુ થશે પરંતુ તેનાથી સુગર મીલોને ઝટકો લાગ્યો છે. કારણ કે શેરડીના ખેડૂતોના લગભગ 20 હજાર કરોડ રૂપિયા સુગર મીલો પર બાકી લેણા છે. આવામાં FRP વધારવાનો કેટલો ફાયદો ખેડૂતોને મળશે તે કહેવું મુશ્કેલ છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More