Home> India
Advertisement
Prev
Next

CBSE 12th Exam 2021: પરીક્ષા આપ્યા વગર પાસ થશે ધોરણ 12ના વિદ્યાર્થી, રિઝલ્ટથી નાખુશ વિદ્યાર્થીઓ પાસે હશે આ વિકલ્પ

રિઝલ્ટ માટે શિક્ષણ મંત્રાલયે કેટલાક વિકલ્પ તૈયાર કર્યા છે.

CBSE 12th Exam 2021: પરીક્ષા આપ્યા વગર પાસ થશે ધોરણ 12ના વિદ્યાર્થી, રિઝલ્ટથી નાખુશ વિદ્યાર્થીઓ પાસે હશે આ વિકલ્પ

નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) મહામારીની બીજી લહેરને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે મંગળવારે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડની 12માં ધોરણની બોર્ડની પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લીધો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ કહ્યું કે આ નિર્ણય વિદ્યાર્થીઓના હિતોને ધ્યાનમાં રાખીને લેવાયો છે. 

રિઝલ્ટ માટે રાહ જોવી પડશે
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે 12માં ધોરણનું પરિણામ નિર્ધારિત સમયમર્યાદાની અંદર અને તાર્કિક આધાર પર તૈયાર કરવામાં આવશે. અત્રે જણાવવાનું કે રિઝલ્ટ માટે શિક્ષણ મંત્રાલયે કેટલાક વિકલ્પ તૈયાર કર્યા છે. જેમાં પહેલો છે-9મા, 10મા અને 11માં ધોરણ એમ ત્રણેયનું ઈન્ટરનલ અસેસમેન્ટ કરવામાં આવે. ત્યારબાદ તેના આધારે જ 12માં ધોરણનું રિઝલ્ટ જાહેર કરવામાં આવે. બીજો વિકલ્પ છે- 10માં ધોરણના વિદ્યાર્થીની જેમ ઈન્ટરનલ અસેસમેન્ટનો રસ્તો અપનાવી શકાય છે. આ અંગે જલદી ફાઈનલ નોટિફિકેશન બહાર પડે એવી આશા છે. 

J&K: બાળકીની ક્યૂટ ફરિયાદની અસર, ઓનલાઈન ક્લાસના ટાઈમ ફિક્સ, નાના બાળકોને હોમવર્ક નહીં

રિઝલ્ટની નાખુશ વિદ્યાર્થીઓ પાસે હશે આ વિકલ્પ
પીએમ મોદીની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં એવો પણ નિર્ણય લેવાયો છે કે જે વિદ્યાર્થીઓ હાલની વ્યવસ્થાથી સંતુષ્ટ નહી હોય તેમને CBSE પરીક્ષા આપવાનો પણ વિકલ્પ આપશે. જો કે કોરોના વાયરસને કારણે પેદા થયેલી ગંભીર સ્થિતિ સામાન્ય થયા બાદ જ 12માં ધોરણના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. 

Anti-Covid Drug: એન્ટી કોરોના દવા '2-DG' દરેક દર્દી માટે નથી, DRDO એ બહાર પાડી માર્ગદર્શિકા

વિદ્યાર્થીઓના હિતમાં લેવાયેલો નિર્ણય ગણાવ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સીબીએસઈના ધોરણ 12ની પરીક્ષાઓ પર નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં લેવાયો છે. કોવિડ-19એ એકેડેમિક કેલેન્ડરને ખુબ પ્રભાવિત કર્યું છે અને બોર્ડની પરીક્ષાઓનો મુદ્દો વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો વચ્ચે ખુબ ચિંતા પેદા કરતો રહ્યો છે. જેને અવશ્ય સમાપ્ત કરવો જોઈએ. તેમણે કહ્યું કે આવા તણાવભરેલા માહોલમાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં સામેલ થવા અંગે વધુ દબાણ નાખવું જોઈએ નહીં. 

CBSE પરીક્ષા રદ્દ, પરિણામ તૈયાર કરવા પીએમ મોદીએ અધિકારીઓને આપ્યા મહત્વના નિર્દેશ

CISCE એ પણ 12માં ધોરણની પરીક્ષાઓ રદ કરી
કોવિડ-19ની સ્થિતિને જોતા CBSE બાદ CISCE એ પણ આ વર્ષે ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લીધો. રિઝલ્ટને લઈને કાઉન્સિલ ફોર ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સ (CISCE) બોર્ડે કહ્યું કે પરીક્ષા પરિણામ એક પ્રણાલીના આધારે તૈયાર કરવામાં આવશે, જેમાં શાળાઓ દ્વારા આયોજિત આંતરિક પરીક્ષાઓને પણ સામેલ કરાશે. શાળાઓને આવનારા સમયમાં આ પ્રણાલી અંગે સૂચિત કરી દેવાશે. રિઝલ્ટ જાહેર થયા બાદ જો કેટલાક વિદ્યાર્થીઓ પોતાના માર્ક્સથી સંતુષ્ટ ન હોય તો તેવી સ્થિતિમાં CISCE આવા વિદ્યાર્થીઓને સ્થિતિ સારી થયા બાદ લેખિત પરીક્ષા આપવાનો વિકલ્પ આપશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More