Home> India
Advertisement
Prev
Next

Sushant Singh Rajput Case: સુશાંત સિંહ રાજપૂત કેસમાં આવ્યા મોટા અપડેટ, અમેરિકા પાસે આ મદદની માગણી કરાઈ

CBI એ જાણવા માંગે છે કે શું એવું કઈ થયું હતું જેનો સંબંધ 14 જૂન 2020 સાથે હોય એટલે કે જે દિવસે સુશાંત સિંહ રાજપૂત તેના ઘરમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. 

Sushant Singh Rajput Case: સુશાંત સિંહ રાજપૂત કેસમાં આવ્યા મોટા અપડેટ, અમેરિકા પાસે આ મદદની માગણી કરાઈ

નવી દિલ્હી:  સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) એ દિવંગત અભિનેતા સુશાંત સિંહ  રાજપૂતના ઈમેઈલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સથી ડિલીટ કરાયેલા ડેટાને પાછા મેળવવા માટે ઔપચારિક રીતે અમેરિકા પાસે મદદ માંગી છે. CBI એ જાણવા માંગે છે કે શું એવું કઈ થયું હતું જેનો સંબંધ 14 જૂન 2020 સાથે હોય એટલે કે જે દિવસે સુશાંત સિંહ રાજપૂત તેના ઘરમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. 

સૂત્રોના હવાલે હિન્દુસ્તાન ટાઈમ્સના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સીબીઆઈ તરફથી આ જાણકારી એમએલએટી એટલે કે મ્યુચ્યુઅલ લીગલ આસિસ્ટન્સ ટ્રીટી હેઠળ કેલિફોર્નિયા સ્થિત ગૂગલ અને ફેસબુક પાસે માંગવામાં આવી છે. બંને કંપનીઓ પાસેથી  ડિલીટ કરાયેલા ઈમેઈલ અને ચેટની તમામ જાણકારીઓ માંગવામાં આવી છે. 

ભારત અને અમેરિકા વચ્ચે MLAT (Mutual legal assistance treaty) છે જે હેઠળ બંને દેશો ઘરેલુ મામલાઓની તપાસમાં જાણકારી માંગી શકે છે. ભારતમાં ગૃહ મંત્રાલય એમએલએટી હેઠળ કોઈ પણ જાણકારીને મોકલવા કે મેળવવા માટેનું કેન્દ્ર છે જ્યારે અમેરિકામાં આ પ્રકારની જાણકારી એટોર્ની જનરલની ઓફિસમાંથી મળી શકે છે. 

Anupama Upcoming 5 Twists: મોટો ટ્વિસ્ટ, ઘરમાં આ કપલના થશે છૂટાછેડા!, કાવ્યાનું ખૂંખાર રૂપ જોવા મળશે

નામ ન જણાવવાની શરતે એક ઓફિસરે કહ્યું કે 'અમે કેસના તારણ પર પહોંચતા પહેલા કોઈ પણ પહેલુ બાકી રાખવા માંગતા નથી. અમે જાણવા માંગીએ છીએ કે એવી કઈ પણ ડિલીટ થયેલી ચેટ કે પોસ્ટ છે જે આ કેસમાં મદદગાર સાબિત થઈ શકે.' તેનો અર્થ એ થયો કે સુશાંત સિંહ રાજપૂત કેસમાં તપાસ પૂરી થવામાં હજુ કેટલોક સમય લાગી શકે છે. કારણ કે એમએલએટી હેઠળ જાણકારી મેળવવામાં ઘણો સમય લાગે છે. 

સુશાંત સિંહ  રાજપૂતના વકીલ વિકાસ સિંહે સીબીઆઈની આ કોશિશને બિરદાવી છે અને કહ્યું કે તેમને તેનાથી કોઈ પરેશાની નથી થઈ રહી કારણ કે એજન્સી દરેક પહેલુંની તપાસ કરવા માંગે છે. તેમણે કહ્યું કે સુશાંત કેસમાં અનેક મિસ્ટ્રી છે કારણ કે તેનો કોઈ સાક્ષી નથી. 

TMKOC: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માટે મળી ગયા નવા નટુકાકા!, અભિનેતાનો PHOTO સામે આવ્યો

સુશાંત સિંહ રાજપૂત ગત વર્ષે 14 જૂનના રોજ મુંબઈ સ્થિતિ પોતાના ઘરમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. સુશાંતના પિતા કેકે સિંહે પટણા પોલીસમાં રિયા ચક્રવર્તી, તેના ભાઈ અને માતા પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સીબીઆઈએ ઓગસ્ટ 2020માં આ કેસની તપાસની કમાન સંભાળી હતી. આ કેસની તપાસમાં ઈડી અને એનસીબી પણ જોડાયેલા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More