Home> India
Advertisement
Prev
Next

Delhi Excise Policy case: દારૂ કૌભાંડમાં CBIની મોટી કાર્યવાહી, 8 આરોપીઓ સામે જાહેર કર્યું લુકઆઉટ સર્ક્યુલર

Delhi Excise Policy case Update: સીબીઆઇએ દિલ્હી આબકારી નીતિ મામલે આઠ લોકો સામે લુકઆઉટ સર્ક્યુલર જાહેર કર્યું છે. આવો તમને જણાવી દઈએ કે, કયા આરોપીઓની સામે કેન્દ્રીય એજન્સીએ કાર્યવાહી કરી છે.

Delhi Excise Policy case: દારૂ કૌભાંડમાં CBIની મોટી કાર્યવાહી, 8 આરોપીઓ સામે જાહેર કર્યું લુકઆઉટ સર્ક્યુલર

Delhi Excise Policy case Latest Update: દિલ્હી આબકારી નીતિ કૌભાંડ મામલે સીબીઆઇએ રવિવાર સાંજે મોટી કાર્યવાહી કરી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ આ મામલે આઠ આરોપીઓ સામે લુકઆઉટ સર્ક્યુલર જાહેર કર્યું છે. નોંધનીય વાત એ છે કે, સીબીઆઇએ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા સામે કોઈ લુકઆઉટ સર્ક્યુલર જાહેર કર્યું નથી. જે લોકોને સર્ક્યુલર જાહેર કર્યું છે. તેમાં વિજય નાયર, અમનદીપ ઢાલ, સમીર મહેન્દ્રુ, અમિત અરોરા, દિનેશ અરોરા, સની મારવાહ, અરૂણ રામચંદ્રીય પિલ્લઈ અને અર્જુન પાંડે છે. તેમાંથી વિજય નાયર અને દિનેશ અરોરા હાલ વિદેશમાં છે. આ મામલે જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું કે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને આબકારી વિભાગના ત્રણ પૂર્વ અધિકારીઓ સહિત પ્રાથમિકતામાં ચાર લોક સેવકો સામે લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું નથી.

અધિકારીઓએ કહ્યું કે, સીબીઆઇએ અત્યાર સુધી લોક સેવક સામે લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરવાની જરૂરિયાત અનુભવી નથી. કેમ કે, સરકારને જાણ કર્યા વગર દેશ છોડી શકતા નથી. એજન્સીએ એફઆઇઆરમાં કુલ 9 ખાનગી વ્યક્તિને આરોપી બનાવ્યા છે. જેમાં મનોરંજન તેમજ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ઓનલી મચ લાઉડરના પૂર્વ સીઇઓ વિજય નાયર, પર્નોડ રિકાર્ડના પૂર્વ કર્મચારી મનોજ રાય, બ્રિંડકો સ્પિરિટ્સના માલિક અમનદીપ ઢાલ, ઇન્ડોસ્પિરિટના એમડી સમીર મહેન્દ્રુ અને હૈદરાબાદના અરૂણ રામચંદ્ર પિલ્લાઈ સામેલ છે.

આ પણ વાંચો:- આ ગામની ઓળખ છે અહીંના 'જમાઈ', સ્ટોરી જાણીને થઈ જશો આશ્ચર્યચકિત

સિસોદિયાએ કર્યો આ દાવો
તેમણે કહ્યું કે, મનોજ રાયની સામે અત્યાર સુધી કોઈ લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું નથી. આ પહેલા સિસોદિયાએ દાવો કર્યો હતો કે સીબીઆઇએ આબકારી નીતિ મામલે તેમની સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી છે. તેમણે આ પગલાને નાટક ગણાવ્યું.

આ પણ વાંચો:- વરસાદે દેખાડ્યો તબાહીનો મંજર: બાળકોને છાતી સરખી ચાંપીને મૃત મળી માતા, દ્રશ્યો જોઈ લોકોની આંખો નમ

CBI ના 31 સ્થળો પર દરોડા
સિસોદીયાના ત્રણ નજીકના સહયોગીઓને પણ એફઆઇઆરમાં આરોપી તરીકે નામ આપવામાં આવ્યા છે. તેમાં ગુડગાંવના બડી રિટેલ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના ડિરેક્ટર અમિત અરોરા, દિનેશ અરોરા અને અર્જૂન પાંડેનો સમાવેશ થાય છે. સિસોદિયા આબકારી નીતિના અમલીકરણમાં કથિત અનિયમિતતાના સંબંધમાં સીબીઆઇ દ્વારા નોંધવામાં આવેલી એફઆઇઆરમાં 15 લોકો સામેલ છે. સીબીઆઇએ શુક્રવારના આ કેસની તપાસ સંદર્ભમાં સિસોદિયાના ઘર સહિત 31 જગ્યાએ દરોડા પાડ્યા હતા.
(એજન્સી ઇનપુટ સાથે)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More