Home> India
Advertisement
Prev
Next

Mehul Choksi ને ભારત ભેગો કરવાના મિશનનું નેતૃત્વ કરી રહ્યા છે બાહોશ ઓફિસર શારદા રાઉત

ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સી મામલે ડોમિનિકા હાઈકોર્ટ આજે ચુકાદો આપી શકે છે. ભારત ચોક્સીના પ્રત્યાર્પણને લઈને દરેક શક્ય કોશિશમાં છે. આ કડીમાં એક ટીમ ડોમિનિકામાં છે. જેની કમાન સીબીઆઈ ઓફિસર શારદા રાઉતના હાથમાં છે. રાઉત પંજાબ નેશનલ બેંક કૌભાંડની તપાસનું નેતૃત્વ કરી રહ્યા છે અને મેહુલ ચોક્સીને પાછા લાવવાના મિશનમાં પણ તેમની મહત્વની ભૂમિકા છે. 

Mehul Choksi ને ભારત ભેગો કરવાના મિશનનું નેતૃત્વ કરી રહ્યા છે બાહોશ ઓફિસર શારદા રાઉત

નવી દિલ્હી: ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સી મામલે ડોમિનિકા હાઈકોર્ટ આજે ચુકાદો આપી શકે છે. ભારત ચોક્સીના પ્રત્યાર્પણને લઈને દરેક શક્ય કોશિશમાં છે. આ કડીમાં એક ટીમ ડોમિનિકામાં છે. જેની કમાન સીબીઆઈ ઓફિસર શારદા રાઉતના હાથમાં છે. રાઉત પંજાબ નેશનલ બેંક કૌભાંડની તપાસનું નેતૃત્વ કરી રહ્યા છે અને મેહુલ ચોક્સીને પાછા લાવવાના મિશનમાં પણ તેમની મહત્વની ભૂમિકા છે. 

2005 બેચના આઈપીએસ ઓફિસર
શારદા રાઉત એક અન્ય સીબીઆઈ ઓફિસર સહિત 6 અધિકારીઓ સાથે ડોમિનિકામાં જ છે. ઈન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ જો ડોમિનિકાની કોર્ટ મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણના આદેશ આપે તો તેને ભારતીય અધિકારીઓ દ્વારા પ્રાઈવેટ જેટથી નવી દિલ્હી લાવવામાં આવશે. ચોક્સીને ભારત લાવનારી ટીમનું નેતૃત્વ શારદા રાઉત કરી રહ્યા છે. રાઉત મહારાષ્ટ્રથી 2005 બેચના આઈપીએસ અધિકારી છે. 

ડોમિનિકા કોર્ટમાં દલીલ
ભારતીય અધિકારીઓએ ડોમિનિકાના પ્રશાસન સાથે અનેક રાઉન્ડની બેઠકો યોજી છે જેથી કરીને સુનાવણીમાં ભારતનો મજબૂતાઈથી પક્ષ રજુ કરી શકા. કહેવાય છે કે ટીમે મેહુલ ચોક્સીની અપરાધિક ગતિવિધિઓની જાણકારી સાથે ઈડીનું સોગંદનામું ડોમિનિકાની કોર્ટમાં રજુ કર્યું હતું. આ દસ્તાવેજો દ્વારા જણાવવામા આવ્યું કે ચોક્સી ભારતીય નાગરિક છે. ભારતીય ટીમ એ સમજાવવાની કોશિશ કરી રહી છે કે ડોમિનિકાની કસ્ટડીમાં જે વ્યક્તિ છે તે ભારતમાં જાન્યુઆરી 2018થી જ વોન્ટેડ છે અને ઈન્ટરપોલ તરફથી બહાર પાડવામાં આવેલી રેડ નોટિસના આધારે તેને તત્કાળ ભારત પ્રત્યાર્પિત કરી દેવો જોઈએ.

પાલઘરના એસપી રહી ચૂક્યા છે શારદા રાઉત
ટીમનું નેતૃત્વ કરી રહેલા ઓફિસર શારદા રાઉત પાલઘરના એસપી પણ રહી ચૂક્યા છે. કહેવાય છે કે તેમણે ક્રાઈમને ઘણો કંટ્રોલ કર્યો હતો. આ ઉપરાંત નાગપુર, મીરા રોડ, નંદુબાર, કોલ્હાપુર, મુંબઈ અનેક જગ્યાઓ પર તેમની પોસ્ટિંગ થઈ ચૂકી છે. 

ભારતીય નાગરિકતા છોડી નથી
આજે થનારી સુનાવણીમાં ભારતીય ટીમ એવી દલીલ રજુ કરશે કે મેહુલ ચોક્સીએ નવેમ્બર 2017માં એન્ટીગુઆની નાગરિકતા લીધી હતી. પરંતુ તેણે આજ સુધી ભારતની નાગરિકતા છોડી નથી. આથી તે હજુ પણ ભારતીય નાગરિક છે.આજે આ મામલે સુનાવણી સ્થાનિક સમય મુજબ સવારે 9 વાગે શરૂ થશે. કોર્ટમાં ભાગેડુ મેહુલ ચોક્સીએ કહ્યું હતું કે તે ડોમિનિકામાં પોલીસ કસ્ટડીમાં સુરક્ષિત નથી. એન્ટીગુઆ પાછા ફરવા માટે જે પણ કિંમત હોય તે ચુકવવા તૈયાર છે. 

કોમિનિકાની કોર્ટમાં બુધવારે સુનાવણી થઈ ત્યારે કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી અને ચર્ચા ખતમ થયા બાદ ચુકાદો ગુરુવાર સુધી ટાળ્યો હતો. ડોમિનિકામાં ગેરકાયદેસર એન્ટ્રી મામલે મેહુલ ચોક્સીને તત્કાળ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજુ કરાશે. મેહુલને ડોમિનિકામાં રાખવો કે ભારત પાછો મોકલી દેવો તે મામલે ગુરુવારે ચુકાદો આવી શકે છે. આ અગાઉ સુનાવણી દરમિયાન ડોમિનિકાની સરકારે કોર્ટને કહ્યું કે મેહુલની અરજી સુનાવણી લાયક નથી. મેહુલને ભારતને સોંપી દેવામાં આવે. 

એવી પણ માહિતી છે કે મેહુલ ચોક્સીનો ભાઈ ચેતન ચોક્સી પણ ડોમિનિકામાં હાજર છે. કહેવાય છે કે મેહુલનો ભાઈ 29મી મેના રોજ ડોમિનિકા પહોંચ્યો હતો. ભાઈ મેહુલ માટે કાયદાકીય લડતની દેખરેખ તેનો ભાઈ ચેતન જ કરી રહ્યો હોવાનું કહેવાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More